________________
[૭૭ છેલ્લે છેલ્લે કૌશાંબીએ બે પુસ્તકો મરાઠી ભાષામાં લખી મને સેપ્યાં ને કહ્યું કે આની ઘટે તે વ્યવસ્થા કરે. એક પુસ્તક “પાર્શ્વનાથને ચતુર્થીના ધર્મ” ઉપર છે. જેમાં એમની પાર્શ્વનાથ પ્રત્યે ભારોભાર શ્રદ્ધા ઉભરાય છે; અને બીજું પુસ્તક “બધિસત્વ” વિષે છે. એ નાટક રૂપે લખેલું છે અને બૌદ્ધ વાડુમયના આખી જિંદગી સુધી કરેલા પરિશીલનનું ગંભીર દેહન છે. એમની સંમતિથી મેં એ લખાણો મુંબઈ શ્રી નાથુરામ પ્રેમીજીને ઘટતી સુચના સાથે ગયા વર્ષમાં કાશીથી મેકલાવી આપ્યાં છે.
છેલ્લાં બે-ત્રણ વર્ષ થયાં કૌશાંબીજી જ્યારે મળતા ત્યારે એક માત્ર જીવનાન્તની જ ચર્ચા કરતા. તેઓ કહેતા કે “મેં મારું કામ પૂરું કર્યું છે. લખવાનું બને તેટલું લખ્યું છે. મળ્યા તે પાત્ર છાત્રોને શીખવવામાં પણ કચાશ રાખી નથી. છોકરા-છોકરીઓને પૂરતું શિક્ષણ આપ્યું છે અને સ્વાવલંબી બનાવ્યાં છે. તે પછી હવે વધારે જીવી મેઘવારીમાં ઉમેરે શા માટે કરે ? અને વધારે ઘડપણ ભોગવી, બિસ્તરે પડી અનેક લેકેની સેવાશક્તિને નકામે ઉપયોગ શા માટે કરવો ? તેથી હવે જીવનને અંત કરે એ જ મારી ચિંતાનો વિષય છે. ક્યાદિ. તેમના આ વિચારે સાંભળી અમે બધા પરિચિતે અકળાતા અને કહેતા કે “તમારા જીવનને, તમારી વિચારણાઓનો રાષ્ટ્રને બહુ ખપ છે. અને ભલે તમને સિત્તેર જેટલાં વર્ષ થયાં હોય છતાં તમે અમારા કરતાં બહુ સશક્ત છો.કેટલાક મિત્રોએ, ખાસ કરી જૈન મિત્રોએ તેમને ત્યાં રહે ત્યાં ખર્ચ આપવાનું શ્રદ્ધાપૂર્વક આશ્વાસન આપેલું. કૌશાંબીજીના એકના એક પુત્ર છે. દાદર કૌશાંબી પણ પિતૃભક્ત છે. તેઓ પણ પિતાના પિતા માટે બનતું બધું કરી છૂટવા તૈયાર જ હતા. એમની જ્યેષ્ઠ પુત્રી માણેકબહેન અને જમાઈ ડો. પ્રસાદ પણ કૌશાંબીજી માટે બધું જ કરી છૂટે તેવા હતા. કૌશાંબીઝનાં વૃદ્ધપત્ની પણ સેવામૂર્તિ છે. એમના અંગત કુટુંબ ઉપરાંત દરેક પ્રાંતમાં એમને જાણનાર અનેક વિદ્વાન અને ધનિકે એમના જીવનની સક્રિય કાળજી સેવતા તેનો પણ હું સાક્ષી છું અને છતાંય કૌશાંબીજીની જીવનાત કરવાની વૃત્તિ કેમે કરી શમી નહિ. તેમનામાં આવી વૃત્તિ કેમ જન્મી તે તે પૂર્ણ પણે કહી ન શકું છતાં તેઓ પિતાની વૃત્તિના સમર્થનમાં જે કેટલાક આધુનિક અને પુરાતન દાખલા ટાંકતા તે ઉપરથી હું એટલી જ કલ્પના કરી શકો કે કૌશાંબીજી ઘડપણનો ભાર કોઈ પણ ઉપર નાખવા માગતા. નથી અને પગ ઘસીને પરાણે જીવન પૂરું કરવા ઈચ્છતા નથી. તેઓ જેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org