________________
મારે પંજાબને પ્રવાસ
| [૨૦૫ છે. ત્યાંના બાળકોમાં કંઈક એવું સૌંદર્ય છે કે અહીં રહેનારાને ન જ સમજાય.
ત્યાંની બનાવટમાં ત્રાંબા-પિત્તળનાં વાસણો ખાસ ગણાવવા જેવા છે. તેની ધાતુ ઉત્તમ, આકાર સુંદર અને મજબૂતાઈ તથા નકશીને લીધે તે. કિંમતી હોય છે.
પણ ત્યાંની એક પ્રથાથી અમને બહુ જુગુસા થઈ ત્યાં વેશ્યાની સંખ્યા. બહુ જ વિષમ છે. દરેક ખાણુની દુકાન ઉપર અથવા પાસે એક વેશ્યાની દુકાન પણ હોય છે.
ત્યાંના લોકેની પ્રકૃતિ સરળ તો ખરી જ, પણ તેટલી જ મતાંધ અને જડ. આ કારણથી તેઓમાં ધાર્મિક ઝનુન તીવ્ર છે. હિંદુઓ અને મુસલમાન. વચ્ચે જ વિખવાદ છે એમ નહિ, પણ સનાતની અને આર્યસમાજી, સનાતની અને જૈન, આર્યસમાજી અને જૈન, જૈનેમાં પણ સ્થાનકવાસી અને મૂર્તિપૂજક, શીખો અને બીજા સંપ્રદાયો એ બધા વચ્ચે ધાર્મિક વાદવિવાદ અને ઝઘડાઓ. બારે માસ ચાલ્યા જ કરે છે. લગભગ ૧૭ વરસ પહેલાં સનાતન અને જૈન સંપ્રદાય વચ્ચે એક મહાન શાસ્ત્રાર્થ થયો હતો. તે વખતે એક મારા. ખાસ મિત્ર જૈન સમાજ તરફથી ગયેલા અને સનાતન સમાજ તરફથી તે સમાજના અતિ પ્રસિદ્ધ પંડિત ભીમસેન, વાલાપ્રસાદ અને ગોકુલચંદ્ર દિવસના સે સે અને પિણોસો પણસોની ફીએ ગયેલા. આ શાસ્ત્રાર્થ નિમિત્તે એક માસ સુધી ઝઘડો ચાલેલે. આવા ઝઘડાઓ માટે ત્યાં બ્રહ્મ અખાડા નામનું સ્થાન છે. તે સ્થાન જોવાની મારી ઉત્કટ ઇચ્છા હતી. રાત્રે નવ વાગે ગયો ત્યારે એક સનાતની પંડિત બીજ સંપ્રદાયનું ખંડન કરવા ભાષણ આપતા હતા. શ્રાદ્ધ પિતૃઓને મળે છે, તીર્થો છેટાં નથી. જાતિભેદ ખરે છે વગેરે માત્ર પારલૌકિક વિષય ઉપર જ તે બેલતા હતા. અને એ પચીસ પચાસ શ્રોતાઓને આગ્રહપૂર્વક કહેતા હતા કે મારા પછી બોલવા ઊઠનાર દરેક બ્રહ્મચારી–વિદ્યાર્થી સંસ્કૃતમાં જ બેલશે. તમે તેઓને સાંભળી તેઓના સંસ્કૃત જ્ઞાન વિશે જાણે એમ હું ઈચ્છું છું. આ. શ્રોતાઓમાં કેાઈ સંસ્કૃત જાણતા હોય એમ મને લાગતું નહોતું. અલબત્ત, સંરકત અભ્યાસની આટલી બધી મહત્તા અને સંસ્કૃત શાસ્ત્રોના અધ્યયનનું આટલું બધું ગૌરવ જે આજકાલ પંજાબમાં દેખાય છે તેનું મન સ્વામી દયાનંદ અને આર્યસમાજને ઘટે છે; પણ સાથે સાથે જે ત્યાં વાદવિવાદની ઘેલછા જાગેલી જેવાય છે તેનું માન પણ તેઓને જ ઘટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org