________________
૧ર૯
સંગ્રહ ૪ સમ્યગ્દષ્ટિને આજ્ઞા આરાધવાને જ લક્ષ રહે છે. વીશ દેહા બોલતી વખતે મન બહાર ફરતું હોય તે બેલવું બંધ કરવું. ફરીથી મન સ્થિર કરીને બેસવું. ધર્મ ન કરે અને ધર્મ ગણાવે છે તે દંભ છે. સાચું કરવાનું છે. મન સ્થિર કરીને કરવું. એટલે આત્મા જોડાય તેટલે લાભ છે. ન બને તે બેટાને બેઠું માનવું. મારે સાચું કરવું છે અને સાચું માનવું છે એમ રાખવું.
૩ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૭, ૨૦૦૮ મનુષ્યભવમાં આત્માનું કરવું છે. તે પોતાની મેળે ન થાય. કૃપાળુદેવની આજ્ઞાથી કરવું. જગત ઉપર પ્રેમ છે તેના કરતાં અનંતગણે પ્રેમ કૃપાળુદેવ ઉપર કરવાને છે.
પર પ્રેમ–પ્રવાહ બ પ્રભુસે, સબ આગમ–ભેદ સુઉર બસેં;
વહ કેવલો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભી બતલાઈ દિયે.” પૂર્વ પ્રારબ્ધ આવી પડ્યું હોય, પણ એક ક્ષણ નકામી ન જવા દેવી. વાંચવા વિચારવાનું રાખવું. કૃપાળુદેવને મારે જાણવા છે, એવી ભાવના રાખવી. “કૃપાળુદેવ મને જ કહે છે એ લક્ષ રાખીને વાંચવું વિચારવું. વાંચવાનું વધારે રાખવું. એથી આત્માને શાંતિ થાય છે. એકાંતની જરૂર છે. પાસે પુસ્તક હોય તે લાભ લઈ લે.
આરોગ્યતા સાચવવી તે વિચક્ષણતા છે. જેટલી જેટલી સમજણ છે, તે તે પ્રકારે ચારે બાજુ જોઈને વિચક્ષણ પુરુષ પગલું મૂકે છે. “પુદ્ગલજ્ઞાન પ્રથમ લે જાણુ, નરદેહે પછી પામે ધ્યાન.” (૧૦૭) પુદ્ગલને પણ પરિચય જાણ, વિવેકપૂર્વક ગ્રહણ કરે તે હિત થાય. વૈરાગ્યની ખામી છે. પુગલનું જ્ઞાન કરીને પણ વૈરાગ્ય કરવાને છે. જરૂર પડતું જે કરે તેમાં બહુ ઉપાધિ ન થાય. જેટલી આસક્તિ તેટલી વધારે ઉપાધિ, વૈરાગ્ય હોય તે આસક્તિ ન થાય. “કલ્પિતનું આટલું બધું માહાઓ ?” (૫૭૬). પણ જીવને કલ્પિત નથી લાગતું. “મારું માને છે. જ્ઞાનીને કલ્પિત લાગે છે. જેમ વિચાર ફરે તેમ આખું જગત ફરે. બધાને આધાર સમજણ છે. વસ્તુનું સ્વરૂપ સમજાય તે દુઃખમાં પગ ન મૂકે. આત્માથી પણું આવે અને સદ્દગુરુને બંધ થાય તે સમજણ ફરે. એ વિના સ્વચ્છ વિચાર કરવાથી લાભ ન થાય. સદ્દગુરુના લક્ષ વિના બધું અવળું છે. એણે કહ્યું તે કરવું છે, એ લક્ષ રહે તે સવળું થાય. કૃપાળુદેવ ઉપર જેટલો પ્રેમ વધે તેટલે પ્રેમ વધારવાને છે. જ્યાં સ્વરૂપ પ્રગટ છે તે ગમે તે મિથ્યાત્વ ખસે. - પ્રમાદ એ થાય, આત્માનું હિત થાય તેમ કરવું. રેજ તપાસવું કે પ્રમાદ એ છો થાય છે કે નહીં? ધર્મ ગમે નહીં તે પ્રમાદ છે, ધર્મની અનાદરતા તે પ્રમાદ છે, ઉન્માદ એટલે વગર વિચારે વર્તવું તે પ્રમાદ છે, પાંચ ઇન્દ્રિયેના વિષયમાં વર્તે તે પણ પ્રમાદ છે, પરવસ્તુઓમાં જીવને પ્રેમ છે તે પ્રમાદ છે. ચાર કષાય, વિકથા, ઊંઘ તે બધાં પ્રમાદ છે. આ બધાં ભાવમરણનાં કારણે છે. પ્રમાદથી વૃત્તિ પાછી હઠે તે વિચાર આવે. મારે દહાડે શામાં ગયો? એ તપાસે, ભૂલ થઈ હોય તે કાઢે તે પ્રમાદ જાય. દહાડા ઉપર દહાડા ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org