SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ તેમૂર્તિ ભગિની [૨૪]. पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः (श्वेता० ) अत्रागपि सा वक्ति । વીસથી વધારે વર્ષ થયાં હશે, મેં પ્રસિદ્ધ હિંદી પત્રિકા “સરસ્વતી'માં શ્રીમતી હેલનનું સંક્ષિપ્ત પણ અભૂત પુરષાર્થ અને પ્રતિભાનું સૂચક જીવનચિત્ર વાંચેલું. ત્યારે જ એ બહેન તરફ મારું આકર્ષણ સહજભાવે થયું. એને વિષે વધારે વિગતવાળી સ્પષ્ટ માહિતીની મારી જિજ્ઞાસા અઘપિ જાગરિત જ હતી. પણ મારા મર્યાદિત જીવન અને કાર્યક્ષેત્રમાં એને સંતોષવાની તક મને મળી ન હતી. તેટલામાં ગત મે માસમાં શ્રીયુત ગોપાલદાસભાઈએ મને એક દિવસ કહ્યું કે, વર્ધાથી મગનભાઈ પુછાવે છે કે, તેમણે શ્રીમતી હેલનની જીવનકથાને ગુજરાતી અનુવાદ કર્યો છે તે તમને અર્પણ કરવા ઇચ્છે છે, ને જે તે સ્વીકારે તે તેના પ્રારંભમાં તમે સ્વીકારરૂપે કાંઈક લખી આપે એમ પણ ઈચ્છે છે. મેં તરત જ કહ્યું, “હું એ વાંચી પછી હા ના કર્યું. જે એના વાચન પછી જરા પણ મને લખવાને મારે અધિકાર જણાશે તો અવશ્ય કાંઈક લખીશ.” મને તરત જ અનુવાદના ફરમા મળ્યા. મારું ઘણાં વર્ષ પહેલાંનું શ્રીમતી હેલન પ્રત્યેનું આકર્ષણ અને તેના જીવન વિષેની જિજ્ઞાસા એ બંને એટલાં બધાં તીવ્રપણે સજીવ થઈ ગયાં કે, તે વખતના ચાલુ લેખન અને સતત મનનકાર્યના પ્રવાહો મારા મનને બીજી દિશામાં જતાં રોકી શક્યા નહીં. કાંઈક અંશે સમશીલ જીવનકથા સાંભળતાં જ અનેક વિચારે ઊભરાયા. પણ અહીં તે મર્યાદાનુસાર ટૂંકમાં જ પતાવવું ચોગ્ય છે. અનુકૂળતા રહી તે ક્યારેક મારા પિતાના વિદ્યાવ્યવસાય વિષેની વનસ્મૃતિ લખવાની ઈચ્છા મૂર્ત થશે. મેં શ્રીમતી હેલનને “તેજેમૂર્તિ” અને “ભગિની’ એવાં બે વિશેષ આપ્યાં છે, તે સાભિપ્રાય છે. એની જીવનકથામાં પદે પદે પુરુષાર્થ અને પ્રતિભાના તેજ સિવાય બીજું કાંઈ જ દૃષ્ટિગોચર નથી થતું. એના પુરુષાર્થ અને પ્રતિભારૂપ તેજના અંબારમાં એની શરીરમૂર્તિ અદભૂત થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy