________________
સ્વ. લાડુબહેનની જીવનરેખા
[૧૧
શીખેલાં. તેઓ મુંબઈમાં જાય કે કલકત્તા, પૂના હાય કે અમદાવાદ, કાઈ સંસ્થામાં ગયાં હોય કે કુટુંબને ત્યાં તેને સ્વાધ્યાય છૂટે જ નહિ. કામ કરવું અને અભ્યાસ કરવા એ મે તેની ડાબી જમણી આંખ હતી. છેલ્લા વર્ષની ચિત્તભ્રમની સ્થિતિમાં પણ એ એ ગુણા સતત જાગતા આ લેખકે અનુભવ્યા છે. અનેકવાર મનાઈ કર્યો છતાં ઊંધ ન આવે ત્યારે લગભગ આખી રાત એસી કાંઈ ને કાંઈ વાંચતાં તેને જોયાં છે. ચિત્તભ્રમ વખતે પણ સ્મૃતિ તે અદ્ભુત હતી. ઈંગ્લિશ અને સંસ્કૃત વાંચત મારા માટે કરતાં હોય ત્યારે ધણીવાર અકલ્પના તેની જ કામ આપે. પણ આ ઉપરાંત તેએાએ ઉપરનું સાહિત્ય વાંચવાની તક પણ જતી કરી ન હતી. છેલ્લા માસમાં, આશ્રમમાં ચાલતા હિંદી કલાસમાં તે જતાં. હિંદી લેખન, વાચન અને અજ્ઞાન જોઈ શિક્ષક સુરેન્દ્રજીતે કહેવું પડેલું કે લાડુબહેન તા સ્વયં શિક્ષિકા-પદને યાગ્ય છે. સત્યાગ્રહ આશ્રમને એક પણ સ્ત્રી, પુરુષ કે બાળક એવા ભાગ્યે જ હશે જે લાડુબહેનને ન જાણતા હાય.
આટલી બધી શક્તિઓની જાગૃતિ છતાં દુર્દ વે તેએના મનમાં એક જ ભ્રમ થઈ આવ્યે અને તે એ કે મારુ જીવન નિરક છે. આ ભ્રમ એ તેઓને કાળ હતો એમ કહેવું જોઇ એ. તેએના ગુણથી મુગ્ધ થયેલાં તેનાં માત્ર કુટુમ્બીએ જ નહિ પણ તેના ગુણાનુરાગી તટસ્થ સ્નેહીએએ પણ તેની સ્મૃતિ કાયમ રાખવા કાંઈક વિચાર કર્યો છે એ ખુશીની વાત છે, સ્ત્રીજાતિનું સ્થાન અને તેને લીધે સામાજિક ગૌરવ નહિ સમજનાર કેટલાક પુરુષો અને કેટલીક અણસમજુ બહેને આવા પ્રસંગને લાભ લઈ એમ ધારે અગર કહે કે સ્ત્રીએના ભણવાથી શું? ભણીને શું ઉકાળ્યું ? જુઓને ભણ્યા પછી પણ આત્મધાતના પ્રસંગ ! તેા પછી ન ભણવું એ શું ખાટું છે? આ કથન અજ્ઞાન અને અધીરજમાંથી ઉદ્ભવે છે. તેથી શું પુરુષ જાતિમાં કાંઈ ત્રુટી કે દોષ દેખાતા જ નથી ? જો ખૂબ ભણતર છતાં પુરુષામાં કલહ, કંકાસ, મારામારી, લાભ, લાલચ અને અવિચારિતા દેખાય છે તે! એ દોષથી સ્ત્રીજાતિ અચી જ જવી જોઈએ એવી આશા રાખવી તે શું વધારે પડતું નથી ? વળી એકાદ કાઈ કિસ્સામાં સહેજ અનિષ્ટ અશ આવે તે તેને આગળ કરી કે મોટું રૂપ આપી ખીજા ષ્ટ અંશોની કિંમત ન આંકવી એ શું ન્યાયમુદ્ધિ કહેવાય?
એક ઝવેરીની દુકાનમાં કાઈ કારણસર ખાધ આવી એટલે ઝવેરાતના ધંધાના દોષ? દાક્તરી કે દેશી ઇલાજ કરવા છતાં કાઈ એક જીવી ન શકે
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org