________________
૧૨૪૨ ]
દર્શન અને ચિંતન કિલષ્ટ શબ્દવાળાં વાક્યો બેલીને, જેની ધારણશક્તિ ઓછી હોય તેને મોટાં વાક્યો ઉચ્ચારીને, જેમાં પ્રતિભા ન હોય તેને અનેકાર્થક શબ્દવાળાં અનેક
જાતનાં વચન ઉચ્ચારીને, વાકપટુ ન હોય તેને અર્ધવાક્ય અધ્યાહત જેવું રાખીને, જેણે પહેલાં સભા ન જોઈ હોય તેને કે પંડિત ન હોય તેને લજજાજનક વાક્ય સંભળાવીને, ક્રોધીલાને થકવીને, બીકણુને ડરાવીને, અને અસાવધાનને નિયમના પાશમાં નાખીને હરાવ.
વાદ શરૂ થયા પહેલાં કરવાની ખટપટ --ગમે તે રીતે પરિષદને મળી જઈ તેની મારફત પિતાને સરળ અને પ્રતિવાદીને અતિ કઠણ એવા વિષયમાં ચર્ચાની રજ મળે તેવી ગોઠવણ કરવી. આ પ્રમાણે પરિષદને ખાનગી રીતે મળી નકકી કરી લીધા પછી કહેવું કે આપણાથી ન કહી શકાય માટે આ પરિષદ્ જ યથાયોગ્યવાદને વિષય અને વાદની મર્યાદા ઠરાવશે, એમ કહી ચૂપ રહેવું, અને પિતાને અભિમત બધું પરિષદને મેઢે જ નકકી કરાવવું.
વાદમર્યાદાનું સ્વરૂપ –આ બેલવું. આ ન બોલવું, આમ થાય તે હારેલો ગણાય ઇત્યાદિ વાદમાર્ગના જ્ઞાન માટે જાણવી જોઈતી વસ્તુઓ – (૧) વાદ, (૨) દ્રવ્ય, (૩) ગુણ, (૪) કર્મ, (૫) સામાન્ય, (૬) વિશેષ, (૭) સમવાય, (૮) પ્રતિજ્ઞા, (૯) સ્થાપના, (૧૦) પ્રતિષ્ઠાપના, (૧૧) હેતુ (૧૨) દષ્ટાંત, (૧૩) ઉપનય, (૧૪) નિગમન, (૧૫) ઉત્તર, (૧૬) સિદ્ધાંત (૧૭) શબ્દ, (૧૮) પ્રત્યક્ષ, (૧૯) અનુમાન, (૨૦) ઐતિહ્ય, (૨૧) ઔપમ, (૨૨) સંશય, (૨૩) પ્રજન, (૨૪) સવ્યભિચાર, (૨૫) જિજ્ઞાસા, (૨૬)
વ્યવસાય, (૨૭) અર્થપ્રાપ્તિ, (૨૮) સંભવ, (૨૮) અનુય, (૩૦) અનન્યજ્ય, (૩૧) અનુગ, (૩૨) પ્રત્યનુયોગ, (૩૩) વાક્યદોષ, (૩૪) વાક્યપ્રશંસા, (૩૫) છળ, (૩૬) અહેતુ, (૩૭) અતીતકાળ, (૩૮) ઉપાલંભ, (૩૯) પરિહાર, (૪૦) પ્રતિજ્ઞાહાનિ, (૪) અભ્યનુના, (૪૨) હેવંતર, (૪૩) અર્થાન્તર, (૪૪) નિગ્રહસ્થાન.
ચરકમાં (૧) વાદ (વિગૃહ્યસંભાન)ના જલ્પ અને વિતષ્ઠા એ બે ભેદ છે અને તેનાં લક્ષણે ન્યાયસૂત્રમાં આપેલાં લક્ષણો જેવાં જ છે. (૨) થી (૭) સુધીના છ પદાર્થો કણાદવર્ણિત છ ત જ છે. ચરકમાં (૮) પ્રતિજ્ઞાનું સ્વરૂપ ન્યાય જેવું જ છે. પ્રતિજ્ઞા ઉચ્ચાર્યા પછી તેને સિદ્ધ કરવા હેતુ, દષ્ટાંત, ઉપનય અને નિગમન એ ચાર અવયે કહેવામાં આવે છે તેને ચરકકાર (૯) સ્થાપના કહે છે. એક અનુમાન સામે બીજું વિરેધી અનુમાન તે (૧૦) પ્રતિકાપના, જેને તૈયાયિકે પ્રતિપક્ષ કહે છે. (૧૧) થી (૧૪) હેતુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org