________________
સંગ્રહ ૪
૧૫ કરવાનું તો એ જ છે. સંસાર રાગદ્વેષથી વધે છે, માટે રાગદ્વેષ મહ છોડવા. તત્વની શ્રદ્ધા હોય તેને રાગદ્વેષ ઓછો થાય છે. રાગદ્વેષ છેડવાનું ભગવાને કહ્યું છે, અને રાગદ્વેષ કરે તે તે ધર્મ ન કહેવાય. કુદેવ, કુધર્મ અને કુગુરુની માન્યતા છે, તે હિંસા કરતાં પણ વધારે દુઃખનું કારણ છે, પાપનું કારણ છે. એમાં અનંતાનુબંધી પોષાય છે તેથી અનંતકાળ સુધી રખડવું પડે છે. મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનકમાં મોટામાં મેટું પાપ છે. એનું નામ શલ્ય એટલે ખૂચે એવું છે. જ્યાં કુદેવ આદિનાં સ્થાન હોય ત્યાં રહેવાથી, તેવા ભાવ થઈ જાય છે.
- પૂજ્યશ્રી–અહંકાર, મતિની મંદતા, કઠોર વચન, ક્રોધપ્રકૃતિ અને પ્રમાદ આ સમતિનો નાશ કરનારાં કારણે છે. “પ્રમાદને લઈને આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે.” (૨૫). એ પાંચ કારણે સમકિતની ઘાત કરનારાં છે. ભગવાનને હદયમાં રાખવા હોય તે કચરે કાઢી નાખવા પડે. શ્રદ્ધા થઈ હોય પણ એવા દેષ હોય તે જતી પણ રહે. અહંકાર થાય તે સમકિત જતું રહે.
પ્રશ્ન–અભિમાન થવાનું કારણ શું ? બધું છે તે પાકું.
પૂજ્યશ્રી–પાર નથી મળ્યું. મારું નથી એમ જેને હોય તે અભિમાન ન કરે. પિતાનું માન્યું હોય તે અભિમાન થાય.
સમ્યક્ત્વનાં પાંચ દૂષણ–૧. શંકા-મનમાં શંકા રહે કે હું કરું છું તે બરાબર હશે કે નહીં? લેક જાણશે તે હસશે, નામ પાડશે એમ લેકભય રાખે. ૨. કંખા અથવા ભેગરુચિ. ૩. આગામિક કાલની ચિંતા. ૪. કુશાસ્ત્રભક્તિ-જેમાંથી આત્મકલ્યાણ ન થાય એવાં કુશાસ્ત્રો વાંચવાથી પણ સમ્યક્ત્વને દોષ લાગે છે. પ. કુદેવની ભક્તિ.
સમ્યક્ત્વનાં પાંચ ભૂષણ કહે છે–૧. પ્રભાવના થવાની ભાવના, ૨. હેયને હેય અને ગ્રહણ કરવા ગ્યને ગ્રહણ કરવાગ્ય સમજે, ૩. ધીરજ, ૪. સમ્યકત્વપ્રાપ્તિમાં હર્ષ, ૫. તત્ત્વવિચારમાં પ્રવીણતા.
પ્રશ્ન-સમ્યક્ત્વ આવે ત્યારે શું થાય?
પૂજ્યશ્રી–જન્મમરણ છૂટવાનું થાય. જે જે જીવ મોક્ષે ગયા છે તે જ સમ્યક્ત્વ પામીને ગયા. એ વિના મોક્ષે ગયા નથી, સમ્યક્ત્વ આવે ત્યારે સુખ થાય. કૃપાળુદેવે કહ્યું છે કે “શ્રેણિકરાજા નરકમાં છે પણ સમભાવે છે, સમકિતી છે, માટે તેને દુખ નથી.” (ઉપદેશછાયા-૪)–દેડને દુખ છે પણ આત્માને નથી. દેવલોકનાં સુખ કરતાં આત્માનું સુખ વધારે માને છે. સમ્યકત્વને ઈન્દ્રિયસુખ પણ ન ગમે. જેણે એ માર્ગ જાણે છે, તે કહે છે કે અગ્નિમાં બળવું સારું, પાણીમાં ડૂબી જવું સારું પણ સમ્યફ વગર રહેવું સારું નહીં. ધિંગ ધણી માથે કિયારે, કુણ ગંજે નર બેટ, વિમલ જિન–
દીઠાં લેયણ આજ” (આ. ૧૩) સમ્યક્ત્વ આવે ત્યારે કઈ પણ પ્રકારને ભય ન રહે. નિર્ભય, નિઃશંક થઈ જાય, નિવિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org