________________
૨૫૨
દેશન અને ચિંતન
હમણાં હમણાં પરીક્ષાઓનું વર્ચસ વધવાને લીધે વિશાળતા વધવા લાગી છે, પણ તેટલા જ પ્રમાણમાં ઊંડાણ ઘટતું જાય છે. ત્યાં જે વિષયના જે પડિંત હોય તે તે વિષયને ખાં હોય. વૈયાકરણી ધણી વાર કાવ્ય અને સાધારણ દર્શનની વાતો ન જાણે. કેટલાક પ્રામાણિક વિદ્વાનો તા તેવા ડાળ પણ ન કરે; છતાં પોતાના વિષયને તે પૂરા વફાદાર હાય. પડતા આ વીસમી સદીમાં પણ એટલે સુધી શાસ્ત્રને વળગી રહેનારા હોય છે કે તેમની આજુબાજુ શું થઈ રહ્યું છે તેની તેમને ભાગ્યે જ ખબર હેાય છે. વિશિષ્ટ પંડિતો વિદ્યાના એટલા બધા ઉપાસક હોય છે કે તેમને પૈસાને લેાભ કાશી બહાર લઈ જઈ શકતા નથી. ઘેાડું કે ધણું જે મળે તે ઉપર ચલાવી લે છે. પણ ભણવા અને ભણાવવાની સગવડ હોવાથી તેમાં તેએ મસ્ત રહે છે.
મારા વખતમાં પંદરથી ત્રીસ રૂપિયા સુધી માસિક પગારમાં સારામાં સારા દરેક વિષયના પડતા મળી જતા. આ ધેારણુ જોકે કિવન્સ કૉલેજ અને હમણાં હમણાં હિંદુ યુનિવર્સિટીને લીધે બદલાયું છે; છતાં હજી પ્રમાણમાં કાશીમાં પતિ માટે વધારે પગાર ખરચવા નથી પડતા. જેવી રીતે પડિતા પોતપોતાના વ્યાકરણ, અલંકાર કે દર્શન આદિ વિષયામાં ડૂબેલા હાય છે તેવી રીતે જો તેમાં આધુનિક દૃષ્ટિ અને ખાસ કરી રાષ્ટ્રીય દૃષ્ટિ આવે તો તે વડે ધણું કામ સધાય. પણ કાશીના પંડિતવર્ગ એટલે -સંકુચિતતમ અને સખત રૂઢિચુસ્ત એક વ. એ વમાં ખળ શાસ્ત્રનું ખરુ'; પણ દૃષ્ટિસ કાચને લીધે એમના શાત્રે રાષ્ટ્રનું હિત સાધ્યું નથી, એમ મને અત્યારે સ્પષ્ટ લાગે છે.
હું જે જૈન પાઠશાળામાં રહેતા ત્યાં વિશિષ્ટ એ પડિતા તા હતા જ. જેમની પાસે હું ભણુતા તે મહાન વૈયાકરણી હજીયે વિદ્યમાન છે અને કિવન્સ કૉલેજમાં ભણાવે છે. તેમનું પાણ્ડિત્ય તે વખતે મને જેટલું પૂજ્ય લાગતું તેટલું આજે નથી લાગતું. તેનું કારણ એટલું જ કે તેઓ પોતાના વિષયને પાષે એવી આજુબાજુની સુલભ જ્ઞાનસામગ્રીથી પણ તદ્દન બેપરવા રહે છે. જૂના પંડિત એટલે સંસ્કૃત સિવાય ીજી બધી ભાષાને અને પોતાના સનાતન સિવાય ખીજા બધા સંપ્રદાયને અવગણનારા, એટલી જ તેમની વ્યાખ્યા છે. પંડિત હાય અને સામયિક પત્રો જુએ એ નવાઈની વાત તે વખતે હતી. મને યાદ છે કે એક વાર ગેાખલે કેંગ્રેસના સભાપતિ થઈ કાશીમાં આવ્યા ત્યારે મારા સર્વશ્રેષ્ઠ અધ્યાપકે કહેલું કે આ ગેાખલે કાણુ છે? એટલું બધું એમનામાં શું છે કે લેક ટાપલે તે ટાપલે ફૂલથી વધાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org