________________
બોલામૃત
છે. જ્ઞાનીને પણ સત્સંગ હિતકારી છે. સત્સંગ છે એ જ ખરે ખેરાક છે, પુષ્ટિ આપનાર છે, જ્ઞાનદશા જગાડનાર છે. કૃપાળુદેવ જેવા પણ લખે છે કે ક્ષણે ક્ષણે સત્સંગમાં રહેવાની ઇચ્છા રહે છે; બીજા પ્રસંગે આવી પડે ત્યાં ઝટ સત્સંગ સાંભરે છે. જે સત્સંગ કરવા
ગ્ય હોય તેને સંગ કરે. પુરુષનાં વચને છે તે સ@ાસ્ત્ર છે. જ્ઞાની પુરુષના ચેગે અહંભાવ મટાડવા માટે શાસ્ત્રો વાંચવાનાં છે. અહંભાવ ટાળવાને છે. અહંભાવ જાય તે વિનય ગુણ પ્રગટે. વિનય હોય તેને માન ન થાય, “હું તે દોષ અનંતનું, ભાજન છું કરુણાળ” એમ લાગે. જ્યાં “હુંપણું (અહંભાવ) છે ત્યાં અનંત દોષ છે. પોતાના સ્વરૂપને ભૂલીને પરના સ્વરૂપને પિતાનું માને છે એ બ્રાંતિ છે. “હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?” એને જીવને વિચાર જ નથી લાગતું. જવ જે જે કલપના કરે છે તે ટળે તે મેક્ષ થાય. “હું સાધુ,’ ‘હું શ્રાવક–એ પિતાનું સ્વરૂપ નથી–અહંભાવમાં જીવ તણાઈ જાય છે. કલ્પનાને ટાળવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે. મન કલ્પનામાં પડયું છે, એ થાકે એવું નથી. હું કંઈ જ જાણતો નથી એવું કરવાનું છે. પુરુષના ગે એને લાગે કે “સકલ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન” ત્યારે મન થાકે એવું છે. બધાય વિકપ છોડવાના છે. જ્યાં સુધી હું જાણું છું “સમજું છું એમ હોય ત્યાં સુધી કલ્પના ન મટે. ભગવાને કહ૫ના દૂર કરવાનું કહ્યું છે તે વારંવાર વિચારવા જેવું છે.
સત્સંગ, વ્રત, નિયમ આદિ આત્માને દેડથી ભિન્ન જાણવા માટે કરવાનાં છે. એને માટે જ બધાં સાધને કહ્યા છે. બધું છોડવાનું છે. બધાથી છૂટી એક આત્મા ભણું આવવાનું જ્ઞાનીઓ કહે છે. પુરુષાર્થ કરે ત્યારે ગુણ પ્રગટે. ગુણુ પ્રગટયા પછી મારામાં બહુ ગુણે છે એમ અભિમાન થયું તે પડી જાય. આઠ મદ છે, તે સમ્યક્ત્વની ઘાત કરનારા છે. અ૫ દેષ હોય તે પણ અત્યંત ખેદ તે દેષ પ્રત્યે રાખ. દેષ લઈને કેઈમેક્ષે ગયા નથી. બધાય તીર્થકરે દોષથી મુક્ત થયા ત્યારે મોક્ષે પધાર્યા.
પુરુષાર્થનું ભાન નથી. જ્ઞાની પુરુષે કહ્યું છે : “કરે સત્ય પુરુષાર્થ” એ પુરુષાર્થ કરવાનો છે. સતુનું ભાન નથી. કૃપાળુદેવ મને જ કહે છે, એ લક્ષ રાખીને સાંભળવું. મહાપુણ્યના ભેગે જ આવો યેગ મળે છેતેમાં લક્ષ હોય તે સંસ્કાર પડી જાય. મેહનિદ્રામાં જીવ છે, તેને જગાડવા માટે આ કૃપાળુદેવનાં વચને છે. પ્રમાદથી જીવને ઘણું શેસવું પડે છે. પ્રમાદનું ફળ સંસાર આવે છે. અ૯પ પણ દોષ થયો હોય તે પશ્ચાત્તાપ કરો. વારંવાર ઠપક દઈને એ દોષ ટાળવા. પિતાના દોષ પિતાને જ કાઢવા પડશે. દોષો દેખાય ત્યારે દોષો કાઢવા પુરુષાર્થ કરે. કૃપાળુદેવે આખી “પુષ્પમાળા” લખી અને છેવટે કહ્યું કે “આ સઘળાંને સહેલે ઉપાય આજે કહી દઉં છું કે દેશને ઓળખી દોષને ટાળવા.” (૨૧૦૭). હું તો અધમાધમ છું એમ વિચારીને દેને કાઢવા. થોડા દોષ હોય અને પુરુષાર્થ કરે તો જાય; પણ પુરુષાર્થ ન કરે તે દે વધી જાય, ગાઢ થઈ જાય. સદ્દગુરુ, સત્સંગ, સશાસ્ત્ર એ સાચાં સાધને છે, સત્સાધનમાં ગરજ ન રાખે તે કંઈ ન થાય, જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org