________________
૭૫
સંગ્રહ ૩ છે.” (પ૬૮) જ્યાં સુધી વેગ છે ત્યાં સુધી કર્મ બંધાય છે. તીર્થકર ભગવાનને પણ શુભ કર્મ બંધાય છે.
આરંભપરિગ્રહમાં વૃત્તિ હોય તે વૈરાગ્ય ખસી જાય. પહેલાં ઘણું કાળને વૈરાગ્ય ભેગે કરેલું હોય, તે આરંભ-પરિગ્રહમાં પડવાથી જતો રહે છે. સંસારનું સ્વરૂપ જ એવું છે.
સંસારનું સ્વરૂપ અસાર . જીવ તપાસ કરે કે હું અનાદિકાળથી રખડતે આ છું, તેમાં સમાધિસુખ એક ક્ષણવાર પણ ભગવ્યું છે? નથી ભગવ્યું. જેમ સમુદ્રમાં પાણીનાં મજા ઊછળ્યા કરે છે, તેમ દુઃખી થતું આવ્યું છે. મારું તારું છું. અને હું તો એક જ્ઞાનીને શરણે છું, એવું મનમાં થાય ત્યારે કામ થાય. બીજું કંઈ ન થતું હોય તે “જ્ઞાનીનું કહેલું સાચું છે, એ કહે તે સાચું એમ માને તે પણ કામ થઈ જાય. જેમ એન્જિન હોય તેની સાથે ડબાનો આંકડો ભેરવ્યા તે સાથે ચાલ્યો જાય, તેમ છે. લૂંટાઈ જવું તે સહેલું છે. ઘણું કાળનો વૈરાગ્ય હોય અને એક ક્ષણવારમાં નાશ થઈ જાય. સંસારને વિશ્વાસ કરવા જેવું નથી. જીવે કલેશથી છૂટવું હોય તે સંસારનું સ્વરૂપ સમજવું જોઈએ. જ્યાં જુઓ ત્યાં દુઃખ જ છે. જેમ દરિયાનું પાણી ખારું ખારું હોય તેમ આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં દુઃખ જ દેખાય. એમ સંસારનું સ્વરૂપ વિચારે તે પાછો તેમાં ન પડે. સત્સંગ કરીને સંસારથી નિર્ભય રહેવાનું નથી, તેને ભય રાખવાને છે. નિર્ભય રહે તે પડી જાય. આરંભ-પરિગ્રહમાં પડ્યા પછી નીકળવું મુશ્કેલ છે. જેને મુમુક્ષુતા જોઈતી હોય તેણે તપાસવું કે મારાં પરિણામ કેવાં રહે છે. એ તપાસવાનું છે. સંસારભાવ કરવા નહીં. જેથી છુટાય એવા ભાવ કરવાના છે. કાળજી રાખવી. કળિયુગમાં ક્ષણે ક્ષણે તપાસ રાખે તે મુમુક્ષુતા રહે એવી છે. જાગૃત રહેવું હોય તેણે “દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વેરાગ્ય” એની તપાસ કરવાની છે.
મારે મેક્ષ મેળવે જ છે, મારે છૂટવું જ છે, આ ભવમાં મારે એ જ કરવું છે, એવી ખેંચ રાખે તો થાય એમ છે. સંસારમાં સમભાવ રહે મુશ્કેલ છે. ક્ષણે ક્ષણે સમભાવ રાખવાનું છે. વૈરાગ્ય હોય ત્યારે બીજા ભાવથી ખસાય છે. સંસાર અસાર છે એ ભૂલવા જેવું નથી. અનાદિકાળથી જીવ પાંચ ઇન્દ્રિયના વિષયમાં ફસાયે છે. ઘણુંય ખાધું, ઘણું પીધું, પણ તેની તૃષ્ણા છીપી નહીં. હવે આત્માનું કરવાનું છે. અપાર સંસારને પાર આવે એમ નથી. વૈરાગ્ય વધે ત્યારે કામ થાય.
“ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન;
અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.” ત્યાગવૈરાગ્ય વિના આત્મજ્ઞાન ન થાય. નથી જાણે એવો જે આત્મા તેને જાણવાને છે અને જે જાણ્યું છે પુદ્ગલાદિક તેને નથી જાણવું. મુમુક્ષુ તે છે કે જેને છૂટવાની કાળજી જાગી છે. આ કાળમાં ઘણે પુરુષાર્થ કરે તે જ મુમુક્ષુતા ટકે એમ છે. જે કામ કરવું હેય તેની કાળજી રાખવી પડે છે. મોટું કામ કરવું સહેલું નથી. મુમુક્ષુને નિશ્ચય થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org