________________
૧૪૩ જેમ બને તેમ ઓછા કરવા. નકામાં માથાં મારવાં નહીં. તેમાંથી વૃત્તિ ઊઠે–આરંભપરિગ્રહ ઝેર જેવા લાગે ત્યારે વૃત્તિ સન્શાસ્ત્રમાં રહે. બધેથી રુચિ પલટાવવાની છે. આરંભ પરિગ્રહથી વૃત્તિ પાછી વાળવી એ બહુ અઘરી વાત છે.
એક મુનિ હતા. તેઓએ પાસે એક મહેર રાખી હતી. તેથી તેઓ પરિગ્રહત્યાગ સંબંધી ઉપદેશ કરી શકતા નહીં. ઘણી વસ્તુ હોય તે જ જીવને ખેચે એમ પણ નથી,
ડી પણ ખેચે છે. કારણ કે છેડી તે થોડી, પણ નમૂને તે એ છે, સંસારમાં વૃત્તિ રખાવે એવી જાત છે.
પર્વના દિવસે જીવને જે પહેલાં સાંભળ્યું હોય તે તાજું થાય છે. આપણાં અહેભાગ્ય કે ભક્તિ ને સત્સંગને વેગ મળે. નહીં તે કૃપાળુદેવ લખે છે કે “ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયાં છે.” (૧૭૬) કંઈ ન થાય તે સ્મરણમાં રહેવું. શક્તિ છે ત્યાં સુધી એમાં વૃત્તિ રાખવી.
જ્ઞાનીએ જાણ્યા એ મારે આત્મા છે એ ભાવના રાખવી, અને સશાસ્ત્ર વાંચવા વિચારવાનો નિયમિત વખત રાખવો. કૃપાળુદેવ મને જ કહે છે એ લક્ષ રાખીને વચનામૃત વાંચવું. મારે ઘેર જ કૃપાળુદેવ આવ્યા છે એમ જાણવું.
- ૧૭ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૬, ૨૦૦૮ પિતાના રાગદ્વેષભાવથી કર્મ બંધાય છે. કર્મના ઉદયથી સુખદુઃખ થાય છે. શુભકર્મ હોય તે સારું ફળ આપે, અશુભ હોય તે અશુભ ફળ આપે. ભાવને લઈને કર્મ બંધાય છે. ઇચ્છા થાય એથી કર્મ બંધાય છે. ઈચ્છા ન કરવી હોય તો ન થાય. ઇચ્છા કરવાની ટેવ પડી ગઈ છે. ઈચ્છા રેકવા તપ કરવાનું છે.
“ઈચ્છાધન તપ નમો, બાહ્ય અંતર દુર્ભદેજી;
આતમસત્તા એકતા, પરપરિણતિ ઉચ્છેદે.” (નવપદ પૂજા) કર્મ બંધામાં હોય પરંતુ ભાવ ફરે તે કર્મ પણ ફરી જાય. સારાં નિમિત્ત રાખવાં. કર્મ ઉપર રાગદ્વેષ કરવા મિથ્યા છે કારણ કે પિતે જ કરેલાં છે. રાગદ્વેષ કરે છે એ મિથ્યાચારિત્ર છે. નકામી ચિંતા જીવને દુઃખી કરે છે. કામને સંક૬૫ કહ્યો. સંકલ્પને લઈને કામ થાય છે. સંકલ્પ જેણે ક્યા એને કર્મ–ઈષ્ટ અનિષ્ટ – ઘણાં રેકાય છે. કૃપાળુદેવે લખ્યું છે કે “ભેગના વખતમાં યંગ સાંભરે એ હળુકમનું લક્ષણ છે.” (૨૧-૩૯). આત્મા જાણે હોય તે આત્મામાં રમણતા રહે. ન જાણે હોય તે યોગ્યતા આવ્યું વૃત્તિ રોકાય તે વિચાર જાગે. ઠેકાણે ઠેકાણે વૃત્તિ રહે તે વિચાર ન આવે, નવરે પણ ન થવા દે. શારીરિક ફાયદા બ્રહ્મચર્યાથી થાય છે. મનની અસર શરીર ઉપર પણ થાય છે. પુરુષાર્થ કરે તે કષાય ઉપશાંત થાય છે. જાણવાયેગ્ય આત્મા છે. આત્મા સ્વપરપ્રકાશક છે–પિતાને જાણે પરને પણ જાણે. આત્માને જાણ્યો તેણે સર્વે જાણ્યું, મેડ ભૂલ કરાવે છે._
૧૮ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૭, ૨૦૦૮ રાગદ્વેષનું કારણ પર્યાયદષ્ટિ છે. પર્યાયદષ્ટિ છે તેથી મૂળદ્રવ્યનું ભાન નથી. શરીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org