________________
૧૫૮
બધામૃત મુમુક્ષુ–પંચાસ્તિકાય” ગ્રંથ કોણે રચ્યું છે?
પૂજ્યશ્રી–કુંદકુંદાચાર્યે રચે છે. કૃપાળુદેવે એને અનુવાદ કર્યો છે. કૃપાળુદેવે ઘણું પુસ્તકો લખેલાં. નાની અવસ્થામાં ઘણું લખતા. એમણે લખી લખીને મૂકેલા કાગળ એમના અવસાન પછી કોથળામાં ભર્યા હતા તે ઊધઈ આવવાથી સડી ગયેલા. એવામાં કોઈ પ્રસંગે અંબાલાલભાઈ વવાણિયા ગયા અને એ કેથળે એમણે જોયે. તેમાંથી શેધતાં શેધતાં એક “પુષ્પમાળા’ સાજી મળી આવી તે લઈ આવ્યા અને છપાવી. મહાભારત રામાયણના અનુવાદ કૃપાળુદેવે કરેલા અને બીજાં કેટલાંક પુસ્તકે રચેલાં પણ ઊધઈ વગેરેથી નાશ પામ્યાં.
છે સાધન કરે છે પણ નિશ્ચયનયને ભૂલી જાય છે. એથી પુણ્ય બંધાય છે, પણ આત્માનું હિત ન થાય. યથાર્થ શ્રદ્ધાન કરી શુભ દ્વારા શુદ્ધમાં પ્રવર્તે તો મોક્ષ થાય. આ શુભ છે તેથી પુણ્ય બંધાય છે માટે તેને છોડી દેવાં, એમ પણ ન કરવું. સાધન કરવાં પણ લક્ષ નિશ્ચયનો રાખો. નિશ્ચયને એકાન્ત માને કે વ્યવહારને એકાંતે માને તે બેય મિથ્યાત્વ છે. પુણ્ય એ ધર્મ નથી. ધર્મ તે શુભાશુભ ભાવનો ત્યાગ કરી શુદ્ધમાં રહે ત્યારે થાય છે. શુદ્ધભાવની પ્રાપ્તિ કરવી.
“વી કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નેય;
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય. શુદ્ધને લક્ષ રાખીને શુભમાં પ્રવર્તે તે શુદ્ધભાવ પ્રાપ્ત થાય. કૃપાળુદેવે કઈ ક્રિયાનો નિષેધ કર્યો નથી. સમજ કરવાની જરૂર છે. “સમજ સાર સંસારમેં.” જે સમજશે તે ક્ષે જશે કેઈ કુળધર્મને જ ધર્મ માની બેસે છે-આપણા બાપદાદા કરતા હતા તે કરવું, પણ એથી કલ્યાણ નથી. શાસ્ત્રો વાંચવાં વિચારવાં અને જે સારું હોય તે ગ્રહણ કરવું. સ્વચ્છ વર્તે તેથી કલ્યાણ નથી. ભગવાને જે મૂળમાર્ગ કહ્યો છે, તે પાપી લેકે એ બગાડી નાખે હોય તેને માને, તેથી કલ્યાણ ન થાય. એ છોડી ભગવાનનું જે કહેવું છે, તે જ પ્રમાણે પ્રવર્તે છે તેમાં રવછંદ ન ગણાય. સમજીને કરવું. મારા બાપદાદા કરતા આવ્યા છે તે ધર્મ વાસ્તવિક કે છે? એને યથાર્થ વિચાર કર્યા પછી કરે તો કલ્યાણ થાય.
આત્મવિચારકર્તવ્યરૂપ ધર્મ છે. આત્મા જાગે ત્યારે ધર્મ થાય. ક્રિયા કરવાથી ધર્માત્મા કહેવાય નહીં. ખરું ફળ સમજનું મળે છે. ધર્મમાં કેઈનો અધિકાર નથી. કરે તેના બાપને છે. જન્મમરણ છૂટવા માટે ભગવાને કહ્યો છે. ભગવાને મારા માટે છૂટવાનું કહ્યું છે, મારે છૂટવું છે, એવું થાય ત્યારે મોક્ષ થાય. આજ્ઞાને વિચાર કરવાનો છે. રાગદ્વેષ ન કરવા એમ કહ્યું તેનું કારણ શું? એમ વિચારે તે સમજાય કે રાગ દ્વેષથી બંધ થાય છે તેથી રાગદ્વેષ કરવાની ના કહી છે. ભગવાને સાચું કહ્યું છે પણ મારી બુદ્ધિથી સમજાતું નથી. બે પ્રકારનાં વચને શાસ્ત્રોમાં છે. કેટલાંક અનુમાનથી મનાય છે અને કેટલાંક એવાં છે કે આજ્ઞાથી માન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org