________________
શોધામૃત
વૈરાગ્ય વિના ખરી ઓળખાણ ન થાય. તે ઉત્પન્ન થવાનું કારણ પૂર્વના સંસ્કાર છે. એ ન હોય તે એવા સંસ્કારીના સત્સંગે પણ વૈરાગ્ય થાય છે. એ ન હોય તે કંઈ દુ:ખરંગ હોય, એથી પણ કેટલાકને વૈરાગ્ય થાય છે. દુઃખને લીધે કેટલાકને નરકમાં પણ સમ્યગ્દર્શન થાય છે. એટલા માટે મુનિઓ પણ પ્રતિકૂળ-ઉપસર્ગોવાળ-થામાં જાય છે. જેને છૂટવું છે તેને રસ્તો બતાવ્યું છે. પ્રભુશ્રીજી કહેતા કે તરવાનું પાટણ છે. મનુષ્યભવા, મળે છે તેમાં આ સંસારથી કેમ છુટાય એ ભૂલવા જેવું નથી. સંસારમાં વહાલપ કરશે તે માર ખાશે.
અઢાર પાપસ્થાનક જ વિચારવાં. મેં આજે કેટલી હિંસા કરી? કેટલું જ બોલાયું? કેટલી ચોરી કરી? કેટલું અબ્રહ્મચર્ય સેવું? કેટલી પરિયડમાં મૂછ કરી? એમ અઢારે પપસ્થાનક જ સૂતી વખતે તપાસવાં. તેમાં જે જે દેષ થયા હોય, તેને પશ્ચાત્તાપ કર.
૯
ગુડિવાડા, પિષ સુદ ૧, ૨૦૦૮ મુમુક્ષુ-આપ જે વાણી બોલે છે, તે હું લખું છું. એમાં કંઈ વધે તે નહીં ને? પૂજ્યશ્રી—કંઈ વાંધે નહીં.
એક ભાઈ_પિતાને ત્યાગ કરવાના ભાવ હોય અને ત્યાગ કરવાથી બીજા જીવને દુઃખ થતું હોય તે શું કરવું?
પૂજ્યશ્રી–જીવથી થઈ શકતું નથી તેની તે ચિંતા કરે છે, વિકલ્પ કરે છે, અને જે પુરુષાર્થ કર્યાથી થઈ શકે છે, તેની ચિંતા કરતું નથી. ભગવાનની આજ્ઞાએ વર્તવું એ ભક્તિ છે. “હું કરું, “મેં કર્યું એ બધું અજ્ઞાન છે.
એક ભક્તિમાર્ગ છે, બીજે જ્ઞાનમાર્ગ છે. ભગવાનની આજ્ઞાએ વર્તવું એ ભક્તિમાર્ગ છે. આપણે વિચારવા જેવું છે કે આટલા પૈસા કમાયા કે ધન મેળવ્યું એથી આત્માનું કલ્યાણ થયું ? સંસારમાં ખેઢ થાય, એ ધર્મ નથી. કશુંય ફિકર કરવા જેવું નથી. કિર કરે તે કર્મ બંધાય. છૂટવાને રસ્તે બીજે છે. આકુળવ્યાકુળતા કરવી નહીં. વ્યાકુળતા એ જ અજ્ઞાનભાવે છે. જે નિર્બળ થઈ જાય છે તેને ઘણું દુઃખ લાગે અને જે શૂરવીરપણે ભોગવે તેને કંઈ ન લાગે. આત્માને જે જાણે છે તે જ્ઞાની છે. બીજું આડુંઅવળું જાણે તે નહીં. જેની દષ્ટિ નિશ્ચય તરફ વળી છે તેને આ ધર્મ મારો છે અને આ મારો નથી એમ ન થાય. બધું ભૂલીને આત્મા તરફ લક્ષ રાખવાનું છે. મેહ જેને છેડે છે, તેણે બધું ભૂલી જવું. મેહ હોય ત્યાંસુધી અહંકાર થયા વિના રહે નહીં. બધા વિકપે શમાવવાના છે. તે વિના ચિત્ત સ્થિર ન થાય. આત્મસ્વરૂપમાં જે રમણતા કરે છે તેને બધા વિકલ્પો છૂટી જાય છે. આત્મા ત્રણે કાળ નિત્ય છે. નાશવંત વસ્તુઓને ભૂલી જવી, આત્મામાં ધ્યાન રહેશે. મનને જ્યાં માહાભ્ય લાગ્યું હોય ત્યાં જાય છે. અહંભાવથી રહિત થવાનું છે. નિઃસ્પૃહ પુરુષને કલ્પિતનું માહાસ્ય ન લાગે. રાગદ્વેષને ક્ષય કર્યો કેવળજ્ઞાન પ્રગટે છે. રાગદ્વેષને લીધે આખો સંસાર છે. સંસારને ક્ષય કરે હોય તે રાગદ્વેષને ક્ષય કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org