________________
સપ્રહ ૪
૧૩૭ અસંયમ એ ઈચ્છા થવાનાં કારણે છે. માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફસંયમ કરવાં, તે ઈચ્છા મટી સુખ થાય.
પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું. સમજણ ફરે તે ઈચ્છા જાય છે. સત્સંગ એનું સાધન છે. સત્સંગ કરે અને ઈચ્છા રેકે તે સુખી થાય. મેહનો ક્ષય કરે ત્યારે સાચું સુખ પ્રગટે, કેવળજ્ઞાન થાય. ત્યાર પછી અઘાતકર્મ પણ ક્ષય થાય ત્યારે સંપૂર્ણ સુખી થાય.
૧૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૧, ૨૦૦૮ મેહને ક્ષય થવાથી ઈચ્છા ઉત્પન્ન થતી નથી. ઈન્દ્રિયોથી અધૂરું જ્ઞાન થાય છે, પણ આત્માથી તે પૂર્ણ જ્ઞાન થાય છે. અત્યારે આત્મા ઉપર આવરણ છે તેથી ઈન્દ્રિયોથી જાણે છે. સંસારનાં કારણે મીઠાં લાગે, મોક્ષનાં કારણે અપ્રિય લાગે, એવી અવળી માન્યતા તે મિથ્યાત્વ છે. મેહને લઈને દુઃખ થાય છે, મેહ દૂર થાય તે સુખ છે. આત્મા નિરાવરણ થાય તે પરિપૂર્ણ સુખી જ છે. દુઃખ દૂર કરવાને ઉપાય સમ્યગ્દર્શન છે. ભગવાને છ દ્રવ્ય કહ્યાં છે તેની આપણે ઓળખાણ કરવી છે. જેવું પદાર્થનું સ્વરૂપ છે તેવું માનવું તે સમ્યદર્શન છે. અવળું માનવું અને મને સમજાયું છે તે સાચું છે એ આગ્રહ તે મિથ્યાદર્શન છે. જે પ્રજનભૂત નથી તેને ન જાણે કે મિથ્યા જાણે તે હાનિ નથી પરંતુ પ્રજનભૂતને યથાર્થ જાણે તે સમ્યગ્દર્શન થાય. સમ્યગ્દર્શન થાય તે સુખી થાય છે. કલિંગી મુનિ અગિયાર અંગ ભણે તે પણ તેને સમ્યગ્દર્શન ન હોય, દેહાધ્યાસ ન છૂટે; અને તિર્યંચને પણ દેહથી હું ભિન્ન છું એમ શ્રદ્ધા થાય તે સમ્યગ્દર્શન થાય છે. જ્ઞાનના ક્ષપશમ માત્રથી નહીં, પરંતુ દર્શનમોહ જવાથી સાચી શ્રદ્ધા થાય છે, ત્યારે સમ્યગ્દર્શન થાય છે.
દેહભાવને પિષવા માટે કંઈ ન કરવું. દેહભાવ છોડવાને છે. શરીર પાસે ભક્તિનું કામ કરાવી લેવું. “મેક્ષમાળા” મેઢે કરવા જેવી છે, મોક્ષનું બીજ છે. જગતના ભાવમાંથી વૃત્તિ ઉઠાડવી. જેને આગ્રહ હોય તેને સાચી વસ્તુ હાથ ન આવે. અંતરંગ જેનું ચેખું હોય તેને સાચી વસ્તુ પરિણમે. આપણા ભાવ સુધારવા માટે કરવાનું છે. અરે ત્યાગ તે અંતરત્યાગ છે. જે વસ્તુને મનમાંથી ભાવ ઊઠી ગયો એટલે ત્યાગ થયે. બાહ્યત્યાગ પણું અંતરત્યાગ થવા માટે છે. જ્યાં સુધી બાહ્યત્યાગ ન થાય ત્યાં સુધી (નહીં ત્યાગેલી વસ્તુએની ઇચ્છા રહે છે તેથી જ્યાં જ્યાં વસ્તુઓ તૈયાર થતી હોય તે બધું પા૫ આપણને લાગે. જ્ઞાનીએ કહ્યું તે સાચું માનવું, તે છુટાશે. આપણી બુદ્ધિ આગળ ન કરવી. જ્ઞાનીએ કહ્યું તે સાચું છે, એમ રાખવું.
ગ૭મતનું કારણ અજ્ઞાન છે. જ્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન અને અહંભાવ-મમત્વભાવ છે ત્યાં સુધી સાચું સાધુપણું ન ગણાય. વેષથી કંઈ સાધુપણું ગણાય નહીં. આ ટુંડાવસર્પિણી કાળ છે તેથી ધર્મમાં ઘણું વિન્નો આવે છે. મૂળ વસ્તુ પર લક્ષ જાય તેને કશે ઝઘડો નથી. જેવા જે તે એક આત્મા છે. પારકી પંચાતમાં પડે તે પાર ન આવે. * ૫. ટોડરમલછવિરચિત મોક્ષમાર્ગ પ્રકાશક અધ્યયન ૪
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org