________________
સ્મૃતિપટ,
[૧૭] આદરણીય શ્રી મોતીચંદભાઈ વિષેનાં મારાં સ્મરણે એવાં નથી કે જે વાચકને તેમના જીવન વિષેનું મારું કોઈ વિશિષ્ટ દષ્ટિબિંદુ જણાવી શકે. તેમ છતાં શ્રી જીવરાજભાઈના આદેશને અનુસરી મારાં જે આછાં કે પાંખાં મરણો છે તે સંક્ષેપમાં રજૂ કરવા ગ્ય ધારું છું.
ઈસ્વીસન ૧૯૦૪માં કાશી જૈન પાઠશાળા માટે અંગ્રેજી કઠીનું મકાન ખરીદવાનું હતું, તે અંગે કાંઈક દસ્તાવેજી કામ માટે શેઠ શ્રી વીરચંદ દીપચંદે તીભાઈને બનારસ મેકલ્યા; આ વખતે જ સર્વપ્રથમ તેમનું નામ મારી જાણમાં આવ્યું. શ્રીયુત કુંવરજીભાઈનું નામ તે જાણતો જ; તેમના આ ભત્રીજા છે ને વકીલાતનો અભ્યાસ કરે છે એટલી જાણથી તેમના પ્રત્યે મને કાંઈક ઢળ્યું, પણ અમે મળ્યા ન હતા. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયા પહેલાં જ પ્ર. યાકોબી ભારતની સાહિત્ય-યાત્રા સમાપ્ત કરી મુંબઈનો કિનારો છોડવાના હતા. તેમના વિદાયમાન વખતે શ્રી મેતીચંદભાઈનું અંગ્રેજીમાં ભાષણ સાંભળ્યું–જે કે હું તે વખતે અંગ્રેજી સમજ નહીં. આ તેમને પ્રથમ સ્વર–પરિચય. ડો. બાલાભાઈ નાણાવટીને પ્રમુખપદે મળેલ મુંબઈ કોન્ફરન્સ પછી તરત જ હું ભાવનગર ગયો હતો. શ્રીયુત કુંવરજીભાઈ સાથે કર્મશાસ્ત્રીય તત્ત્વોની ચર્ચા–વાર્તા કરવાનો ઉદ્દેશ હતો. દાદા સાહેબની બોર્ડિગમાં કેટલાક મિત્રોએ શ્રી મતીભાઈને ચા–પાણી માટે આમંત્રેલા. તે વખતે તેમનું ગુજરાતી ભાષણ પ્રથમ જ સાંભળ્યું. રાત્રે શ્રી જૈનધર્મ પ્રસારક સભામાં નિયમિત રીતે હું શ્રી કુંવરજીભાઈ સાથે બેસતો ને મોડે સુધી જુદી જુદી શાસ્ત્રીય ચર્ચાઓ ચાલતી. એક દિવસે “વિશેષાવશ્યકભાષ્યની અમુક ચર્ચા પ્રસંગે શ્રી મોતીભાઈને ઉદ્દેશી શ્રી કુંવરજીભાઈએ કહ્યું કે-સાંભળો, આ દાર્શનિક ચર્ચા. તેઓ જે કે બીજા વાચનમાં મગ્ન હતા એમ મને લાગ્યું, છતાં પિતાના કાકા પ્રત્યેના બહુમાનથી કે તત્વચર્ચાના રસથી તેઓ સીધી રીતે મારી સાથે થોડીક વાતચીતમાં ઊતર્યા, પણ મને હજી એમ જ લાગતું કે અમે અને એક બીજાથી બહુ દૂર છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org