________________
૧૪ હું છું એમ માને છે. પોતાને ગમે એવી અવસ્થામાં રાગ કરે છે અને ન ગમે એવી અવસ્થામાં ઠેષ કરે છે. બાહ્યદષ્ટિ છે ત્યાં સુધી બાહ્યમાં રાગદ્વેષ થયા કરે છે. આ સંસાર રાગદ્વેષરૂપ જ છે, પોતાને કંઈ લેવાદેવા ન હોય તે પણ રાગદ્વેષ નકામા કરે છે. કલ્પના કનને સુખદુઃખ ઊભાં કરે છે. ગાય વાછરડા પર રાગ કરે છે–વાછરડું તેને કંઈ સુખી ન કરે, તોય તેના ઉપર રાગ કરે છે તેવું જીવ કરે છે. એ ટેવ સમજણ આવ્યું ઘટે. મારે આત્મા સાથે સંબંધ છે, દેહની સાથે લેવાદેવા નથી, તે શા માટે દેહ ઉપર રાગ કરું? સમરણ કરવાની ટેવ પાડવી. ઘડીયે ઘડીયે મનને તપાસવું કે શું કરે છે ? તે ખબર પડે. જન્મમરણને ત્રાસ લાગ જોઈએ. હઠ કરીને સ્મરણમાં ચિત્ત રાખવું. એમનું એમ ન થાય. જ્યારે ત્યારે પુરુષાર્થ કરશે ત્યારે જ થશે. જીવને બીજામાં રાગદ્વેષ કરવાની ટેવ પડી ગઈ છે. પર્યાયદષ્ટિ એ મિથ્યાષ્ટિ છે. “શરીર તે હું છું એ મોટી ભૂલ છે. એમાં ભેદજ્ઞાન નથી. શરીર ઉપર રાગ કરે તે અવિચાર છે, વિચારની ખામી છે. અવિચાર એ બધા અજ્ઞાનનું મૂલ છે. “કર વિચાર તે પામ.” વિચાર કરતું નથી. શરીર જુદું છે એમ એને ભાસતું નથી.
જેવાં નિમિત્ત મળે તેવા ભાવ થાય છે. પર પદાર્થ એ રાગદ્વેષ થવામાં નિમિત્ત છે. ચારિત્રમેહ રહે ત્યાં સુધી રાગદ્વેષ રહે છે. દર્શનમોહનીય ગયા પછી ચારિત્રમેહનીય રહે, પણ તે ઢીલું પડી જાય છે. ચારિત્રહના ઉદયે રાગદ્વેષ થાય છે એમ સમ્યકૂવી જાણે છે, તેથી તેને વધારવામાં તેની પ્રવૃત્તિ થતી નથી. રાગદ્વેષ થવામાં મૂળ કારણ ચારિત્રમેડ છે. બાહ્ય પદાર્થ કંઈ રાગદ્વેષ ન કરાવે. મહામુનિને બાહ્ય કારણ હોવા છતાં રાગદ્વેષ થતા નથી. ચારિત્ર મેહના ૨૫ ભેદ છે : ૧૬ કષાય અને ૯ નેક્ષાય.
સ્વરૂપાચરણ ન થાય ત્યાંસુધી ખરે વૈરાગ્ય હોતું નથી. અનંતાનુબંધી જાય ત્યારે સ્વરૂપાચરણ કરવાની શક્તિ પ્રગટે છે. એ વિના ચારિત્ર તે મિથ્યાચારિત્ર છે. પાંચ ઈન્દ્રિય અને મનને ન છતે અને છકાયની રક્ષા ન કરે એ બાર પ્રકારે અવિરતિ અથવા અસંયમ છે.
સદગુરુને એગ હોય, સાંભળવાનું હોય તેય જીવ માનતું નથી કે આત્મા મરતે નથી. ભૂતના પ્રસંગે પ્રત્યક્ષ જોયા છતાં, આત્મા મરતે નથી એમ થતું નથી. જાતિસ્મરણ થાય ત્યારે જાણે કે આ મારે પિતા હતો, કાકે હતું અને તેમાં ઊલટો મેહ કરે. અંદર કર્મ ફરે ત્યારે દશા ફરે. દર્શનમેહ ઓછો થાય ત્યારે એનું જ્ઞાન સવળું થાય છે.
પ્રત્યક્ષ દેખે છે તે પણ સમજતો નથી. ઘડીકમાં નાશ પામતા ધનાદિને દેખે છે, છતાં “મારું” માને છે. મરવાનું છે એમ જાણે પણ મનુષ્યભવમાં જે કંઈ કરવા જેવું છે તે ન કરે. કંઈક આત્મહિત કરી લેવું. એવું ભાન નથી. પરભવમાં જવું છે તેને માટે તે કંઈ કરતું નથી અને છોકરા વગેરે જે અહીં પડ્યા રહેવાના છે, છતાં તેઓને માટે પૈસા વગેરે કમાય છે. એ બધું મેહના ઉદયે થાય છે.
૧૯ શ્રીમદ્ રા. આ. અગાસ, ચિત્ર વદ ૯, ૨૦૦૨ આત્માનું સ્વરૂપ તે સહજ સ્વરૂપ છે, કર્મને લઈને વિભાવરૂપ છે. જેમ સ્ફટિકરત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org