________________
સંગ્રહ ૪
૧૩૧
પૂજ્યશ્રી–એટલી વિચારની ખામી છે. કેટલાક જીવોને અગ્ય કાર્ય કરતાં પ્રથમ વિચાર નથી આવતે અને પાછળથી પશ્ચાત્તાપ પણ નથી થતું. કેટલાકને પ્રથમ વિચાર નથી આવતો પણ પાછળથી પશ્ચાત્તાપ થાય છે. કેટલાકને પહેલાં વિચાર થાય કે આ મારે કરવા ચોગ્ય નથી છતાં પરાધીનતાને લીધે કરે, પછી પશ્ચાત્તાપ કરે છે. જીવ ભવભીરુ હોય તેને કષાય ભાવ થવા લાગે ત્યારે આ સારા છે એમ ન થાય. એ કાર્ય સારું નથી છતાં એમ શા માટે થયું? એમ તેને મનમાં થાય. પછી વિચાર કરે કે કેઈને દોષ નથી, મારા કર્મને દેષ છે. તેથી આગળ વાદ, પ્રવાદ કે ઝઘડા થતા નથી.
કામ, માન અને ઉતાવળ એ મોટા દોષે છે. દરેક કામ કરતાં તથા બોલતાં ઉતાવળ ન કરવી. વિચાર કરીને બોલવું. આ હું બેલું છું તે હિતકારી છે કે નહીં? એમ વિચાર કરીને બેસવું. થોડુંક થતું હોય તે થોડું કામ કરવું પણ સારું કામ કરવું. ઉતાવળ ન કરવી. વિચારની ખામી છે.
૬ શ્રીમદ્ રા. આ. અગાસ. ચૈત્ર સુદ ૧૦, ૨૦૦૮ “દેહ તે હું નહીં” એમ થવું જોઈએ. તેને બદલે ઊલટું જાણે છે તે મિથ્યાત્વ છે. જડચેતનને એક માને છે, પુદ્ગલસંગમાં અહંભાવ કરી બેઠે છે, મમતા થઈ ગઈ છે, એ તાદામ્ય અધ્યાસ છે. “સર્વ વિભાવપર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી એક્યતા થઈ છે, તેથી કેવળ પિતાનું ભિન્નપણું જ છે.” (૪૯૩). પુદ્ગલને સંગ થયે છે તેને હુંપણે માને છે. મનુષ્યપર્યાયમાં મારાપણું થઈ ગયું છે. જ્ઞાનાદિ આત્માના ગુણે છે. રાગદ્વેષ એ વિભાવ છે, તે પિતાનું મૂળ સ્વરૂપ નથી. હું ગેરે છું, કાળો છું” એ બધાય પુદગલના પર્યાય છે. જેવી અવસ્થા થાય તે પોતાને માને છે. અનાદિ સ્વપ્નદશા છે તેથી અહેભાવ મમત્વભાવ થઈ ગયો છે. સ્વપરને વિવેક નથી તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વને તીવ્ર ઉદય હોય ત્યારે બધું ઊલટું સમજાય છે. સમજણ ફરે તો સમ્યગ્દર્શન થાય. મિથ્યાત્વ મંદ પડે ત્યારે એ થાય છે. અને ત્યારે જ રુચિ થાય છે. જે સંગ હોય તે રંગ લાગે. પુદ્ગલ ને જીવ જુદા છે. યથાર્થ જ્ઞાન હોય તે ભેદ પડે. પરાભક્તિ એટલે ભગવાન અને પિતામાં ભેદ ન રહે. તે જ્ઞાનદશા જ છે. અનંતાનુબંધી જાય ત્યારથી વીતરાગતા પ્રગટે છે. સમ્યગ્દર્શન છે ત્યાં અંશે વીતરાગતા છે. સંસારમાંથી વૃત્તિ ઉદાસીન થાય ત્યારે પરમ વીતરાગ એટલે જેણે ચૈતન્યસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તેનામાં જોડાય, લગ્ન થાય. જગતના બધાય પદાર્થોથી વૃત્તિ ઊઠી શુદ્ધસ્વરૂપમાં પ્રીતિ થાય છે. સ્વયંવરમાં જેમ કન્યા જે વર પિતાને ગમે તેના ગળામાં હાર નાખે છે, તેમ જગતના પદાર્થો ન ગમે ત્યારે ભગવાનમાં પ્રીતિ થાય. આસક્તિ ફેરવવા માટે ભગવાનને પતિ કહ્યા છે.
૭ શ્રીમદ્ રા. આ. અગાસ. ચૈત્ર સુદ ૧૧, ૨૦૧૮ પિતાના દોષ જોવામાં અપક્ષપાતતા એટલે શું? પિતે ક્રોધ કરતે હોય તે કોધને સારે ન માને. દેશને બેટે જાણે અને કાઢવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org