________________
૧૪૫
સંગ્રહ ૪ કાળી વસ્તુ ઉપર પડ્યું હોય તે કાળું દેખાય છે, પણ જે ઊંચું લઈ દેખીએ તે શ્વેત દેખાય છે. વિભાવથી રહિત આત્માનું સ્વરૂપ છે. સહજ સ્વરૂપ એટલે વિભાવથી રહિત સ્વરૂપ. આત્મામાં શુદ્ધાશુદ્ધની કલ્પના નથી, પણ કર્મના ચગે એમ કહેવું પડે છે. આત્મા આત્મા જ છે. ઘણીવાર કીડી મકેડી થયે, ઘણીવાર મનુષ્ય પણ થયે, પણ આત્મા કીડી મકેડી કે મનુષ્ય નથી.
સમ્યક્ત્વ થાય એટલી શક્તિ બધાને છે. પણ મિથ્યાત્વને લઈને તત્વવિચાર ભણી વૃતિ જતી નથી. મિથ્યાત્વને લીધે અનંતકાળ ગમે છે. ઘણી વખત અવધિજ્ઞાન (વિભંગ) આદિ પણ થયાં પણ આત્માનું ભાન ન થયું. મરણને ભય લાગતું નથી. જેને જાગૃતિ છે, એવા પુરુષથી જાગૃતિ આવે છે. પિતે સ્વચ્છ કરે તેથી જાગૃતિ ન થાય.
પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલંઘી હો જાય, જિનેશ્વર.” (આ. ૧૫) અંદર ગરજ હોય તે થાય. આત્માના વિચાર કરવા માટે આશ્રમમાં રહીએ છીએ. શરૂઆતમાં તે ત્યાગ કરીને વિચાર કરવાનું છે.
૨૦ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૧૦, ૨૦૦૮ [આજે શાંતિનાથનું સ્તવન બેલાયા પછી પૂજ્યશ્રીએ પૂછયું–એમાં શું આવ્યું ? પછી પોતે વિવેચન કર્યું.]
શાંતિસ્વરૂપ કેમ જાણીએ, કહે મન કેમ પરખાય રે ?” એવે પ્રશ્ન થયે એ ક્ષપશમલબ્ધિ છે.
ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કથા જિનવર દેવ રે;
તે તેમ અવિતથ સહે, પ્રથમ એ શાંતિપદ સેવ રે.” એનું ભાન થાય, અથત આ શુદ્ધભાવ છે અને આ અશુદ્ધભાવ છે એ ભેદ થાય, તે બીજી વિશુદ્ધિલબ્ધિ છે.
“આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે;
સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે.' સદ્ગુરુને યોગ થાય અને દેશના પ્રાપ્ત થાય એ દેશનાલબ્ધિ અને વિશેષ સમજાય એ પ્રાગ્યલબ્ધિ છે. અને પછી કરણલબ્ધિ આવે ત્યારે સમતિ થાય તે પ્રાપ્ત કરવા માટે
“દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુસંતાન રે;
જોગ સામર્થ ચિત્ત ભાવ જે, ધરે મુક્તિ-નિદાન છે.” એટલે કુસંગ તજી સત્સંગ કરવો. દર્શનમેડ ગયા પછી ચારિત્રમેહ રહે છે, તેને દૂર કરવા પુરુષાર્થ કરવાનું છે. ચારિત્રમેહ દૂર કરવા જોગ સામર્થ્ય એટલે વીર્ય કુરે તેથી ચારિત્રમેહ દૂર થાય. જેગ સામર્થ્ય એ મુક્તિનું કારણ છે. પછી આગળ દશા વધે છે ત્યારે સમભાવ આવે છે, ત્યારે મેક્ષ અને સંસાર બેઉ સરખા લાગે છે. પહેલાં તે મોક્ષની ઈચ્છા હતી, પણ હવે સ્વરૂ૫રમણતા થઈ તેથી બેઉ ઉપર સમભાવ આવ્યું.
ૐ જેની મેક્ષ સિવાય કઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહતી અને અખંડ
૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org