________________
બેધામૃત શરીર કર્મને આધીન છે, તેથી કર્મ ફરે તેમ શરીર પણ ફરે છે. આત્માનું કામ જોવાનું છે. અંતરથી શરીરની સાથે મળી ન જવું. ઈચ્છાઓ કર્મ બંધાવે છે. આત્માનું કામ સંગથી છૂટવાનું છે. અસંગાપણું એ આત્માને સ્વભાવ છે. બધા વિચાર કરીને,
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.” એ જે હદયમાં ચૂંટી ગયું તે વેદના વખતે હાજર થશે. દેહાધ્યાસ છૂટે તે જ સમ્યગ્દર્શન થાય. સમ્યગ્દર્શન એ સાચ છે. સાચનો સ્વભાવ કર્મને બાળી નાખવાનું છે. એનાથી નવાં કર્મ બંધાતા અટકે છે.
છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ.” સાચ વગર બધું વૃથા છે. જીવ મેહમાં પડ્યો છે. તેથી સાચી વસ્તુ કઈ છે તે ધ્યાનમાં આવતી નથી. દેહ તે જ હું છું એમ થઈ ગયું છે. એ ઊંધી ઈંટ છે, તે ફેરવી નાખવાની છે. જે દેખાય તે ફેરવી નાખવાનું છે.
આપણે યાત્રા કરવા આવ્યા તે આત્માને નિર્મલ કરવા માટે આવ્યા છીએ, એ લક્ષ રાખો. એ લક્ષ ન રહે તે જાત્રા ન કહેવાય, જંગલમાં દેડ કરવા જેવું છે. એથી આત્મા નિર્મલ ન થાય. પુરુષાર્થ કરીને અહંભાવ મમત્વભાવ છેડે તે સમકિત થાય. જ્ઞાની પુરુષે તે ઉપદેશ કરે, પણ જીવ તેને ખ્યાલ ન રાખે તે પછી જ્ઞાની પુરુષે શું કરે? જ્ઞાની પુરુષનું કઈ પણ વચન સાંભળ્યું હોય, તે કટીના વખતમાં કામ આવે. જ્ઞાનીના ઉપદેશમાં નિઃશંકતા આવી તે નિર્ભયતા સાથે જ હોય છે. આત્મા નિત્ય છે. કેવળજ્ઞાનથી જોઈને ભગવાને કહ્યું કે દેહ છૂટે પણ આત્મા ન મરે. મોટે ભય મરણને છે. આત્મા નિત્ય છે, એની જેને શ્રદ્ધા હોય તેને મરણભય ન લાગે. મરણુભય રહેવાનું કારણ મેહ, અજ્ઞાન અને પ્રમાદ છે. આત્મામાં હિંમ્મત આવી હોય તે છાની ન રહે. સમજણ એ માટે આધાર છે.
[ બપોરના સર્વે મુમુક્ષુઓ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી સાથે એક દિગંબરી મંદિરમાં દર્શન કરવા ગયા. ત્યાં એક ઓરડીમાં રત્નની પ્રતિમાઓ હતી. ત્યાં એક ભટ્ટારક હતા તે પ્રતિમાઓને હાથમાં લઈ બતાવતા હતા.]
મુમુક્ષુ–આ સ્ફટિકની પ્રતિમામાં કેટલું વજન છે! તે જુઓ. પૂજ્યશ્રી—આપણે ક્યાં વજન જેવું છે, કેવળજ્ઞાનનું સ્વરૂપ વિચારવાનું છે. તે ભાઈ–આ સ્ફટિકની પ્રતિમા કેવી ચળકે છે! પૂજ્યશ્રી–કેવળજ્ઞાન કેવું જળહળ હશે! એ વિચારવાનું છે. એક ભાઈ-ભરતજીના પહાડ ઉપર આપણે માનથંભ જે હતો. માનસ્થંભ એટલે શું?
પૂજ્યશ્રી–ભગવાનનું બહુમાનપણું કરવું. જેમ સ્થંભ નમે નહીં, તેમ ભગવાનનું બહુમાન પણ ઓછું ન થાય. ગૌતમસ્વામીનું અભિમાન એ માનથંભ જેઈને ગળી ગયું. પણ અહીં માન એટલે ભગવાનનું બહુમાન કરવું એમ અર્થ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org