________________
૧૬ર ]
દર્શન અને ચિંતન તેથી શું એ લાજે પૃથ્વી ઉપરથી નિર્મૂળ કરી નાખવા? આ ઉપરથી આપણે એટલું જ કહી શકીએ કે જ્ઞાનનું ફળ મળે જ છે. પણ સાથે પૂર્વાજિંત કર્મ જે બળવાન હોય તો તે કર્મ પણ ભગવ્યા વિના છૂટતાં નથી. અસ્તુ. આ તે એક પ્રાસંગિક વાત થઈ. લાડુબહેનના જીવનના પરિણામે પાલણપુરની સ્ત્રી અને કન્યાવર્ગમાં કાંઈક જિજ્ઞાસા ઉદ્ભવી છે. નિરાલંબન વિધવા બહેનોમાં જ્ઞાનાલંબન લઈ તે ભાગે જીવન પ્રશસ્ત બનાવવાની વૃત્તિ પેદા થઈ છે. પોતાની તદ્દન દીન અવસ્થાનું ભાન પ્રકટયું છે, અને અલ્પાંશે પણ સ્વાશ્રયી વૃત્તિ જાગી છે. સૈકાઓ થયાં અટકી ગયેલું બુદ્ધિનું વહેણું ચાલુ થયેલું છે. જે એટલા અંશે એ બાઈના જીવનને પરિણામે થોડા થોડા પ્રમાણમાં પણ પ્રગટયા હોય તે એમ કેણ કહી શકે કે સ્ત્રીની કેળવણી નિષ્ફળ છે ?
લાડુબહેનના સંબંધમાં ઘણું જ લખવા જેવું છે પણ આ સ્થળે આટલું લખવું પણ વધારે જ કહેવાય. આશા છે કે આ સંક્ષિપ્ત પરિચય વાંચનાર પણ એ બાઈને પરલોકગત આત્માની શાન્તિપ્રાર્થનામાં પિતાને માનસિક ફાળે આપશે.
[ “પાલણપુર” પત્રિકાને શ્રાવણ માસના અંકમાં પં. શ્રી સુખલાલજીએ આલેખેલ. 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org