________________
દર્શન અને ચિંતન ન હતું, તેથી તેઓ અનશન દ્વારા સમાધિ-મરણ સાધવાનો નિશ્ચય ઉપર આવ્યા હતા પણ તેઓ એવા સ્થાન અને એવી પરિસ્થિતિની શોધમાં હતા કે જ્યાં અનશન લેવાથી સમાધિ-મરણ સધાય અને સાથે જ આડંબર કે વ્યર્થ વ્યયથી મુક્ત રહી શકાય. આવા સ્થાનની શોધ ચાલતી જ હતી ત્યાં અનુકૂળ સોગ લો.
ગયા જુલાઈ માસના અંતમાં જ્યારે મેં કૌશાંબીઓને દેહરીધાટ વિષે વાત કરી અને કહ્યું કે હું ત્યાં જવાનો છું ત્યારે તેમણે પણ જે હું જાઉં તે એકવાર આવવાની ઈચ્છા દર્શાવી. દેહરીઘાટ એ કાશીથી ૫૦૬૦ માઈલ દૂર આવેલ એક સરયૂનદીનો પ્રસિદ્ધ ઘાટ છે અને ત્યાં જવાનું મારું આકર્ષણ મુખ્યપણે સ્વામી સત્યાનંદજીને લીધે હતું. સ્વામીજી મૂળે એ પ્રદેશના બ્રાહ્મણ અને આર્યસમાજી, પણ પાછળથી લાલા લજપતરાયદ્વારા સ્થાપિત લેક-સેવક–સમાજના આજીવન સભ્ય થયેલા. તેઓ ગ્રેજયુએટ છે અને સ્વભાવથી જ સેવાની જીવિત મૂર્તિ છે. તેમણે તે ઘાટ ઉપર સ્થાપેલ હરિજન-ગુરુકુળ” એક પ્રાણવાન સંસ્થા છે, જેમાં યુ. પી. જેવા કટ્ટર જાતિભેદવાળા પ્રદેશના કેટલાક બ્રાહ્મણો કોઈ પણ જાતના ભેદભાવ સિવાય હરિજનો સાથે રહે છે. સ્વામીજીની અનેકવિધ પ્રવૃત્તિમાં એક મુખ્ય પ્રવૃત્તિ ગામડાંઓમાં ચરખા ચલાવવાની અને સ્વાવલંબી ખાદી–ઉત્પાદનની છે. હું સ્વામીજીને પહેલેથી જ જાણતે. હમણું તેઓ જેલમાંથી છૂટી ૧૯૪૨ માં પોલીસોએ બાળી તેમ જ નષ્ટભ્રષ્ટ કરી નાખેલ ગુરુકુળના પુનરોદ્ધાર-કાર્યમાં પરોવાયા હતા. મને એ વિષે રસ હોઈ ત્યાં એકવાર જવું પસંદ હતું. સ્વામીજી પણ કાશી મારે ઉતારે આવેલ હતા. એમ તો કૌશાંબીજી પણ સ્વામી વિષે ડુંક જાણતા; પણ જ્યારે મેં બન્ને વચ્ચે વિશેષ પરિચય કરાવ્યો ત્યારે કૌશાંબીજી તેમની સાથે જવા લલચાયા. હું કેટલાંક બીજાં કારણસર તે વખતે સાથે જવા અશક્ત હો, તોપણ સ્વામીજીના આશ્વાસનથી કૌશાંબીજી તે તેમની સાથે દેહરીઘાટ ગયા જ. ત્યાં જઈ જોયા પછી ઠીક લાગે તો તેઓ અનશન લેશે એમ તે તેમની વાતચીત ઉપરથી હું જાણતા જ હતો. એ પ્રસંગે પરિચય અને સેવાનો પૂરત પ્રબંધ કરવાની ચિંતા મને હતી જ. સ્વામીજીને તેમના સહકાર્યકર્તા અને ત્યાં રહેતા હરિજન વિદ્યાર્થીઓ ઉપર ભરોસો તે હતો જ, પણ કોઈ જાણી અંગત સેવાભાવી માણસ સાથે જાય અને રહે એ અમને બધાને ઈષ્ટ હતું. દેવયોગે એ પણ સુયોગ સાંપડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org