________________
૧૩૨
બેધામૃત પ્રયત્ન કરે. પિતે જૂઠું બોલતે હોય તે હું એકલે જ ક્યાં જવું બોલું છું, જગતમાં ઘણું બેલે છે એમ ન કરે તે અપક્ષપાતતા છે.
હું દુઃખી છું, મારે મોક્ષની જરૂર છે, જ્ઞાની કહે તે મારે કરવું છે એ ચિત્તશુદ્ધિ છે. લૌકિકભાવ છોડીને આત્માને તારવાને ભાવ તે ચિત્તશુદ્ધિ છે. આત્મામાં જૈનપણું, વૈષ્ણવપણું, સાંખ્યપણું નથી. ઠેઠ આત્મા સુધી પહોંચવાનું છે. મને વ્યવહાર સમકિત છે એમ કરી અટકી ન રહેવું. આત્મા કર્મથી અવરાયેલે છે, તેથી પ્રગટ થતું નથી. સદ્દગુરુનું વચન સાંભળવું, માનવું એટલે પ્રતીતિ કરવી એ વ્યવહાર સમકિત છે. અંતરંગ કર્મ માર્ગ આપે, સાત પ્રકૃતિ જાય ત્યારે નિશ્ચય સમતિ થાય છે. અનંતાનુબંધી એટલે સાચા ધર્મ પ્રત્યે અભાવ. જ્ઞાની કંઈ કહે ત્યારે ક્રોધ આવે, હું સમજું છું, એમ થાય તે અનંતાનુબંધી ક્રોધ તથા માન છે. અને ઉપરથી તમે કહે છે તે જ હું માનું છું એમ જણાવવું એ અનંતાનુબંધી માયા છે. ધર્મ કરી મોક્ષ ન ઈચ્છતાં પુત્ર, દેવલેક આદિની ઈચ્છા કરે તે અનંતાનુબંધી લે છે. જેમ મહાપુરુષો મેક્ષે ગયા તે રસ્તે આપણે નહીં, નાહવું ધોવું વગેરે કરતા હોય તેને જ ધર્મ માને તે મિથ્યાત્વ મેહનીય, બટાને માને અને સાચાને પણ માને તે મિશ્ર મેહનીય. સાચી વસ્તુ માન્ય કરવા છતાં આત્મા આમ હશે કે આમ? અમુક તીર્થંકર અમુક પ્રતિમાને વિશેષ માનવા, એવા પ્રકારના ભાવો છે તે સમ્યક્ત્વમેહનીયના દષ્ટાંતે છે.
બધા કર્મોમાં મેહનીયકર્મ મુખ્ય છે. જેવો કર્મને ઉદય હોય તેવો જીવ થાય છે. મેહને લઈને દુઃખ થાય છે. જીવને વસ્તુ ઉપર મોહ છે તેથી વસ્તુઓ સાંભરે છે. મેડ ચિંતા કરાવી કર્મ બંધાવે છે. આત્મા ન ભુલાય એટલી સંભાળ રાખવી. પરવસ્તુમાં જેટલી આસક્તિ હોય છે, તેટલું દુઃખ લાગે છે. મેહને લઈને પરવસ્તુમાં ચિત જાય છે તે કર્મ બંધાવે છે. માટે સાવચેતી રાખવી. ચારે ગતિમાં મોડ છે. ક્યાંય ચિત્ત રાખવું નથી. જગતના પદાર્થો છે, તે આત્મા પણ એક પદાર્થ છે. તેને જગતની સાથે કંઈ સંબંધ નથી. આસક્તિને લઈને ભવ ઊભા થાય છે, માટે આસક્તિ ન કરવી. પિતાનું નહીં તેને પિતાનું માને તે મિથ્યાત્વ છે.
શરીર પિતાનું નથી. આત્મા શરીર નથી. આસક્તિ છૂટે તે જન્મમરણ ટળે. દેહ મારે નથી. દેહરૂપ સાધનથી હવે છૂટવાનું કામ કરવાનું છે. શુભાશુભ ભાવ હવે કરવા નથી. શુદ્ધભાવ કરવાનું છે. બધું ભૂલવાનું છે. દેહભાવ છોડવાને છે. કૃપાળુદેવ લખે છે કે “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (૨૫૫) કેટલે અભ્યાસ! આ ભવમાં કેટલાંય કપડાં પહેર્યા તેને હવે સંભારતા નથી, તેમ દેહને સંભાર નથી. શુદ્ધભાવમાં રહેવું. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તવું તે કર્મ છૂટે. “કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા ગ્ય નથી.” (૪૬૦).
૮ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૧૨, ૨૦૦૮ કૃપાળુદેવના ગુણગ્રામ, ભક્તિ અને તેમનાં વચનમાં ચિત્તની લીનતા કરવાની જરૂર છે. ભક્તિ કરે તેને સદાચાર રાખવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org