________________
૧૨૧૨ ]
દર્શન અને ચિંતન
બૌદ્ધ આચાૌની વાદકુશળતા અને તે વિષયની રસવૃત્તિ જેમ તેના પોતાના સાહિત્યમાં જોઈ શકાય છે, તેમ પ્રતિવાદી ગણાતા જૈન અને વૈદિક સાહિત્યમાં પણ તે પ્રમાણપટુ તરીકે નોંધાયા છે. ચીની યાત્રી હ્યુએન્સગ પણ પોતાના શ્રદ્ધાસ્પદ ગુરુ બૌદ્ધ ભિક્ષુઓની અનેક વાદકથાઓને અને તેમાં મળેલા વિજયાને તૈધે છે.
વૈદિક વિદ્વાનેામાં વાત્સ્યાયન પછી શખરસ્વામી, કુમારિલ ભટ્ટ અને ઉદ્યૌતકર એ બધાના સાહિત્યમાં વાદથાનું જ બળ અને ખંડનમંડનની તૈયારી જણાય છે. શ્રીમાન રાકરાચાય ને વાદકથા દ્વારા થયેલા દિગ્વિજય ચક્રવર્તીના શસ્ત્ર દ્વારા થયેલ દિગ્વિજય જેટલા જાણીતા છે અને રસપૂર્વક ગવાય છે. ૯
આ સમયના જૈન, બૌદ્ અને વૈદિક એ બધા સંપ્રદાયાના સાહિત્યની વર્ણનશૈલી પૂવી' સમયના સાહિત્યની વર્ણનશૈલીથી બિલકુલ બદલાયેલી છે. આ વનશૈલીમાં વાદપતિનું તત્ત્વ મુખ્ય છે. પૂર્વની પ્રશ્નોત્તરપદ્ધતિ નામશેષ છે, તનું સામ્રાજ્ય છે અને શ્રદ્ધા ગૌણપદે છે. ઘણાખરા ગ્રન્થાનાં અને તદ્ગત વિષયાનાં પ્રકરણાનાં નામ સુદ્ધાં વાદ શબ્દ સાથે જોડવામાં આવ્યાં છે. આ સમયના કોઈ પણ દાનિક ગ્રન્થ ત્યા તે તેમાં મોટા અને રસ ભરેલા ભાગ તા પરતના ખંડતથી જ રોકાયેલા હરો. આખા મધ્યવતી સમય સામ્રાજ્યના અને સંપ્રદાયના વિસ્તાર માટેની વિજયવ્રુત્તિથી જ મુખ્યપણે અંકિત થયેલા ઇતિહાસના પૃષ્ટ ઉપર નોંધાયેલા છે.
ખાસ દૂષિત કરી જૈન સંપ્રદાયને સમત પત્ર ( ન્યાયવાકય ) ની સર્વશ્રેષ્ડતા સિદ્ધ કરી છે અને બતાવ્યું છે કે ન્યાયવાકયમાં છે, ત્રણ, ચાર, પાંચ, છે એ અનુક્રમે દશ સુધી અવયવેા, અધિકારી શ્રોતાની અપેક્ષાએ, યેાજી શકાય છે. ન્યાયવાકયમાં અમુક એક જ અવયવની સંખ્યા માનવી તે એકાન્ત છે એમ બતાવી તેએએ ન્યાયવાકયમાં અવયવની સખ્યા સુધ્ધાંમાં અનેકાન્તદૃષ્ટિ ગાવી છે.
તેઓએ પત્રપરીક્ષામાં કુમારનન્દી ભટ્ટારકનાં કેટલાંક પદ્યો ઉદ્ધૃત કર્યાં છે અને તે બધાં ન્યાયવાકથની પરીક્ષાને લગતાં છે. તેથી કુમારનન્દી નામના કાઈ પ્રસિદ્ધ આચાય જે વિદ્યાનંદ પહેલાં થયેલા તેઓએ પણ આ વિષયમાં ગ્રંથ લખ્યાનું સ્પષ્ટ સૂચન થાય છે.
૧૬. શંકરદિગ્વિજય આદિ ગ્રંથે લેવાથી આ ખાખત સ્પષ્ટ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org