________________
ધામૃત
કર્મો ક્ષય થાય છે. પહેલાં મેહનીય જાય, પછી જ્ઞાનાવરણીય આદિ જાય છે. બધાં ગુણસ્થાન મોહ અને કષાયની અપેક્ષાએ છે. તેરમે ગની પ્રવૃત્તિ છે અને ચૌદમે નથી. ચૌદમે એગી કહેવાય છે. તે અગકેવલી ગુણસ્થાનકની સ્થિતિ માં ફુ ૩ ટૂ એ પથ હવા સ્વર બેલે એટલી છે.
“જે પદ શ્રી સર્વરે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન છે.” - સર્વજ્ઞ ભગવાન મોક્ષસુખને જાણે છે, અનુભવે છે, પણ સંપૂર્ણ કહી શકતા નથી.
સાત તની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. વિચાર વિના આત્મજ્ઞાન ન થાય. જે મુમુક્ષુ થયા છે તે પિતાને પરમાત્મસ્વરૂપ માને તે ભૂલ છે. હું તે પરમાત્મા છું, મારે તે કોઈનો સંબંધ નથી એ તે બારણું વાસી દેવા જેવું છે. પછી પુરુષાર્થ કરવા જેવું રહે નહીં. જેમ છે તેમ માનવું તે સમ્યક્ત્વ છે અને એમ ન માનવું તે ભ્રમ છે. બે પ્રકારની શુદ્ધતા છે એક દ્રવ્યશુદ્ધતા અને બીજી પર્યાયશુદ્ધતા. જડ ને ચેતન ન થાય અને ચેતન તે જડ ના થાય તે દ્રવ્યશુદ્ધતા છે. કર્મની ઉપાધિથી જે ભાવ થાય છે તે પાધિક, વૈભાવિક ભાવ છે, તેથી છૂટવું તે પર્યાયશુદ્ધતા છે. આત્માની શુદ્ધભાવના ભાવવી. હું જડ નથી, ચેતન છું, શુદ્ધ છું એમ દ્રવ્યથી ભાવના કરવાની છે. દ્રવ્ય અપેક્ષાએ આત્મા શુદ્ધ છે, પરદ્રવ્યથી ' ભિન્ન છે. પરદ્રવ્યથી ભિન્ન રહેવું, પિતાના ભાવથી અભિન્ન રહેવું, તે દ્રવ્યશુદ્ધતા છે.
દ્રવ્ય એ વસ્તુનું સામાન્ય સ્વરૂપ છે. પર્યાય એ વસ્તુનું વિશેષ સ્વરૂપ છે. - મુનિ જ્યારે ધ્યાનમાં ન જોડાઈ શકે ત્યારે સ્વાધ્યાયમાં રહે છે. કાં તે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે, કાં તે સ્વાધ્યાયમાં રહે, બીજે ચિત્ત ખસવા દેવા જેવું નથી. નહીં
અશુભ ભાવ આવી જાય. સમ્યગ્દષ્ટિને જે વાંચે તે સવળું પરિણમે છે. અધ્યાત્મશાસ્ત્ર વાંચી આત્માને નિર્ણય કરવાનું છે. કષાય મંદ કરવા માટે બીજા શાસ્ત્રો પણ વાંચવાં, ધર્મકથાનુગ, ચરણાનુગ, કરણનુગ, ગણિતાનુગ એ બધાં શાસ્ત્રો કામનાં છે. જેને એ શાસ્ત્રો પ્રત્યે અરુચિ છે, તેને તેટલી સમ્યકુવની ખામી છે. ચારે અનુગ હિતકારી છે. એ શાસ્ત્રો સમજવા માટે વ્યાકરણ, શબ્દશા, ન્યાયશાસ્ત્ર જાણવાં જોઈએ. તેથી શાસ્ત્રી યથાર્થ સમજાય. આત્મામાં વૃત્તિ રાખવી છે તે છોડી શાસ્ત્રોમાં જાય તે બુદ્ધિ વ્યભિચારિણી કહી છે. આત્મામાં નિરંતર રહેતી હોય તે બહુ સારું, પણ ન રહેતી હોય તે શાસ્ત્રોમાં રાખવી; નહીં તે વિષયકષાયમાં જાય, તેથી અશુભભાવ થઈ જાય. નિર્વિકલ્પદશા ન હોય
અને શાસ્ત્રોને અભ્યાસ પણ ન કરે, તે અશુભ ભાવમાં પ્રવર્તે. બીજા વિચારે કરે. • સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે. ત્રણેની એક્યતા થાય ત્યારે મેક્ષ થાય. શાસ્ત્રોમાં જે ગુણસ્થાન આદિ કહ્યાં છે, તે પણ વિચારવા જેવાં છે. એથી રાગદ્વેષ થતા નથી. લેક આદિનું સ્વરૂપ જાણવાથી નુકસાન નથી, રાગાદિ મટાડવાનું કારણ થાય છે. પાપકારણેથી છૂટે અને પુણ્ય બંધાય એવાં કારણમાં પ્રવર્તે તે રાગદ્વેષ ઓછા થવાનું કારણ થાય છે. વિશેષ જાણવાથી આત્મા નિર્મળ થાય છે. જેને શરીર ઉપર મેહ છે તેને તપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org