________________
૧૦૬
આધામૃત
થાય. હવે કૃપાળુદેવ તેા પરાક્ષ છે, તેા કાને પ્રત્યક્ષ સત્પુરુષ માનવા ?
પૂજ્યશ્રી પ્રત્યક્ષ સપુરુષનાં વચના છે, તે પ્રત્યક્ષ સત્પુરુષતુલ્ય જાણી વિચારવાં તથા આરાધવાં તે સમકિત થાય એવું છે.
મુમુક્ષુ——‘સમાધિસે પાનમાં આવે છે કે પ્રતિમાને વંદન કરવું, પૂજા કરવી વગેરે પ્રત્યક્ષ વિનય છે, તે તે પ્રત્યક્ષ વિનય કેવી રીતે ?
પૂજ્યશ્રી—ભાવ પ્રત્યક્ષના કરવાના છે. ભગવાન તીર્થંકર જ્યારે વિચરતા હતા, ત્યારે આ જીવ કાંય એકેન્દ્રિયાદિમાં ભટકતા હશે અને હવે મનુષ્યભવ મળ્યા છે, પણ તેવા ચેગ નથી, તે માટે ભગવાનના મંદિરમાં જઈને ભાવના કરવી કે સાક્ષાત્ ભગવાન વિરાજ્યા છે. આ મંદિર છે તે સમવસરણ છે, એમ જાણીને ભક્તિ કરવી. કષાય ઘટાડવાના છે.
મુમુક્ષુ—કષાય શાથી ઘટે?
પૂજ્યશ્રી—અભ્યાસથી ઘટે. મારે એ કલાક લાભના વિચાર નથી કરવા,....એમ કરતાં કરતાં કષાય ઘટે છે.
મુમુક્ષુ—નય એટલે શું?
પૂજ્યશ્રી—વસ્તુના ખીજા ધર્મો ન દુભાય તેમ વસ્તુને એક પ્રકારે કહેવી તે નય છે. મુમુક્ષુ—નિક્ષેપ એટલે શું ?
પૂજ્યશ્રી—નિક્ષેપ ચાર પ્રકારે છે તે વસ્તુને ઓળખવાના કામમાં આવે છે.
૧. નામ નિક્ષેપ——નામથી વસ્તુ આળખાય છે. જેમ ઋષભદેવ એમ કહેતાં તે રાજા હતા, પછીથી તેમણે રાજ્યના ત્યાગ કર્યાં હતા, તે તીથ કર હતા, તે બધું એક નામ કહેતાં સાંભરી આવે.
૨. સ્થાપના નિક્ષેપ—જે વસ્તુ હાજર ન હેાય તે તેની સ્થાપનાથી જણાય. જેમકે, પ્રતિમા છે તે ભગવાનની સ્થાપના છે.
૩. દ્રવ્ય નિક્ષેપ—જે પૂર્વે થઈ ગયુ છે અથવા ભવિષ્યમાં થવાનુ છે તેને વમાનમાં હાય એમ કહેવું. જેમકે, કોઈ રાજા હાય, પછી ગાદીએથી ઉઠાડી મૂકયો હૈાય તે પણ લેકે તેને રાજા કહે. રોઠના છેકરાને શેઠ કહે, કારણ કે ભવિષ્યમાં શેઠ થવાના છે. દ્રવ્યથી પદાર્થો તેના તે રહે છે, ભાવ ફરે છે.
૨૩
૪. ભાવ નિક્ષેપવમાનમાં જેવું હાય તેવું જ કહે, જેમકે કઈ રસાયા હોય અને રસેાઈ ન કરતા હાય તેા તેને રસાયે ન કહે, રસાઇ કરતા હાય ત્યારે રસાયે કહે. નાકોડા તી, મહા વદ ૧૪, ૨૦૦૮ મનુષ્યભવમાં છેલ્લુ' કામ સમાધિમરણ કરવાનું છે. ગમે તેટલુ કયુ હોય પણ સમાધિમરણ ન થાય તે કંઈ કામનું નહીં. મરણની પન્નુ તૈયારી કરવાની છે. આલેચતા કરવાથી ઘણાં પાપેા જાય છે. ગુરુ ન હેાય તેા આત્માની સાક્ષીએ ભાવના કરવાની છે કે મારે પાપના ત્યાગ છે. મરતાં સુધી મેહ છૂટતા નથી. પહેલાંથી તૈયારી કરી હાય, વૈરાગ્ય હોય તે સમાધિમરણ થાય. ગમે તેવા પરિષહ આવે તે પણ સહન કરવા છે, એવી ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org