________________
૭૨ ]
દર્શન અને ચિંતન
'
>
શ્રી. શિવપ્રસાદ ગુપ્તાએ કાશી વિદ્યાપીઠમાં કૌશાંબીજી માટે તેમની જ સૂચના પ્રમાણે નાનકડું પણ સગવડયું મકાન આંધી આપેલું. તેમાં રહી કૌશાંખીજીએ · અહિંસા આણિ સંસ્કૃતિ એ પુસ્તક લખેલું. મેં તેમને પહેલેથી જ કહેલું કે આ પુસ્તક પૂરું થાય કે સ્થાનાંતર કરવું અને જોવું કે બહુ ચાહકા પણ એને પ્રગટ કરે છે કે નહિ ? તેમણે એમ જ કર્યું. શેઠ નુગલકિશાર બિરલા જેવા પૈસાદાર છે તેવા જ દાની અને ઉદાર છે. હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે તેમની અનન્ય નિષ્ઠા જાણીતી છે. બિરલાજી જ એક એવા છે કે જેમણે હિન્દુ પર’પરામાં ઔદેશને સંમિલિત કરી લેવાના સવ પ્રયત્ન કર્યાં છે. બિરલાજી જેટલા ગીતાભક્ત તેટલા જ ખૌથેના ભક્ત છે. બૌધ્ધગ્રંથેાના હિન્દી અનુવાદે રસપૂર્વક વાંચે અને સારનાથ જેવા વિશ્વ વખ્યાત બૌધ્ધતીમાં એકાન્તમાં બેસી તે ઉપર મનન પણ કરે છે, એટલું જ નહિ પણ તેમણે કલકત્તા, દિલ્હી અને હિન્દુ યુનિવર્સિટીમાં બૌધ્ધશાસ્ત્રના અધ્યયન મોટે તેમ જ બૌધ્ધ મંદિર અને ધર્મશાળા માટે અનેકવિધ એટલા માટે ખર્ચ કર્યાં છે અને હજી કરે છે કે તે જાણનાર જ બિરલાજીની હિન્દુસ્તાનમાં ક્રી ઔદ્ધ – પરંપરા પ્રતિષ્ટિત કરવાની ધગશ જાણી શકે. આવી વૃત્તિ ધરાવનાર શ્રીયુત જુગલકિશોર બિરલાએ મુંબઈ-પરેલમાં એક બૌદ્ધ-વિહાર બંધાવી આપ્યા ને તેમાં કૌશાંબીજીને રહેવા તેમ જ કામ કરવાની સગવડ કરી આપી. કૌશાંબીજી ગરીબ અને દલિત જાતિઓની સેવા કરવા ઇચ્છતા, તેથી તે એ વિહારમાં રહ્યા અને તેમણે તેનું ' બહુજન વિહાર ' એવું નામકરણ કર્યું. બહુજન ' શબ્દની પસદગી તેમણે પાલી-ગ્રંથાને આધારે કરેલી, જેને આધુનિક ભાષામાં સાધારણ જનતા અથવા લેાકસમાજ એવા અર્થ થઈ શકે. કૌશાંબીજી એ વિહારમાં રહી પરેલના લત્તામાં વસતા મજૂરા અને હરિજનૅામાં સંસ્કાર સિંચવાનું કામ કરતા. કૌશાંબીજીના એ કાય માં અનેક જૈન ગૃહસ્થાના આર્થિક તેમ જ ખીજા પ્રકારના સક્રિય સહયોગ હતા. આવુ સેવામય વાતાવરણ જામેલું, છતાં તેમાં પેલા · અહિંસા બાળ સંòતિ ’-એ પુસ્તકે વિશ્ર્વ ઉપસ્થિત કર્યું. કૌશાંબીજીએ જ્યારે જાણ્યું કે ઉક્ત પુસ્તકમાં તેમણે કરેલ ગીતા આદિ વૈદિક ગ્રન્થાની નિર્દય સમાલાચનાથી બિરલા સહેજ નારાજ થયા છે ત્યારે તેમણે એ વિહારને જ છેડી દેવાનું પસંદ કર્યું. જો કે બિરલાજીની એવી કાઈ વૃત્તિ ન હતી. અને પાછળથી કૌશાંબીજીને તેમણે કહેલું પણ ખરું કે ' તમે બહુજન વિહાર શા માટે છેડયો ? તમે ત્યાં રહે એમ હું ઇચ્છું છું' પણ કૌશાંબીજી મને કહેતા કે, તેઓ ગમે તેટલા ભલા અને ઉદાર હેાય છતાં જો મારા લખાણથી તેમની સાંપ્રદાયિક લાગણી
k
<
Jain Education International
For Private & Personal Use Only
ܕ
www.jainelibrary.org