________________
સંગ્રહ છે.
૧૩૯ નવ તત્વ પણ કહેવાય છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. જીવ-અજીવમાં એ નવે તવને સમાવેશ થઈ જાય છે. તેથી જીવ અને અજીવ એ બેની શ્રદ્ધા કરવાની છે. જે શ્રદ્ધા હોય તે દુઃખ ન થાય. જીવ ચૈતન્ય છે, એ મુખ્ય છે. જડ જુદું છે; એમ જાણે તે રાગદ્વેષ ન થાય.
હું સ્ત્રી, હું પુરુષ, હું નાનો, હું મોટો એ બધું રાગદ્વેષ થવાનું કારણ છે. હું ચૈતન્ય છું, દેડથી ભિન્ન છું, એમ જાણવું પ્રજનભૂત છે. મિથ્યાત્વ કેવું છે? એ જાણે તે છૂટે. સંસારમાં જીવે ઘણું દેડ ધારણ કર્યા છે એ આ મનુષ્યદેહ પણ ધારણ કર્યો છે. શરીરમાં જીવ છે, એને કર્મનિમિત્તે બધી પુદ્ગલની વર્ગણા વળગી છે તેથી આ મનુષ્યપર્યાય થયે છે. પણ હું મનુષ્ય નહીં, તેમાં રહેલે તે હું જ છું એમ વિચારે તે મિથ્યાત્વ ઘટે. પરંતુ દેહ તે હું, દેહ મારે છે, દેહને થાય તે મને થાય છે, વિષય-કષાય મારા છે, એમ અહંભાવ-મમત્વભાવ કરે તેથી મિથ્યાત્વ વધે.
૧૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૩, ૨૦૦૮ મિથ્યાત્વને જાણે તે મિથ્યાત્વ ટળે. તેથી તેનું સ્વરૂપ કહે છે –
સંસારી જીવે અનાદિકાળથી અનેક દેહ ધારણ કરે છે. દેહમાં બે વસ્તુ છે ઃ એક જીવ અને બીજી પુદ્ગલ. કર્મના નિમિત્તે શરીરની વર્ગણા ગ્રહણ કરી, તે હું છું એમ માને છે, આત્મા અને દેહ બે જુદા છે તેને એક માને છે, તે મિથ્યાત્વ છે. આત્મામાં વિભાવ (ક્રોધાદિક કર્મજનિત ભાવ) થાય છે તેને પોતાના માને છે તે પણ મિથ્યાત્વ છે. આત્માના પ્રદેશ શરીર વધે ત્યારે ફેલાય છે અને શરીર ઘટે ત્યારે સંકેચાય છે, એમ શરીર પ્રમાણ રહે છે. બે પદાર્થ છે તેને જુદા માનતો નથી તે મિથ્યાત્વ છે. શરીરની ક્રિયાને અને આત્માની ક્રિયાને એક માને છે–સેળભેળ ખીચડો કરે છે–તે મિથ્યાત્વ છે. દેહમાં મન, ઈન્દ્રિય વગેરે છે તેને હું માને છે. આત્માનું જ્ઞાન મન અને ઈન્દ્રિયને આધારે પ્રવર્તે છે. જાણે છે, જુએ છે, સાંભળે છે, સૂંઘે છે, ચાખે છે, સ્પર્શે છે તેમાં આત્માનો ઉપયોગ તે ભાવ છે અને પુદ્ગલરચના છે તે દ્રવ્ય છે. દ્રવ્યમન આઠ પાંખડીવાળા કમળ જેવું છે અને ભાવમન તે આત્મા છે. તેવી રીતે આંખની રચના તે દ્રવ્યઆંખ છે અને જેવાને ઉપગ તે ભાવ આંખ છે. એમ પાંચે ઈન્દ્રિયનું જાણવું. પિતાનું શું છે? અને પારકું કેટલું છે ? તેને વિવેક નથી, એનું નામ મિયાત્વ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ એ પુદ્ગલના ગુણપર્યાય છે, જાણવું એ આત્માને ગુણ છે તેને ભેદ નથી રહેતો એ મિથ્યાત્વ છે.
જે જે કુળમાં ઊપજે ત્યાં ત્યાં હું માને છે. શરીરના ઉત્પત્તિ-નાશને પિતાના જન્મમરણ માને છે. આત્મા શાશ્વત છે તે મનાતું નથી. પર્યાયબુદ્ધિથી મનુષ્ય, હાથી, પશુ એમ પિતાને માને છે, અંદર આત્મા છે, તેનું ધ્યાન નથી. ઉપરથી શરીરને જોઈને માતા, પિતા, સ્ત્રી આદિ માને છે. શરીરને આધારે બધો સંસાર છે. આત્મા જે મુખ્ય વસ્તુ છે તેનું ભાન નથી. “હું જાણું છું તેમાં પણ શરીર જે દેખાય છે તેને હુંપણે માને છે. નથી દેખાતે એવો જે અરૂપી આત્મા છે તેનું સ્વરૂપ ભાસતું નથી. આત્માની જગ્યા શરીરે લીધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org