SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ સંગ્રહ ૩ ખ્યાલમાં નથી. સમકિતી વધારે પુરુષાર્થ કરે તે આઠ સમયમાં મેક્ષે જાય. જીવને સાચી વસ્તુ પ્રાપ્ત થઈ તે મેલ દૂર નથી. “તું છે મેક્ષસ્વરૂપ.” જ્ઞાનદશનાદિ બધા ગુણ પિતાની પાસે જ છે. મોક્ષ અહીંથી સાત રાજ અળગે છે એમ કહે છે તે કલ્પના છે. મહાપુરુષને તે મૃત્યુ મહત્સવ જેવું લાગે છે. સમાધિમરણ માટે તૈયારી કરી રાખવી. સવળી સમજણ કરવાની છે દેડનું મમત્વ ઓછું કરવું. પિતાનું નહીં તે નહીં. દેહ પોતાની સાથે આવતું નથી. દેડનો મેહ છૂટે તે બધુંય છૂટે. ૪ ગુડિવાડા, પોષ સુદ ૪, ૨૦૧૮ મનુષ્યભવને સાર ભક્તિ છે. આત્મજ્ઞાનીની આજ્ઞાએ કરીએ તે મોક્ષનું કારણ થાય. સાત વ્યસનને જીવતાં સુધી ત્યાગ રાખો. આપણે પાળીએ છીએ, પણ કૃપાળુ દેવની આજ્ઞાએ પાળીએ તે ધર્મ કહેવાય. આજ્ઞા એ ધર્મ છે. સદાચાર હોય તે ભક્તિ થઈ શકે. પાપનાં ફળ ધર્મમાં વિન્ન કરે છે. જે નિયમ લઈએ તે ટેક રાખીને પાળવો. + આત્મા સંબંધી જે શાસ્ત્ર હોય તે વાંચવું. સત્સંગ મોટી વસ્તુ છે. મનુષ્યભવ દુર્લભ કહ્યો છે. એ ક્યારે છૂટી જશે, તેની ખબર નથી. માટે ચેતતા રહેવું. સદાચાર એ ધર્મને પાવે છે. એ હેય તે પુરુષને વેગ થાય, ભક્તિ થાય, બધું થાય. બધુ આત્માર્થે કરવું છે. જેવા ભાવ થાય તેવું ફળ મળે. કેઈ ઉપર ક્રોધ કરવાનું નથી અને રાજી પણ થવાનું નથી. પિતાનાં પરિણામ તપાસે તે કામ થાય. હું તે અધમાધમ છું એ લક્ષ ન ચૂકે. આત્મલક્ષ ન ચુકાય એમ રાખવું. જીવના અનંત દે છે તે વિચારવા જેવા છે. ક્યાં કેવળજ્ઞાન અને ક્યાં આ મારી દશા ! પોતાના દોષે ઓળખે તે મારી શી વલે થશે, એમ લાગે. પોતાના આત્માને વારંવાર નિંદે, તે બધા દે નાશ પામે. પિતાના દોષ જેવા અને કાઢવા. જવને પુરુષને એગ થયા પછી “મારો દેડ છૂટી ગયો છે એ ભાવ થવો જોઈએ. સત્સંગે કરીને પિતાના દેષ જોવા. આત્માને નિંદે તો આગળ વધી શકે. હું કંઈ નથી જાણતો, મને ખબર નથી, પુરુષ આગળ હું કંઈ ગણતરીમાં નથી ખરે લાગ આવ્યો છે. દેને વારંવાર નિંદવા. સમયે સમયે જીવ કર્મ બાંધી રહ્યો છે. કર્મથી અવરાઈ ગયું છે, તેથી ભાન નથી, ભેગથી મૂંઝાય તે મુમુક્ષુ છે. ખાતાં, પીતાં બોલતાં ચાલતાં મારામાં અનંત દોષ છે, વિભાવમાં છું, એમ પોતાના દોષ જુએ તો મુમુક્ષુતા પ્રગટે. પ્રભુશ્રીજી કહેતા કે તું વાણિઓ નથી, બ્રાહ્મણ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, આત્મા છું, શરીરના ધર્મથી રહિત છું. આત્મા તે અહંભાવથી રહિત છે. તું ધનવાન નથી, તું દેહ નથી, આત્મા છું. અહંભાવને લીધે જીવને રાગદ્વેષ થાય. જ્યાં સુધી અહંભાવ હોય ત્યાંસુધી સપુરુષને બોધ પણ ન સમજાય. અહંભાવથી રહિત થાય તે જ આત્મા સુધી બોધ પહોંચે. હું કેણ છું? એ વિચાર કર્યા વિના ન સમજાય. જ્ઞાનીનાં એવાં એવાં વચન હોય છે કે એક વચન પણ જીવને જે ચોંટી જાય તો કલ્યાણ થઈ જાય. આત્માની સન્મુખ થાય ત્યારે કલ્યાણ થાય. જેને આત્માની સન્મુખ થવું હોય તેણે વિભાવભાવને પૂઠ દેવી. “આ મેં કર્યું, આ મેં સારું કર્યું” એવા પ્રકારના અભિમાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy