________________
૭૮ ]
દર્શન અને ચિંતન
*
<
રીતે હસતે માટે જન્મ્યા, હસતે માટે આખી જિંદગી ગાળી, તેવી જ રીતે પ્રસન્ન ચિત્તે કાઈના ઉપર ભાર નાખ્યા સિવાય મૃત્યુને ભેટવા માગે છે. તેએ મને કહેતા, 'કે ' જુઓને શિવપ્રસાદ ગુપ્તા કેવી રીતે બેભાન દશામાં બિસ્તરે વર્ષો થયાં પડ્યા છે અને તેમની શારીરિક હાજતા માટે પણ અનેક નેકરાને કેવું શકાવું પડે છે! તેઓ એમ પણ કહેતા કે, · પતિ માલવિયજી જેવા પણ અતિ લાંખા જીવનથી કેટલું દુઃખ અનુભવે છે?' બૌધ્રથા અને ખીજાં શાસ્ત્રોમાંથી તેઓ અનેક ઉદાહરણા ટાંકી મને કહેતા કે, ' જુઓ ! પાકું પાન ખરી પડે તે રીતે પ્રાચીન સતા અને તપસ્વીઓ વૃદ્ધાવસ્થામાં ખરી પડતા. જીવનનેા અંત બહાદુરીથી કરતા, મૃત્યુથી ન ડરતા અને કવ્ય કર્યાંના સંતોષ મેળવ્યા પછી તે જીવવા માટે તડિયાં ન મારતા. તેથી હું પણ વીરતા, સ્મૃતિ અને જાગૃતિપૂર્વક મૃત્યુને ભેટવા ઇચ્છું છું. ' હું બધું સાંભળી ચૂપ રહેતા; અને બચાવની લીલામાં ન ઊતરતા. કયારેક કયારેક મારાં ધર્માંગિની મેાતીબહેન જીવરાજ જેમના ઉપર કૌશાંબીજીની અહુ શ્રદ્ધા હતી
તે પોતાની દલીલે કૌશાંબીજી સામે આદરપૂર્વક પણ ભારપૂર્વક વહેતી મૂકતાં છતાં હું જોઈ શકતા કે કૈાશાંખીજીના વલણમાં કાંઈ ફેર ન પડતો.
જીવનનો અંત કરવાની ઉગ્ર વૃત્તિએ તેમને જૈતાના ચિરપ્રચલિત સંસ્થારાત્રત પ્રત્યે વાળ્યા. કૈાશાંખીજી કાયરતાપૂર્વક મૃત્યુને ભેટવા ઇચ્છતા નહિ તેથી તેમને તત્કાળ મરણને શરણ થવાના સહેલા રસ્તા પસંદ ન હતા. તેમની નસેનસમાં પૈતૃક વીરતાના સંસ્કારા હતા. એ જ વીરતાને લીધે તેઓ ૧૯૩૦ની સત્યાગ્રહની લડાઈના અનુસંધાનમાં જેલવાસ પણ કરી આવેલા, એ જ વીરતાને લીધે તેમણે સારનાથની અસહ્ય ભૂતાદિવસેમાં એક કપડાની એથે બેસી ધ્યાનને અભ્યાસ કરેલા. એ જ વીરતાને લીધે તેઓ બ્રહ્મદેશનાં જંગલામાં ભયાનક ઝેરી જંતુઓ વચ્ચે એકલા રહી સમાધિમાનો અભ્યાસ કરવા ગયેલા. એમના પ્રત્યેક જીવનકાર્યમાં વીરતા ભારાભાર દેખાતી. ગમે તેવા મેાભાદાર વિદ્વાન કે શ્રીમંતા હાય અને તે કાંઈ ખાલવામાં ભૂલે તે કૌશાંખીછ નાની કે મેટી કાઈ પણુ પરિષદમાં તેની ખબર લીધા વિના રહી જ ન શકતા. મેં એવા અનેક પ્રસંગેા જોયા છે.
એમની વીરતાએ એમને સૂઝયું કે તું મૃત્યુને ભેટ પણ મરણાન્તિક સલેખના જેવી તપશ્ચર્યાંના માર્ગે જ મૃત્યુને ભેટ. કૌશાંખીએ આવી સલેખનાના વિચાર તે મને એ એક વર્ષ પહેલાં જ કહેલા, પણ તે તે માટે યોગ્ય સ્થાન શોધતા. અને મને પણ તેવા સ્થાન માટે પૂછતા. એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org