________________
[ ૪૧
અર્થ વૃત્તિ વધુ છે તે પ્રજ્ઞાવાન છે. દેશમાં જેટલા સતે થયા તેમનાં જીવન વિનોબાજીએ વાંચ્યાં, વિચાર્યા અને અનુભવ્યાં. એ જ તેમની પ્રજ્ઞા છે. અને એ પ્રજ્ઞામાંથી ભૂદાનને વિચાર આવ્યો છે.
અહીં જે બહેનોએ પિતાના અનુભવોની વાત કરી તે બહુ સહજ, સુસ્થિત અને હૃદયસ્પર્શી હતી. યુનિવર્સિટીઓની વકતૃત્વ-સ્પર્ધાઓમાં જેઓ ભાગ લે છે તેમાં પણ આવી સહજતા નથી આવતી. એ ક્યાંથી આવે છે? માણસ કામ કરવા જાય છે, બુદ્ધિ અને મન જાગૃત રાખે છે, તે આપોઆપ જ એ ઝરે પ્રગટે છે. ગાંધીજીએ સ્ત્રીશક્તિ જાગૃત કરી તે પછી બહેનેમાં ધારાસભા વગેરેમાં જવાની પ્રવૃત્તિ વધી. વિનોબાજીએ પાછો જુદે રસ્ત લીધે. તેમાં બહેને આજે આગળ આવી રહી છે. ભૂદાન શું છે?
તમને આ કામ કરવાની જે તક મળી છે, તેથી ગાંધીજીના રસ્તે ચાલવાને અવસર પ્રાપ્ત થયું છે. આથી ચડિયાત આનંદ કદાચ બીજે ન હોઈ શકે. વિનોબાજી કહે છે કે, “હું બુદ્ધને ખભે ચડ્યો છું” તેમાં કેટલી નમ્રતા છે ! જૂના વખતમાં છોકરાઓ ભવાઈ અને રામલીલા જોવા જતા ત્યારે તેઓ તે જોઈ ન શકે માટે વડીલે તેમને પોતાના ખભા પર બેસાડતા. ખભે ચડવાથી બાળક બાપ કરતાં ઊંચે જાય છે અને તે બાપના આધારે. તેમ જૂનાના આધારે વિનબાજી ભૂતકાળમાં જે કાંઈ થયું છે તેના કરતાં ઊંચી ભૂમિકાએ કામ કરી રહ્યા છે–પણ તે પિતાની દૃષ્ટિએ.
ભૂદાન શું છે? પૈસાથી જે થતું નથી તે ભૂમિથી થાય છે. પૈસો ગજવામાં હોય તે તેની ચિંતા રહે છે. રાત દિ' સંભાળ રાખવી પડે છે. ભૂમિમાં આવું છે? ના. ભૂમિ તો એક એવી નક્કર વસ્તુ છે કે કપડાં, અનાજ, પૈસા વગેરે બધું પેદા કરે, છતાં તે તેવી ને તેવી કુંવારીની કુંવારી રહે..પરણેલી ને કુંવારી ! માણસને ભૂમિ પર મમત્વ શા માટે રહે છે ? આ જ કારણે કે એ સ્થિર છે. જૂના વખતમાં બાપ-દાદાઓ ભૂમિ પર વધુ ભાર મૂકતા અને પિતાનાં સંતાનો માટે જે કંઈ બચાવે તે ભૂમિ રૂપ બચાવતા, જેથી તેઓ શ્રમ કરીને સાચી મૂડી સાચવી રાખી શકે. આપણે ત્યાં સાધુ-સંન્યાસીને દાન દેવાની પ્રથા ચાલી આવી છે. તેને ખાવાનું દઈએ તે આરેગી લે છે અને કપડું પહેરી લે છે. પણ જે તેને દાનમાં અન્ન કે કપડાને બદલે ભૂમિ આપે તો તેને મહેનત કરવી પડશે, કાં તે બીજા પાસે કરાવવી પડશે, નહીંતર કશું જ નહીં પાકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org