________________
અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણે
[ ર૫૩ છે? પાણિનીય વ્યાકરણને અભ્યાસી કાશીને જૂને પંડિત કદી બીજા વ્યાકરણને ન જ અડે, અને અડે તે ન છૂટકે જ. ન અડવામાં ગૌરવ માને. સનાતન પંડિત જૈન અને બૌદ્ધ શાસ્ત્ર ભણાવે તે આજીવિકાની પરવશતાને લીધે જ, જિજ્ઞાસાદષ્ટિ કે ઉદારતાથી તેઓ કદી અડે જ નહિ. ઊલટું, જે કઈ ભણાવતા હોય તે તેઓને નિંદે અને કહે કે અમુક અમુક પંડિત જૈન વગેરેને ભણાવે છે. આનું પરિણામ એ આવતું કે તેઓ જ્ઞાનના સંકુચિત ક્ષેત્રમાં જ ફસાઈ રહેતા, અને સનાતની ન હોય એવા અભ્યાસીએને ભણવાની બહુ જ હાડમારી પડતી. જેને, આર્યસમાજીઓ અને ઉદાસીને વગેરેએ કિવન્સ કૉલેજમાં પિતાને પંડિત ભણવે એ માટે ખૂબ હિલચાલ કરેલી; પણ છેવટે કોલેજના અધિષ્ઠાતાઓને એ જ ફેંસલે આપ પડેલો કે પંડિતે ભણાવે તે સરકારને ના નથી. જે પંડિત કૉલેજમાં નિંદાના ભયથી સનાતની સિવાયનાને ભણાવતા ન હતા તે જ પંડિત ખાનગી રૂપિયા લઈ પાછી ખાનગી શાળાઓમાં સનાતની ન હોય તેવાઓને પણ ભણાવતા.
પંડિતેમાં ધર્મ અને લેભ બંનેનાં પ્રબળ તો સાથે જ કામ કરતાં. તેથી એક બાજુ સનાતનને જૂને ચીલે ચાલ્યા કરતા અને બીજી બાજુ પૈસા મળ્યા એટલે ગમે તેવી વાતને શાસ્ત્રીય ઠરાવવા પિતાના હસ્તાક્ષર આપી દેતા. સ્વામીનારાયણ પિતાને વૈદિક સિદ્ધ કરવા કાશીમાં કોથળીઓ ઠાલવે, કાયસ્થ પિતાને ઊંચી વર્ણના સાબિત કરવા કાશીના પંડિતેને નૈવેદ ધરે, જૈન સાધુઓ કાશીમાં આવીને અભ્યાસ કર્યા વિના પણ પદવી મેળવવાને લભ રાખે અને આ બધાયે કાશીના પંડિતના લેભદેવતાને લીધે સફળ પણ થાય. હું જૈન પાઠશાળામાં ભણત એટલે ત્યાં તો પંડિત રાખેલા એટલે ભણાવે જ. પણ શહેરમાં ઉચ્ચતમ પંડિતને ત્યાં ભણવા જતાં તેમને ધર્મ મને આડે આવતો. જે પંડિતે મને ચાહવાની વાત કરતા તે જ જ્યારે તેમને ત્યાં ભણવા જવાનું કહું ત્યારે વાત ટાળી દેતા. મેં પહેલેથી જનોઈ પહેરી હતી અને બ્રાહ્મણ જ પ્રસિદ્ધ થયો હેત તે આમ તેઓ ન કરત. અલબત્ત, મારે એ કહેવું જોઈએ કે આવી સંકુચિત દૃષ્ટિના કેટલાક અપવાદે પણ હતા. અને હવે તે એ અપવાદ છેડા વધ્યા પણ છે.
કાશીની જૂની પાઠશાળાઓમાં શિક્ષણપ્રણાલિ બહુ જ દૂષિત ચાલે છે. તેને પ્રભાવ અમારી જૈન પાઠશાળામાં પણ પૂર્ણ હતો. ગેખવું અને શબ્દશઃ રટી જવું એ ભણતરનું પહેલું અંગ. લખવા અને લેકભાષા કેળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org