________________
૨૦૪
દર્શન અને ચિંતન ત્યારે અને ગમે ત્યાં ચામું મળી શકે છે. સપરેટના ભેગની તો શંકા જ નથી. પશુઓની પુષ્ટિ બાબતમાં એક જ વાત કહેવી બસ થશે કે ત્યાંની બકરીઓ લગભગ અહીંની નાનકડી ગાય જેવી હોય છે. શરૂઆતમાં જેનારને આ બકરી છે એવું ભાન પણ ન થાય.
ખોરાકની બાબતમાં ત્યાંની રીત બહુ જુદી છે. તેઓ રેટી અને દાળ ખાય છે. રેટી ખાસ કરી તંદુરની રોટી કહેવાય છે. તંદુર એ એક -લંબચોરસ પેટી જેવો ચૂલો હોય છે જેમાં સખત ભાઠે સળગે ત્યારે તેની ચારે બાજુની ભીતિ ઉપર એકીસાથે પચીસ પચાસ રેટીઓ મૂકવામાં આવે છે અને તેને પાકતાં પૂરી પાંચ મિનિટ પણ નથી લાગતી. એક સાથે પચીસ જણ જમવા બેઠા હોય તો એક જ રસોયો દરેકને ગરમ રોટી પૂરી પાડી શકે છે. આ રોટીમાં જરાપણ મેણું હોતું નથી. છતાં તે ત્યાં હલકે ખોરાક જ ગણાય છે. બજારમાં અનેક દુકાને આ રેટીઓની હોય છે. ત્યાં ગમે ત્યારે, જોઈએ તેટલી રોટી અને દાળ તાજાં મળી શકે છે. ભાવ પણ સસ્તે. આ સગવડથી ઘણાંખરાં કુટુંબો રાંધવાની ખટપટ કરતાં નથી અને યુરોપની પેઠે તેમને ઘેર દુકાનેથી ખાણું આવે છે, અને ઘણું દુકાને જઈને જ ખાઈ આવે છે.
મેવાને મુલક અફઘાનિસ્તાન નજીક હોવાથી ત્યાં મે પુષ્કળ આવે છે, પણ પ્રમાણમાં જેટલો સે અને ઉત્તમ મળવો જોઈએ તેટલે મળતા -નથી. તેનું કારણ એ છે કે તેનું નૈવેદ્ય પહેલું રાજકર્તાઓને ધરાય છે.
ત્યાને પહેરવેશ ખાસ જુદો છે. સ્ત્રીઓ પાયજામા પહેરે છે. કેટલીક સ્ત્રીઓ પાય–જામા ઉપર ખૂલતે લેંઘે પહેરે છે, અને તે ઉપર અહીંના મુસલમાની પેઠે એક લાંબું પહેરણ અને ઉપર ચોરસા જેવું ઓઢે છે. પુરુષે પણ મોટે ભાગે પાયજામા પહેરે છે. ગરમ કપડું–ખાસ કરી કાશમીરી કિંમતી કપડું-વધારે વપરાય છે. આનું કારણ કાશ્મીરનું નજીકપણું અને ઠંડીની સખ્તાઈ છે. ત્યાં ટાઢ એટલી બધી પડે છે કે મારા ગુજરાતી મિત્રનાં પત્ની તે જ કારણે ત્યાંના વસવાટથી કંટાળી જ ગયાં લાગતાં હતાં. ગરમી “પણ એટલી જ સખત પડે છે. આટલી ગરમી અને શરદી છતાં ત્યાંના લેકે ખૂબ નીરોગી અને પુષ્ટ છે. ત્યાં કટર અને વૈદ્યોની સંખ્યા પ્રમાણમાં બહુ જ થોડી છે. અમદાવાદની જેમ જ્યાં જુઓ ત્યાં દવા વેચનારા નથી દેખાતા. ઊલટું જેને મળે તે મજબૂત, હસતો અને ખુશમિજાજ દેખાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org