________________
૧૬૦ ]
દન અને ચિંતન
હમેશાં ખેલવાનું. તેની સ્વાર્પણવૃત્તિ તે મેં મારી જિંદગીમાં અન્યત્ર ભાગ્યે જ જોઈ હશે. તેની ગમે તેવી કીમતી વસ્તુ પણ લેવા આવનાર માટે માત્ર વસ્તુ જ નહિ પણ કાઈ ખીમાર કે ખીજી રીતે દુઃખી હોય તે તેની તન—મન-ધનથી સેવા કરી છૂટવું એ જ એ ખાઈ ને જીવનમંત્ર. ચાલુ વર્ષોંના મે માસમાં ખરે બપોરે એક નાનું ગધેડું તદ્દન અશક્ત સ્થિતિમાં ખેતરમાં પડેલું. ત્યારે એ બહેને એક વિદ્યાર્થીને સાથે લઈ તેને ઉઠાવી છાંયડામાં મૂકી તેને ખારાક-પાણીથી ખૂબ જ સતાષવા પ્રયત્ન કરેલો, એ આ લેખકની જાણમાં છે. એકવાર પાસેના ગામ માદલપુરમાં એક બાઈ ખીમાર હાવાની અને ન ઊડી શકવાની વાત સાંભળતાં જ રાત્રિએ ત્યાં વા લઈ જવા અને આખી રાત તેની સેવામાં રહેવા તત્પર થયેલાં. કાઈ વિદ્યાર્થી કે અન્ય બીમાર પડે ત્યારે લાડુબહેનને ઊંધ હોય જ નહિ. કાં તે એ ખીમારનું માથું દુખવતાં હોય કે પગ. આ સેવાવૃત્તિ પણ તેની કાંઈ કળીયુગી નહેાતી. કળીયુગમાં સ્વજને સાથે અણબનાવ અને પરજના સાથે સ્નેહ હાવાને જે નિયમ કહેવાય છે તે આ ખાઈમાં કદીયે કાઈ એ અનુ-લબ્યા હશે એમ હું નથી માનતા. એ ખાઈ તા સસરાનું કામ હોય કે સાસુનું, જેઠાણીનું હોય કે જેનું, ભાઈઓ, ભાજાઈ કે ખીજાં ગમે તેનું ગમે તેવું કામ હાય, માત્ર કતવ્યમુદ્ધિથી તેને કરી જ છૂટે. ખરેખર એ બાઈએ વિનય, મૈત્રી અને અણુવ્રુત્તિની પારમિતા સાધેલી. પણ એ ખાઈના જીવનમાં ખીજો એક અસાધારણ ગુણ એવા હતા જે હુ જ ઓછાં. સ્ત્રી-પુરુષામાં હેાય છે. તે ગુણ જીજ્ઞાસાને-વિદ્યા મેળવવા.
અઢાર વર્ષ પહેલાંના મારા પ્રથમ પરિચય વખતે મેં એ બહેનને સંસ્કૃતના અભ્યાસ કરતાં પાલણપુરમાં જોયેલાં. આજકાલના અભ્યાસના, શારીરિક કામકાજ છેોડી આરામત્તિ શેાધવાના દોષ એ ખાઈમાં અંશ પણ્ ન હતા. ઘેરે ધરના કામમાં અને ખીજા વખતે સતત અભ્યાસ કરતાં મે જોયેલાં. તેઓની આ જીજ્ઞાસાવૃત્તિ પાલણપુરની કાડીબંધ બહેનેામાં અને લઘુ કન્યાઓમાં દાખલ થયેલી. બધી બહેનેાને એ બહેન ભણાવે, ભણવા પ્રેરે અને દુ:ખી વિધવાઓને સાચા દિલાસે પણ આપે. પાલણપુરની કન્યાશાળા એ તે વખતની બધી જૈન કન્યાશાળાઓમાંની આકર્ષક અને આદર્શ શાળા. અનેક કન્યા સંસ્કૃત ભણે, શુદ્ધ ખેાલે, અને લખે. આ બધું વાતાવરણ એ લાડુબહેનના અનુકરણનું પરિણામ હતું. લાડુબહેન તે કાવ્ય, ન્યાય, કર્મગ્રંથાદિ પ્રકરણા, હિંદી અને છેવટે થાડુ અંગ્રેજી સુદ્ધાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org