________________
સંગ્રહ ૩
/
તે તત્ત્વની વાત પણ કાને પડતી નથી. શું કરવાથી આપણે મનુષ્યભવ સફળ થાય? તે જાણતા નથી. અત્યારે વર્તમાનકાળમાં એવી સ્થિતિ છે. જેને આગ્રહ હોય તેને સાચી વસ્તુ ન ગમે. ત્યાગરાગ્ય એ યોગ્યતા છે, એ અમૂલ્ય વસ્તુ છે, એમ જેને સમજાયું હોય અને એવી દશા વર્તાતી હોય તે જ આત્માનો ઉદ્ધાર કરી શકે છે. કૃપાળુદેવ કહે છે કે ઉપદેશ આપી શકીએ એવી અમારી દશા છે. જનદર્શન સાગર જેવું છે. બીજાં દર્શન જૈનથી ઊતરતાં છે. બીજાં દર્શનમાં ભજના માત્ર છે.
જિનવરમાં સઘળાં દર્શન છે, દર્શને જિનવર ભજન, રે;
સાગરમાં સવળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે.” (આ૦ ૨૧) જૈનધર્મ એ વિશ્વધર્મ છે. જેની વાણી અપૂર્વ હાય, જે પરમકૃત હોય, તે જ બીજા જીને ઉદ્ધાર કરી શકે છે. પરમશ્રત એ સદ્ગરનું મુખ્ય લક્ષણ છે, જ્ઞાની પુરુષે સત્તામાં જે કર્મ રહેલાં છે તેને જોઈ શકે છે, આત્માની નિર્મળતાથી જોઈ શકે છે. યોગસાધન કરવું હોય તેને સર્વસંગપરિત્યાગ જોઈએ અને એકાંત સ્થાનની પણ જરૂર છે. કૃપાળુદેવ (પત્રાંક ૭૦૮માં) લખે છે કે અમે છ દર્શનોને બરાબર તપાસ્યાં છે. તે છ દર્શનમાંથી જૈનદર્શનની અધિકતા લાગી, તેથી એ દર્શનને ઉદ્ધાર કરવાની ભાવના થાય છે.
આ કાળમાં જ એવા છે કે ઘણે બેધ કરવા છતાં કંઈ અસર થતી નથી. મતભેદના આગ્રહથી મારું કલ્યાણ થવાનું નથી એમ લાગે, મતાગ્રહ મંદ થાય, તેથી કંઈક સાંભળવાની વૃત્તિ થાય. જેણે આત્મા જાણે છે એવા પુરુષથી ધર્મ પમાય છે એવું લક્ષમાં રહે, આત્મજ્ઞાનને જણાવનારાં શાસ્ત્રોને વધારે પરિચય થાય, અને તેને વિચાર કરે તે ઉદ્ધાર થાય. (૭૦૯)
- જીવે બહુ વિચારવા જેવું છે. જન્મ અને લગ્નના જેમ પ્રસંગો આવે છે, તેમ મરણને પ્રસંગ પણ અવશ્ય આવવાનો છે. માટે ચેતતા રહેવું. “એકવાર જે સમાધિમરણ થયું તે સર્વ કાળન અસમાધિમરણ ટળશે. (૨૫)–બધા ભેમાં સમાધિમરણ જ થાય. આ સમાધિમરણનું કામ એમને એમ થતું નથી. પહેલાં તૈયારી કરી રાખી હોય તે થાય. હું નહીં મરું એમ ચાલતું નથી. મરણ આગળ તે ઈન્દ્ર પણ શરણરહિત છે. મહાવીર ભગવાનને ઇન્દ્ર કહ્યું કે હે ભગવાન, આપના નિર્વાણ પછી ભસ્મગ્રહ આવવાને છે, માટે આપ થોડુંક આયુષ્ય વધારે તે અટકે. ત્યારે ભગવાને કહ્યું કે આયુષ્ય વધારવા કે ઘટાડવા કેઈ સમર્થ નથી.V
મરતાં આવડવું જોઈએ. મરતાં આવડે તે ફરી દેહ ધારણ કરવો ન પડે. દેહ અને આત્મા બન્નેય સ્પષ્ટ જુદાં દ્રવ્ય છે; પણ જીવે વિચાર કરીને ભેદ પાડ્યો નથી. જે ભેદ પાડ્યો હોય તે આત્મા નિત્ય છે એવું દઢ થઈ જાય. દેહ અનિ ય છે, વિશ્વાસ રાખવા જે નથી. માટીનું વાસણ કૂટતાં વાર ન લાગે. તેમ આ દેહ છે તે માત્ર સંગરૂપ છે, પરમાણુઓને જથ્થો ભેગો થયે છે. આત્મા દ્રષ્ટા છે, દેહ દશ્ય છે. દેહ રૂપી છે; આત્મા
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org