________________
૭૬]
દર્શન અને ચિંતન સહમત થયા અને પિતાના સુધારા સાથે તેમણે એક નિવેદન પ્રગટ કર્યું. તેને આશય એ હતો કે તેમનું વિધાન નિષ્પક્ષ પંચ તપાસે. એ પંચમાં હાઈ કોર્ટના સંસ્કૃત ન્યાયાધીશ હોય અને તે ગુજરાતી જ હોય. પંચ જે ફેંસલે આપે તે બંને પક્ષને માન્ય રહે. કૌશાંબીજના આ નિવેદન પછી આગળ આંદોલન ચાલ્યું હોય તે તે હું નથી જાણતા. જ્યારે ચોમેર કૌશાંબીજીની વિરુદ્ધ આંદોલનનો દાવાગ્નિ સળગી રહ્યો હતો ત્યારે કૌશાંબીજી તેમના સ્વભાવ પ્રમાણે વિનોદમાં ક્યારેક કહેતા કે અહિંસક જેને મારી હિંસા તે નહિ કરે ને ? આ સાથે જ કૌશાંબીજી કહેતા કે ગમે તેમ હોય છતાં હું જૈનોને મારા પ્રત્યે પ્રેમ એ જ જેઉં . મને આમંત્રણ નિમંત્રણ આપનારાઓમાં મોટે ભાગ જેનોને જ છે. મને મદદ કરનાર પણ મોટે ભાગે જૈનો જ છે, અને મારી સામે વિરોધ કરનાર પણ જેનો મને ખૂબ મળે છે, ચાહે છે અને સત્કારે છે. ત્યારે હું તેમને એટલું જ કહેતો કે જૈનેનું આંદોલન પણ અહિંસક જ હોય છે. કૌશાંબીજીએ શ્રી જુગલકિશોર બિરલાના આશ્રયનો ત્યાગ કર્યા પછી ફરી તેમની કોઈ પણ જાતની મદદ સ્વીકારી નહિ. જ્યારે જૈન સમાજને ઠેઠ સુધી ઉગ્ર વિરેધ હોવા છતાં તેમણે જૈન મિત્રોની અનેકવિધ મદદ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારી છે તેને હું સાક્ષી છું. એનું એકમાત્ર રહસ્ય એ જ છે કે કૌશાંબીજી બુદ્ધના ઉપદેશને અનુસરવા મથતા અને એમ માનતા કે બુદ્ધ એ અસાધારણ વિભૂતિ છે છતાં તેમને વારસો તે જૈન તીર્થંકર પાર્શ્વનાથના ધર્મને જ મળ્યો છે. કૌશાંબીજી ઘણીવાર કહેતા કે “હું શ્રમણ-સંસ્કૃતિમાં માનું છું. એને જીવનમાં ઉતારવા મથું છું. એ શ્રમણ-સંસ્કૃતિને ઐતિહાસિક મૂળ આધાર ભગવાન પાર્શ્વનાથ છે.” પાર્શ્વનાથ પ્રત્યે એમની જે અનન્ય નિષ્ઠા મેં જોઈ છે તે પરંપરાગત જેને કરતાં જુદી જ હતી. જૈન પરંપરાના ઉગ્ર તપ આદિ કેટલાક મુદ્દાઓ વિષે તેમનું વલણ નોખું હતું એ ખરું, પણ જૈન પરંપરાના મૂળભૂત આચારે વિષે તેમની જીવંત શ્રદ્ધા હતી. એ શ્રદ્ધા તેઓ જૈનોની પરિભાષામાં અને જૈન રુઢિઓ દ્વારા પ્રગટ કરી ન શકતા એટલે રુદ્ધ અને સ્થળ સંસ્કારવાળા જેને તેમને જૈનવિરોધી લેખી કાઢતા. કૌશાંબીજીને સાચી સમજવાની દષ્ટિ, એમને વિકાસ કઈ ભૂમિકા ઉપર થયે છે એ જાણવામાં જ રહેલી છે, છતાં મને નોંધ લેતાં એકંદર આનંદ થાય છે કે બીજી કોઈ પણ પરંપરા કરતાં જૈનપરંપરાએ તેમને વધારે અપનાવ્યા અને સત્કાર્યા છે. આ બાબત કૌશાંબીજના ધ્યાન બહાર ન હતી તેથી જ તેઓ હમેશાં જૈન મિત્રોની ઉદારવૃત્તિ વિષે અને પિતાને નભાવી લેવા વિષે પ્રશંસાના ઉદ્ગારો કાઢતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org