________________
સંગ્રહ ૪
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ,
ચેત્ર સુદ ૪, ૨૦૦૮ સવારના સાડા ત્રણ વાગે ઊઠવું, અને ગોખવું, ફેરવવું. સૂતી વખતે તપાસવું કે આપણે શું કરવા આવ્યા છીએ અને શું કર્યું છે? એમ રેજ તપાસવું. તેથી દોષ હોય તે પકડાય કે આજ હું ક્યાં ઊભે હતો? કયાં વાત કરી હતી? એ કામ ન કર્યું હોત તે ચાલત? એમ વિચારવું. એમ કરવાથી બીજે દિવસે દેષ ન થાય. સૂતી વખતે આટલું તે જ નામું મેળવવું. જેમ દુકાનદાર સાંજે નામું મેળવે છે, તેમ આપણે એનું નામું મેળવવું
૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૫, ૨૦૦૮ પુણ્યને ઉદય હોય ત્યાં સુધી સત્સંગ મળે છે. સત્સંગથી પ્રાપ્ત થયેલી આજ્ઞા આરાધે તે કયાણ થાય. માર્ગ મળ્યા પછી ચિત્ત તેમાં રાખવું. પરભવનું ભાથું છે. કર્યું તેટલું સાથે આવશે. રોજ વાંચવું, વિચારવું. ત્રણે પાઠ (વીશ દેહરા, યમનિયમ, ક્ષમાપના) મેઢે કરવા.
સવારમાં કેવું અને સાંજે કેવું! એમ જગત ફરે છે. પણ આત્મા તે એ ને એવે જ છે. દેહમાં આત્મા છે, એને ન ભૂલ. એને અભ્યાસ મનુષ્યભવમાં થાય છે. જીવ દેખે છે અને ભૂલે છે. સત્સંગમાં સાંભળે છે કે દેહની કાળજી ન રાખવી, તે વખતે એને થાય કે ન રાખવી, પણ પછી ભૂલી જાય છે. એમ ભુલાવે થતું આવ્યો છે. આત્માને સંભાળ. વૈરાગ્યની જરૂર છે.
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.” બધું નાશવંત નાટક જેવું છે. આયુષ્ય છે ત્યાંસુધી જુએ છે, પછી નાટક બંધ. સત્સંગને લાભ લઈ લે. પંચપરમેષ્ઠી સમતિ થયા પછી કહ્યા છે. ત્યાંસુધી ન હોય. સહ જાત્મસ્વરૂપ પૂજ્ય છે. એ વગરનું સાધુપણું પૂજ્ય નથી. “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હેય.” સમ્યક્ત્વ એ ધર્મને પ્રાણ છે. દી ચીતર્યો હોય પણ તેથી કંઈ અજવાળું ન થાય. નામ માત્ર છે. કૃપાળુદેવ લખે છે કે, “આખું જગત સોનાનું થાય તે પણ અમને તૃણવત્ છે.” (૨૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org