________________
અય,
દરેક ધાર્મિક સમાજના અનુયાયીઓના સામાન્ય રીતે ત્રણ વર્ગ છે. પહેલે વર્ગ કટ્ટરપંથીઓને, બીજે દુરાગ્રહ ન હોય એવાઓને અને ત્રીજો તત્ત્વચિંતકેને. જૈન સમાજમાં પણ વત્તેઓછે અંશે આવા ત્રણ વર્ગો છે જ. જેમ કેઈ કટ્ટર સનાતની, કટ્ટર મુસલમાન કે કદર ક્રિશ્ચિયન ધર્મ તરીકે પિતે માનતા હોય તેવા પિતાપિતાના ધર્મના આચાર, વ્યવહાર કે માન્યતાના ઓખાને અક્ષરસઃ ગાંધીજીના જીવનમાં ન જોઈ નિશ્ચિતપણે એમ માની જ લે છે કે ગાંધીજી નથી ખરા સનાતની, ખરા મુસલમાન કે ખરા ક્રિશ્ચિયન. તેવી જ રીતે કટ્ટર જૈન ગાંધીજીના જીવનમાં જૈન આચાર કે જૈન રહેણુંકરણનું બેખું અક્ષરસઃ ન જોઈ પ્રામાણિકપણે એમ માને છે કે ગાંધીજી ભલે ધાર્મિક હેય પણ તેમના જીવનમાં જૈન ધર્મનું સ્થાન તો નથી જ, કેમકે તેઓ ગીતા, રામાયણ આદિ દ્વારા બ્રાહ્મણ ધર્મને જે મહત્વ આપે છે તેવું જૈન ધર્મને નથી જ આપતા. બીજો વર્ગ ઉપરનાં ખોખાં માત્રમાં ધર્મની ઈતિશ્રી માનતે ન હોઈ તેમ જ કાંઈક અંતર્મુખ ગુણ–દ અને વિચારક હોઈ ગાંધીજીના જીવનમાં પિતપોતાના ધર્મનું સુનિશ્ચિત અસ્તિત્વ જુએ છે. આ પ્રકૃતિનો વિચારક જે સનાતની હશે તે ગાંધીજીના જીવનમાં સનાતન ધર્મનું સંસ્કરણ જોશે, જે મુસલમાન કે ક્રિશ્ચિયન હશે તે તે પણ તેમના જીવનમાં પિતાના જ ધર્મની નાડ ધબતી જેશે. એવી જ રીતે આવું વલણ ધરાવનાર જૈન વર્ગ ગાંધીજીના જીવનમાં જૈન ધર્મના પ્રાણભૂત અહિંસા, સંયમ અને તપની નવેસર પ્રતિષ્ઠા જોઈ તેમના જીવનને જૈન ધર્મમય લેખશે. ત્રીજો વર્ગ જે અંતર્મુખ અને ગુણદર્શી હવા ઉપરાંત સ્વ કે પરના વિશેષણ વિના જ ધર્મના તત્વને વિચાર કરે છે તેવા તત્ત્વચિંતક વર્ગની દષ્ટિએ ગાંધીજીના જીવનમાં ધર્મનું અસ્તિત્વ તે છે જ પણ તે ધર્મ કેને-આ સંપ્રદાયને કે તે સંપ્રદાયને, એમ નહિ પણ તે સર્વ સંપ્રદાયના પ્રાણરૂપ, તેમ છતાં સર્વ સંપ્રદાયથી પર એવો પ્રયત્નસિદ્ધ સ્વતંત્ર ધર્મ છે. ભલે ગણ્યાગાંઠ્યા પણ આવા તત્વચિંતકે જૈન સમાજમાં છે, જેઓ ગાંધીજીના જીવનગત ધર્મને એક અસાંપ્રદાયિક તેમ જ અસંકીર્ણ એ ધર્મ માનશે, પણ તેને સાંપ્રદાયિક પરિભાષામાં જૈન ધર્મ માનવાની ભૂલ તે નહિ જ કરે. સંપ્રદાયને ધર્મ નથી
કહ્યા વિના પણ વાચક એ સમજી શકશે કે આ સ્થળે ગાંધીજીના જીવન સાથે જૈન ધર્મના સંબંધને પ્રશ્ન પ્રસ્તુત હેવાથી હું એ મર્યાદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org