________________
કથાપધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૪૩ દષ્ટાંત, ઉપનય અને નિગમનની વ્યાખ્યા ન્યાયસૂત્રના જેવી જ છે. ન્યાયશાસ્ત્રની “જાતિ” એ જ ચરકનું (૧૫) “ઉત્તર તત્ત્વ છે. ફેર એટલો છે કે ચરકમાં
ન્યાયદર્શન જેવા ચોવીસ ભેદ નથી અને ઉદાહરણે દાર્શનિક ન આપતાં ચિકિત્સાશાસ્ત્રનાં આપેલાં છે. (૧૬) સિદ્ધાંતની વ્યાખ્યા અને સર્વતન્ત્ર આદિ ચાર ભેદ એ બધું ચરકમાં ન્યાય જેવું જ છે. (૧૭) થી (૨૩) સુધીના. બધા પદાર્થો ન્યાય પ્રમાણે જ છે. ચરકનું (૨૪) સવ્યભિચાર તત્વ ન્યાયના અનકાન્તિક હેવાભાસને સ્થાને છે. ચરકમાં (૨૫) જિજ્ઞાસા અને (૨૬) વ્યવસાયને અનુક્રમે પરીક્ષા અને નિર્ણય કહે છે. દાર્શનિકોની અર્થપત્તિ એ જ ચરકની (૨૭) અર્થ પાપ્તિ છે. ચરકનું (૨૮) સંભવતત્વ એટલે કારણ; તેમાં દાર્શનિકના સંભવ પ્રમાણને પણ સમાવેશ થઈ જાય છે. ચરક જે વાક્યમાં વાક્યના દોષ હોય તે વાક્યને (૨૯) અનુજ્ય અને જેમાં ન હોય તેને (૩૦) અનનુજન કહે છે. ચરક પ્રશ્ન અને પ્રતિપ્રશ્નને અનુક્રમે (૩૧) અનુગ અને (૩૨) પ્રત્યનુગ કહે છે. ચરકમાં ન્યૂન, અવિક, અનર્થક, અપાર્થક અને વિરુદ્ધ એ પાંચ (૩૩) વાયદો બતાવ્યા છે, જેમાંના પ્રથમ ચાર તે બાવીસ નિગ્રહસ્થાનો પૈકી (૧૧) (૧૨) (૭) અને (૯) નિગ્રહસ્થાને જ છે. અને વિરુદ્ધ એ અક્ષપાદ બીજે હેત્વાભાસ છે. જૂનાદિ ઉક્ત પાંચ દોષે ન હોય એવા વાક્યને ચરક વાક્યપ્રશંસા કહે છે. ચરકમાં વાકછળ અને સામાન્ય છળ એ બે જ (૩૫) છળ છે. તેમાં ન્યાયનું, ઉપચાર છળ નથી. ચરકમાં (૩૬) અહેતુ (હત્વાભાસ)ના પ્રકરણસમ, સંશયસમ, અને વર્ણીસમ એ ત્રણ ભેદો છે, જે અનુક્રમે ન્યાયસૂત્રના પાંચ હેત્વાભાસ પૈકી પ્રકરણસમ, સવ્યભિચાર અને સાધ્યમને સ્થાને છે. ચરકના (૩૭) અતીતકાલ અને ન્યાયના કાલાતીત (કાલાત્યયાદિષ્ટ) વચ્ચે ખાસ સામ્ય નથી. હેવાભાસનું ઉલ્કાવન કરવું તે (૩૮) ઉપાલંભ અને એનું સમાધાન કરવું તે (૩૯) પરિહાર. (૪૦) થી (૩) સુધીનાં બધાં ચરક કથિત તો ન્યાયનાં નિગ્રહસ્થાને જ છે. ફેર એટલે છે કે ન્યાયની મતાનુસાને ચરક અભ્યનુત્તા કહે છે. (૪૪) નિગ્રહસ્થાન એ ન્યાયનું નિગ્રહસ્થાન છે. એના ન્યાયદર્શનવર્ણિત બાવીસે ભેદો ચરકમાં નથી પણ ઉપર બતાવેલા ન્યૂન, અધિક આદિ અને પ્રતિજ્ઞા હાનિ આદિ ડાક જ ભેદ ચરકમાં દેખાય છે.
ઉપર પ્રમાણે ૪૪ તો કહ્યા બાદ ચકકાર વાદને ઉપસંહાર કરતાં જે ભલામણ કરે છે તે કોઈ પણ શાસ્ત્રના વાદીને કામની છે. તે કહે છે કે સંબંધ વિનાનું, શાસ્ત્રવિરુદ્ધ, પરીક્ષા વિનાનું, અસાધક, બુદ્ધિને બાહમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org