________________
સંગ્રહ. ૪
૧૫૩
“નય નિશ્રય એકાંતથી, આમાં નથી કહેલ;
એકાંતે વ્યવહાર નહીં', બન્ને સાથે રહેલ.” એકાંતે કહે તે સાચું ન હોય. વ્યવહારની ગૌણુતાએ નિશ્ચયનયથી બેલે તે સાચું છે. રાગાદિ પિતાના નથી એમ માને, કર્મને નિમિત્ત થાય છે, હું રાગાદિને કર્તા નથી અને પછી રાગાદિ કરે, તો પણ માને કે હું નથી કરતે તે મિથ્યાષ્ટિ છે. રાગાદિ એ પાધિક ભાવ છે, આત્માને સ્વભાવ નથી; પણ કરે છે તે આત્મા જ. રાગદ્વેષ છેડો એ શ્રી સદ્ગુરુને ઉપદેશ છે. રાગદ્વેષનું ઉપાદાન કારણ પોતે જ છે, પણ તે પિતાને સ્વભાવ નથી.
ચેતન જે નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ;
વર્તે નહીં નિજભાનમાં, કતાં કર્મ પ્રભાવ.” પિતાના સ્વભાવમાં ન હોય ત્યારે જીવ રાગાદિ કરે છે. પ્રજનભૂત સાત તત્ત્વના વિચારથી વિભાવ દૂર થાય છે. વિચારતાં વિચારતાં મેડ માર્ગ આપે ત્યારે કામ થાય, સમ્યક્ત્વ થાય. તત્ત્વવિચાર કરવાની શક્તિ તે છે, પણ વિચાર કરે તે થાય. રાગાદિ હોય છતાં સિદ્ધ સમાન માને, તે મિથ્યાદષ્ટિ છે. આત્મા ચૈતન્યસ્વરૂપ છે.
દયામૂળ ધર્મ કહ્યો છે. આત્મા અને મન જુદાં નથી રહેતાં. મન નિર્મળ થાય તેથી સમકિત થાય છે અને મન મલિન થાય તે પાછું સમતિ જતું રહે. કઈ વસ્તુને સંકલ્પ કર્યો કે “આ વસ્તુ મારે નથી જ ભેગવવી” ત્યારથી નિયમ કર્યો કહેવાય છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું કહ્યું છે. જ્ઞાનથી આત્મા અભિન્ન છે. “વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે.” (૮૩૩). એક પદાર્થનું સંપૂર્ણ જ્ઞાન એક સમયમાં થાય તે કેવળજ્ઞાન છે. એને સંપૂર્ણ સ્વભાવ પ્રગટે તે કશું અજાણ્યું ન રહે. કેવળજ્ઞાન બધા પદાર્થોને જાણનાર છે.
ર૬ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૧, ૨૦૦૮ પહેલેથી જ કંઈ કરી મૂક્યું હોય તે જ ધીરજ રહે, નહીં તો મરણ સમયે ધીરજ રહેવી મુશ્કેલ છે.
સમતિ થયા પછી પણ ક્રોધાદિ આવે તે સુખને ભંગ કરે. ચાર ઘાતિકર્મ જાય ત્યારે સંપૂર્ણ સુખ પ્રગટે છે. મેહનીય કર્મ જાય તો સુખ પ્રગટે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતિકર્મ અનંતસુખને આવરણ કરે છે. બાકીના ચાર અઘાતિકર્મ તે બળી સીંદરીવત્ છે. આત્માને એથી બંધન નથી. વેદનીયકર્મનો ઉદય હોય તે પણ એને અનંતસુખના હિસાબમાં કંઈ નથી. આત્માને ઘાત કરનાર ચાર ઘાતિકર્મો છે. બાકીનાં ચાર કર્મો નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય અઘાતિ છે. એને આત્મા સાથે સંગ નથી, શરીર સાથે સંગ છે. શરીર ઉપર મેહ હોય તે વેદના લાગે. આઠ કર્મમાંથી મેહનીય કર્મ મુખ્ય છે. બધાં કર્મ તેનો પરિવાર છે. મેહનીયને લઈને બધાં કર્મ બંધાય છે. ચારિત્રમેહ એ કષાય છે. વેદનીયકર્મ શરીર હોય ત્યાં સુધી રહે, પણ જેને મોહ નથી તેને શાતા અશાતા બધું સરખું લાગે. મેહનીય કર્મને લઈને વેદનીય લાગે છે. દશમે ગુણસ્થાનકે મેહનીયકર્મ ક્ષય થાય પછી બારમાના અંતે બાકીનાં ત્રણ ઘાતિ
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org