________________
૧૨૧]
દર્શન અને ચિંતન અત્યારે જરૂર નથી. ખરી રીતે મેતીભાઈ પ્રત્યેના ઊંડા આદરનું આ પ્રથમ પગથિયું કહેવાય. પછી તે પં. દરબારીલાલજીના કામથી વિદ્યાલય, વિદ્યાર્થીગણ અને કાર્યકર્તાઓ એ બધા એટલા બધા પ્રસન્ન થયા કે તેથી મારે વિદ્યાલય સાથે સંબંધ અજ્ઞાત રીતે જ ગાઢ બની ગયો-ખાસ કરીને ધાર્મિક શિક્ષણના પ્રશ્ન પરત્વે.
મને યાદ છે કે, શ્રી મોતીભાઈ શ્રી મેહનલાલ દેસાઈ અને શ્રી મોહનલાલ બી. ઝવેરી–એ બધા વિદ્યાલયમાં ચાલતા ધર્મવર્ગ પર જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે મારી સાથે છૂટથી ચર્ચા કરતા અને મારી વાત ધ્યાનથી સાંભળતા. એક અથવા બીજા કારણે ધાર્મિક અધ્યાપકને બદલવાનો કે રાખવાને પ્રશ્ન આવે ત્યારે હું જ્યાં હોઉં ત્યાં તેઓ છેવટે પત્ર લખીને પણ પૂછે અને મારા વિચાર જાણવા માગે. મારી દૃષ્ટિ પણ વિદ્યાલયના આ અંગને વધારે પુષ્ટ કરવાની પ્રથમથી જ હતી. એટલે હું પણ એમાં રસ લેતો. દરબારીલાલજી પછી લગભગ એક પછી એક છ-સાત ધાર્મિક અધ્યાપકે બદલાયા અને નિમાયા. લગભગ એ બધાની નીમણૂક વખતે મારા અભિપ્રાયનું મૂલ્ય તેઓ વિશેષ આતા એવી છાપ મારા ઉપર હજી પણ છે, તેથી કરીને હું પણ એ વિષેની મારી જવાબદારી અંગે કદી બેપરવા રહ્યો નથી એમ મારે અંતરાત્મા કહે છે. આ મિલનતંતુ દ્વારા ધીરે ધીરે મોતીભાઈ સાથે હું વિશેષ પરિચયમાં આવતો ગયો–જો કે વધારે વખત સાથે બેસવાનો કે એવો બીજો કોઈ પ્રસંગ આવ્યો જ ન હતા.
મારી પ્રથમથી જ માન્યતા હતી, અને આજે પણ છે કે, મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાએ માત્ર ધર્મતત્ત્વજ્ઞાનના શિક્ષણથી પિતાની ઈતિકર્તવ્યતા પૂરી થયેલી માનવી ન જોઈએ. હું એ બધા મિત્રોને ભારપૂર્વક કહેતે જ આવતો રહ્યો છું કે, વિદ્યાલયનું કાર્ય ત્રિવિધ હોય, કોલેજના વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ આપવાનું વાતાવરણ ઊભું કરવું અને તેને રસપ્રદ બનાવવું એ માટે તે ત્રિવિધ કાર્યક્રમ આવશ્યક છે. પહેલું તો એ કે ઓછામાં ઓછું એક સમર્થ પ્રેફેસર અને એક સમર્થ પંડિત એ બેને વિદ્યાલય પૈસાની ખાસ ગણતરી કર્યા વિના રેકે, જેથી મુંબઈ શહેરની કોઈ પણ કોલેજના વિદ્યાથીને અગર ત્યાંના નિવાસી કોઈ પણ પ્રેફેસરને જૈન પરંપરા વિષે કાંઈ પણ જાણવું હોય તે વિદ્યાલય એક જ્ઞાનપ્રણારૂપ બને અને વિદ્યાજગતમાં એવી માન્યતા બંધાય કે, જૈન પરંપરાને લગતા પ્રમાણિક અને વ્યાપક અભ્યાસ માટે મહાવીર જૈન વિદ્યાલય એ મુખ્ય ધામ છે. બીજું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org