________________
દર્શન અને ચિંતન બહાર અન્ય ધર્મોને અવલંબી ખાસ ચર્ચા કરી ન શકું. હું પોતે સ્વતંત્ર દૃષ્ટિથી એમ મક્કમપણે માનું છું કે ગાંધીજીના જીવનમાં ઊગેલે, વિકસેલ અને વ્યાપેલે ધર્મ એ કઈ આ કે તે સંપ્રદાયને ધર્મ નથી. પણ તે બધા સંપ્રદાયોથી પર અને છતાં બધા જ તાત્વિક ધર્મોના સારરૂપ છે કે જે તેમના પિતાના વિવેકી સાદા પ્રયત્નથી સધાયેલ છે.
- ગાંધીજીને ધર્મ કઈ એક સંપ્રદાયમાં સમાત નથી, પણ એમના ધર્મમાં બધા સંપ્રદાય સમાઈ જાય છે, આ વિધાનને મધુકર દષ્ટાંતથી વધારે સારી રીતે સમજાવી શકાય. આંબલી અને આબા, બાવળ અને લીંબડ, ગુલાબ અને ચંપ જેવા એક બીજાથી વિરુદ્ધ રસ અને ગંધવાળાં પુષ્પ અને પત્ર ઉત્પન્ન કરનાર વક્ષે જ્યાં હોય ત્યાં ભ્રમર એ બધાંમાંથી જુદે જુદે રસ ખેંચી એક મધપૂડો તૈયાર કરે છે. મધુપટલની સ્થૂળ રચના અને તેમાં સંચિત થતા મધુરસમાં તે દરેક જાતનાં વૃક્ષોના રસનો ભાગ છે પણ તે મધ નથી હતું. આંબલીની પેઠે ખાટું કે આંબાની પેઠે ખાટું તૂરું. તે નથી હોતું લીંબડા જેવું કડવું કે નથી હોતું બાવળના રસ જેવું. તે નથી હોતું ગુલાબના રંગ કે સ્વાદવાળું અગર તે ચંપાના રંગ કે સ્વાદવાળું. મધ એ ત્યાં રહેલી વૃક્ષ-વનસ્પતિની સામગ્રીમાંથી નિષ્પન્ન ભલે થયું હોય પણ તેમાં મધુકરની ક્રિયાશીલતા અને પાચનશક્તિનો ખાસ હાથ હોય છે. મધુકર ન હોય અને બીજા કોઈ યંત્રથી કે બીજી રીતે તેમાંથી રસ ખેંચે તે તે બીજું ગમે તે હશે, છતાં તે મધુર તે નહિ જ હોય. જો કે એ મધ વિવિધ વૃક્ષ-વનસ્પતિઓના રસમાંથી તૈયાર થયેલું છે છતાં મધની મીઠાશ કે તેનું પથ્યપોષક તત્ત્વ એ એક વનસ્પતિમાં નથી. વિવિધ વનસ્પતિ–રસ ઉપર મધુકરની પાચક-શક્તિઓ અને ક્રિયાશીલતાએ જે અસર ઉપજાવી તે જ મધુરૂપે એક અખંડ સ્વતંત્ર વસ્તુ બની છે. તે જ રીતે ગાંધીજીના જીવનવહેણમાં જુદા જુદા ધર્મોતે ભલે આવીને મળ્યા હોય, પણ તે બધા તે પિતાનું નામરૂપ છોડી તેમના જીવનપટલમાં મધુરતમ રૂપે એક નવીન અને અપૂર્વ ધર્મસ્વરૂપમાં ફેરવાઈ ગયા છે. કારણ કે ગાંધીજીએ તે તે ધર્મનાં તત્વે પિતાના જીવનમાં ઉધાર લીધેલાં નથી કે આગંતુક તરીકે ગઠવ્યાં નથી. પણ એમણે એ તને પિતાના વિવેક અને ક્રિયાશીલતાથી જીવનમાં પચાવી તેમાંથી પરસ્પર કલ્યાણકારી એક નવું જ ધાર્મિક દૃષ્ટિબિંદુ નિપજાવ્યું છે. ગાંધીજી વેદોને માનશે પણ વેદાનુસારી ય નહિ કરે. તેઓ ગીતાને સાથ નહિ છોડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org