________________
બેધામૃત
૩૯ શ્રી રાજમંદિર, આહાર, ફાગણ વદ ૧, ૨૦૦૮ પિતાની ઈચ્છાએ ન વર્તતાં જ્ઞાનની આજ્ઞાએ વર્તવું છે અને તેમાં વિહ્મરૂપ જે પ્રતિબંધ હોય તેને ત્યાગ. આત્મહિત ન ચૂકવું. જ્ઞાનીએ કહ્યું કે આત્મા જાણ્યા સિવાય કલ્યાણ નથી. પહેલેથી જ કરી રાખ્યું હોય તો સમાધિમરણ થાય. સત્સંગે સમજણ પડે કે આથી મારું હિત છે. ગમે તેટલાં દુઃખ હોય પણ મારે સત્સંગ કરે છે એવી ભાવના રાખવી. મનુષ્યભવમાં જે કંઈ કરવાનું છે તે કરી લેવું. પછી ન થાય. જ્ઞાનીએ આત્મહિત થાય એ માર્ગ કહ્યો છે. એકાન્ત નથી. સત્સંગ વિના એનો આશય સમજાતું નથી. જેથી હિત થાય તે કરવું. સમજાય ન સમજાય તે પણ સત્સંગ હિતકારી છે. ઘણે પરિચય થાય તે જ્ઞાનીનું કહેવું સમજાય કે સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. સપુરુષને બેય સાંભળવામાં વૃત્તિ રાખે તે કર્મ ખંખેરાય છે. પિતાની સમજણે ખેંચાખેંચ કરતાં અટકવું. કઈ વસ્તુ એકાંતે ખરાબ કે સારી નથી. ગંધાતા કૂતરા જે દેહ છે. દેહમાં કશું સારું નથી, છતાં દેહમાં રહેલે આત્મા તે અપૂર્વ છે. તેની ઓળખાણ કરવાની છે. જ્ઞાનીએ કહ્યું છે તેમાં જ મારું હિત છે એમ કરી તેમાં મંડી રહે તે સમ્યક્ત્વ થશે, બધું થશે. “કંઈ નથી જાણત, જ્ઞાની જાણે છે.”
અધમાધમ અધિકે પતિત સકલ જગતમાં હુય.” એ કરવાનું છે.
જ્ઞાનીના આત્માની પવિત્રતા છે તે સમજવાની છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી આત્મા મલિન છે. જ્ઞાની અને અજ્ઞાની બન્નેને કર્મ હોય છે પણ જ્ઞાનીને વાસના નથી, આ લેકની અલ્પ પણ સુખેચ્છા નથી અને અજ્ઞાની વાસનાવાળે છે. પુરુષથી કલ્યાણ છે. એ વિના નથી. જેથી આત્મહિત થાય તે કરવાનું છે. બધેથી વૃત્તિ ઉઠાવવી તે ત્યાગ છે. ભલે બાહ્યથી ન થાય પણ ભાવના તે ત્યાગની જ રાખવી. શાશ્વત શ્રદ્ધા એટલે કદી ફરે નહીં એવી શ્રદ્ધા અથવા ક્ષાયિક સમકિત. જે કરવું છે તેમાં જ ચિત્ત લીન રહે એવું કરવાનું છે.
નિશદિન નનમેં નિંદ ન આવે, નર તબ હિ નારાયન પાવે.” આટલે ભવ ભક્તિમાં જ ગાળ છે. ભક્તિમાં આનંદ આવશે.
શ્રી આચારાંગમાં કહ્યું છે, “એક આત્માને જાણતાં સમસ્ત કાલકને જાણશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે” (૬૩૧). બધેથી છૂટી આત્મા ભણુ વૃત્તિ વાળવી, એવું જ્ઞાનીનું કહેવું છે. આત્મા બધાય શાસ્ત્રોને સાર છે. જાણનારે છે તેના તરફ વૃત્તિ લઈ જવી છે. આત્માને જાણ, માન અને સ્થિર કરે તે મેક્ષ થાય એ નિરંતર લક્ષમાં રાખવું. જ્ઞાનીનું કહેલું સાચું છે. ચેતવા જેવું છે. ભરત ચક્રવર્તીએ પિતાને ચેતાવવા માટે માણસે રાખ્યા હતા તે જ “ભરત ચેત, ભરત ચેત” એમ કહેતા અને તેરણમાં ઘંટડીઓ લબડાવી હતી. જ્ઞાનીએ મને કહ્યું છે કે જાણવું દેખવું એ મારે સ્વભાવ, એમ જે રહે તે સમાધિમરણ થાય. એ જ ચારિત્ર છે. જે થાય તે જોયા કરવું, ગભરાવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org