________________
અર્થ :
[૭૯ સ્થાનની પસંદગીમાં તેમની મુખ્ય શરત એ હતી કે જ્યાં તેઓ સંલેખના શરૂ કરે ત્યાં દર્શનાર્થીઓની ધમાલ ન રહે, કોઈ જાણે નહિ, અને એમની એવી પણ ઈચ્છા હતી કે મરણ પછી કોઈપણ જાતનો આડંબર કરી ધનશક્તિ કે જનશક્તિ ન વેડફવી. મને તે ત્યાં લગી કહેલું કે મૃતશરીર બાળવા માટે કર જોઈ તે લાકડાંને ખર્ચ ન કરતાં તમે બધા એને જમીનમાં જ દાટજે અગર જળપ્રવાહમાં વહેવડાવી દેજે. આ વિચારે પાછળ એમને હૈયે ગરીબ પ્રત્યેની લાગણું વસેલી હતી. તેઓ ઈચ્છતા કે તેટલે ખર્ચ ગરીબોને મદદ કરવામાં થાય. એમ લાગે છે કે બુદ્ધ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિએ તેમને બુદ્ધના જીવનમાંથી જાતે દુઃખ વેઠી બીજાનું ભલું કરવાની કરુણવૃત્તિને સંસ્કાર અર્યો હોય. ગમે તેમ છે છતાં તેમણે જીવન-વિલોપનને નિશ્ચય તે કરી જ લીધું હતું અને તે પણ મારણાનિક સલેખના દ્વારા.
વ્યક્તિગત દૃષ્ટિએ જીવનશુદ્ધિ માટે પ્રયત્ન કરી સંતોષ મેળવ્યું હોય અને સામુહિક દૃષ્ટિએ સંધ પ્રત્યેનાં કર્તવ્ય બજાવી કૃતાર્થતા સિદ્ધ કરી હોય એવો સાધુ અમુક પરિસ્થિતિમાં સમાધિ-મરણની દૃષ્ટિએ આજીવન અનશન કરે એવું જે અતિ જૂનું જૈન વિધાન છે અને જે આજે પણ જૈન પરંપરામાં ક્યારેક ક્યારેક જીવતું જોવામાં આવે છે તે વિધાન કૌશાંબીજીને બહુ ગમી ગયું અને પિતાના નિશ્ચય માટે ઉપયોગી લાગ્યું, તેથી તેઓ જ્યારે જીવનાન્તના નિર્ણય વિષે વાત કરતા ત્યારે જેનપરંપરાના મરણાન્તિક “સંથારા”નું હૃદયથી સમર્થન કરતા. મેં અનેક વર્ષો લગી તેમને મોઢેથી જૈન ઉગ્ર તપસ્યાને સખત વિરોધ સાંભળેલું અને હવે જ્યારે તેઓ મરણાન્તિક સંથારા જેવી જૈન ઉગ્ર તપસ્યાનું સમર્થન કરતા ત્યારે પ્રથમ કરતાં તેમના વલણમાં પડેલે ફેરફાર હું સ્પષ્ટ જોઈ શકતા, છતાં એ વિષે કાંઈ બોલતો નહિ અને તેઓ કહે તે મૂંગે મોઢે સાંભળ્યા કરતા. મને કૌશાંબીએ છેલ્લાં વર્ષોમાં અનેકવાર કહ્યું, કે “મહાવીરસ્વામીની તપસ્યા પણ ઘણીવાર ઉપયોગી છે.” તેઓ અનશન કરવા તો ઈચ્છતા પણ સાથે જ કેટલાક સુધારા તેમાં દાખલ કરવા વિશે પણ કહેતા. સ્થાનક્વાસી સાથ્વી રંભાકુમારીએ અનશનપૂર્વક દેહોત્સર્ગ કર્યાને દાખલ તેમની સામે હતે. એવું અનશન કૌશાંબીજીને પસંદ હતું; પણ એવા અનશન-પ્રસંગે જે ધમાલ થાય છે, જે દર્શનાર્થીઓની ભીડ જામે છે, જે દૂર-દૂરના યાત્રીઓથી લદાયેલી ટ્રેને આવ-જા કરે છે અને જે આગળપાછળ બેસુમાર પૈસા અવિવેકથી વેડફવામાં આવે છે તે કૌશાંબીજીને જરાય પસંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org