________________
વંદ કુદેવને માને તેથી કુધર્મ થવાનું કારણ છે. વિરાધક જીવને સમ્યકત્વ થતાં વાર લાગે છે, સમ્યકત્વ ગમતાં પણ વાર લાગે છે. પુરુષાર્થ કરે આપણે હાથ છે. અનંત કર્યો છે. સમયે સમયે જીવ માં પરિણામ પરિવર્તન પામે છે. સમ્યગ્દર્શન એ બીજ છે. એ આવે તો ડાળી પાંદડાં ફૂટે, ફળ ફૂલ આવે. દિવસે દિવસે વૃદ્ધિ પામે છે.
પ્રશ્ન-સમતા રાખવી છે છતાં કેમ નથી રહેતી?
પૂજ્યશ્રી–સમ્યકત્વ બીજ રોપાયું નથી. એની જરૂર છે. પછી સહેજે સહેજે સમભાવ વધતું જાય છે. સાચામાં સમ્યક્ત્વ છે.
“સમકિતનું મૂળ જાણીએ છ, સત્ય વચન સાક્ષાત ; સાયામાં સમકિત વસે છે, માયામાં મિથ્યાત્વ
રે પ્રાણી ! મ કરીશ માયા લગાર.” (માયાની સજઝાય) સાચામાં સમતિ વસે છે. અને વૈરાગ્ય એ સમ્યગ્દર્શનનું મુખ્ય લક્ષણ છે.
( ૨૩ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૧૦, ૨૦૦૮ કૃપાળુદેવને દેડ છોડ્યાને પચાસ વર્ષ થયાં અને મોક્ષમાળા સોળ વર્ષથી ઉંમરે લખી હતી. એટલાં વર્ષ થયા છતાં લેકે જાણુતા પણ નથી કે મોક્ષમાળા શું હશે? સદ્ગુરુની કૃપા વગર સશાસ્ત્ર પણ હાથ ન આવે. ભગવાનની કૃપા થાય ત્યારે સદ્દગુરુને વેગ મળે છે.
સમ્યગ્દર્શન થયા પછી સંસાર–સાગર ગાયની ખરી જેટલો થઈ જાય છે, ભવભય મટી જાય છે. “અબ હમ અમર ભયે ન મરેંગે' એમ આનંદઘનજીએ ગાયું છે.
સમ્યકત્વ થયા પછી પુદ્ગલનું માહામ્ય લાગે ત્યારે સમ્યક્ત્વ જતું પણ રહે છે. જ્યાંસુધી ૮ શંકાદિ દોષ, ૮ મદ, ૬ અનાયતન, અને ૩ મૂઢતા એ ૨૫ દેષની નિમૅળતા ન થઈ હોય ત્યાં સુધી દેષ ઉત્પન્ન થવાનો સંભવ છે. શંકાકાંક્ષાદિ દેશે સમ્યક્ત્વને મલિન કરે છે. વિવેકને નાશ થાય ત્યારે વિષયકષાય સારા લાગે.
વિષય વિકાર સહિત જે, રથા મતિના યોગ;
પરિણામની વિષમતા, તેને વેગ અાગ.(૯૫૪) યોગ થયો હોય તે પણ ન થ હોય એવું થાય. કઠોર વચન બોલવાથી આત્મા પિતાનું ભાન ભૂલી જાય છે. “હું જાણું છું” એ જ અનંતાનુબંધી છે. બુદ્ધિની હીનતા હોય તે જ્ઞાનીનું કહેવું મનાય નહીં. પિતાનો આગ્રહ થઈ જાય પછી જ્ઞાની કહે તેય ન માને. મિથ્યાત્વને ઉદય હોય ત્યાંસુધી વસ્તુ વસ્તુરૂપે સમજાય નહીં. એ વિપરીતતા ટળે તે વસ્તુ વસ્તુરૂપે સમજાય છે.
દેહ પરથી વૃત્તિ ઊઠવી મુશ્કેલ છે. દેહભાવ છોડ્યો તે મેક્ષે ગયા છે. દેહભાવ રાખે તે સંસારમાં બંધાયા છે. આત્માને આત્મા જાણે અને પરને પર જાણે એ ધર્મનું પહેલું પગથિયું છે. પિતાનું પોતે ભૂલી સુખ માને છે. સુખની ઇચ્છા કર્યા કરે છે, પણ સુખનું ભાન નથી. પિતાને નથી ગમતું એવું જે દુઃખ તે જાય એમ સર્વ જીવ ઇચ્છે છે. “જેણે જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org