________________
૭૮
વામૃત
છૂટુ” કરે છે, મેક્ષ મળતા હોય તે કશુય જોઈતુ નથી, એવી તૈયારી રાખવી. ગમે તે કરવુ પડે તે છૂટવાની ભાવના રાખીને કરવુ, ગમે તેવા ઉદય હાય તે પણ સમભાવ ન છેડવે. સમભાવ છૂટવાનું કામ કરે છે. સમભાવ એ છૂટવાની ચાવી છે.
કૃપાળુદેવનું જીવન ચેાથા આરા જેવું હતું. આત્મસ્વરૂપમાં નિર ંતર વતા હતા. વચ્ચે કઈ કામ કરવું પડે તે કેટલું વહેલુ એ કામ પતે એવા લક્ષ રાખીને કરતા. પ્રારબ્ધને લઈને ખાટી થવું પડે, કામ કરવું પડે, તેાપણ આત્માને એ ભૂલતા નહેતા. સમ્યક્ત્વદશા જ એવી છે. વ્યાત્મા ભુલાય તા વિભાવભાવ પેસી જાય. પૂર્વ આંધેલાં કર્મો છે તેથી દેહ ટકે છે. કૃપાળુદેવને દેડ અને આત્મા સ્પષ્ટ જુદા લાગે છે. કોઇ એક મુમુક્ષુએ કૃપાળુદેવ પાસે કૃપાળુદેવનું ચિત્રપટ મગાવ્યું હતું તેના ઉત્તરમાં કૃપાળુદેવે લખ્યું કે “તે પુરુષના સ્વરૂપને જાણીને તેની ભક્તિના સત્સ ંગનું માટુ ફળ છે, જે ચિત્રપટના માત્ર જોગે, ધ્યાને નથી. જે તે પુરુષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવુ આત્મસ્વરૂપ પ્રગટે છે.” (૩૯૬) મહાપુરુષનું સ્વરૂપ ઓળખાય ત્યારે પેાતાનું સ્વરૂપ એળખાય છે. “ક્ષમાપના’માં આવે છે કે “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડા ઊતરું છું, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારે મારા સ્વરૂપને! પ્રકાશ કરે છે.” સંસારની ઇચ્છા છેાડીને સત્પુરુષના સ્વરૂપની ભક્તિ કરવી. શુદ્ધ સ્વરૂપ જ્ઞાની પુરુષે પ્રગટ કર્યુ” છે તેને લક્ષ રાખીને કરવુ, શુદ્ધસ્વરૂપ વિચારવાયાગ્ય છે, બડારનુ અધુ' ભૂલવાયેગ્ય છે. આત્મસ્વરૂપ પ્રગટ કરવાનું મહાન ફળ છે.
સંસારથી પ્રેમ ઉઠાવી સત્પુરુષ પ્રત્યે કરવાથી પેાતાનુ સ્વરૂપ પ્રગટે છે.
પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુર ખસે; વહ કેવલકો બીજ જ્ઞાનો કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે.’’
બધા તીકરાએ એમ જ કહ્યું છે. સીતાનું મન ખીજાં કામ કરતાં છતાં રામમાં જ લીન રહેતું હતું. “મન મહિલાનું વડાલા ઉપ”. સતીના પતિ પ્રત્યેના પ્રેમ બધે વખણાય છે અને સંસારમાં એ પ્રેમનું વધારે માહાત્મ્ય પણ છે. એવા પ્રેમ જો સત્પુરુષ પ્રત્યે આવે તે કામ કાઢી નાખે. સતી જેટલા જ નહી પણ તેથી અનેકગણા પ્રેમ સત્પુરુષ પ્રત્યે કરવાના છે; કેમકે સસારમાં આત્મા ચોંટી ગયેા છે, તેને ઉખાડચા વિના છૂટકો નથી. સતી જેટલા પ્રેમથી પતે એવું નથી. એનાથી અનતગણા પ્રેમની જરૂર છે. સમયે સમયે પ્રેમ રહેવા જોઈએ. પ્રેમને વશ ભગવાન પણ છે એ પ્રેમ શબ્દમાં આવે એવા નથી.
કૃપાળુદેવ પેાતાની દશા જણાવે છે કે પરમાથ સંબંધી કહેવા-લખવા-સમજાવવાને ઉત્ક્રય હોય તે જ તેમ કરવુ', એમ વર્તે છે. જે ઉદ્દયમાં ન હોય તેને પરાણે ખે’ચીને કરતા નથી. જે ઉદયમાં આવે છે તે કરે છેઃ “વિચરે ઉદયપ્રયાગ.” સંસારમાં રહ્યા છતાં રાગદ્વેષ વિષમભાવ મળ્યા છે. એક આત્માને લક્ષ રહે છે. આત્મા અને દેહ સ્પષ્ટ જુદા લાગે છે. વિદેહી દશા રહે છે. ચિત્ત ખીજામાં ટકતું નથી. “જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થવાય ત્યાં સુધી અમારા આત્મા જપે એમ નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org