________________
શ્રીમદ્રાજચંદ્ર –એક સમાલોચના
[ ૭૬૯ દર્શનેના મૂળ સાહિત્યને ગંભીરપણે વાચવા અને વિચારવાની શાંત તક મળી હેત તે તેઓ પૂર્વમીમાંસા સિવાયનાં જૈનેતર દર્શને વિશે આવું વિધાન કરતાં જરૂર ખંચકાત. તેમની નિષ્પક્ષ અને તીવ્ર પ્રજ્ઞા સાંખ્ય-ગદર્શનમાં, સાંકર વેદાન્તમાં, બૌદ્ધ વિચારસરણીમાં જૈન પરંપરા જેટલો જ રાગદ્વેષ અને હિંસાવિરોધી ભાવ સ્પષ્ટ જોઈ શકત. વધારે તે શું, પણ તેમની સરલ પ્રકૃતિ અને પટુ બુદ્ધિ ન્યાય—વૈશેષિકસૂત્રનાં ભાષ્યોમાં પણ વીતરાગભાવની–નિવર્તક ધર્મની–જ પુષ્ટિ ક્રમ શબ્દશઃ જોઈ શકત; અને એમ થયું હોત તે તેઓની મધ્યસ્થતા, જૈન પરંપરાના અન્ય દર્શને વિશેના પ્રચલિત વિધાનની બાબતમાં આવી ભૂલ થતાં રકત.
એક બાજુ જૈન તત્વજ્ઞાનના કર્મ, ગુણસ્થાન અને નવ તત્વ આદિ વિષને મૌલિક અભ્યાસ કરવાની અને તેનું જ ચિંતન, પ્રતિપાદન કરવાની એમને તક સાંપડી, અને બીજી બાજુ એ જેનેતર દર્શનનાં મૂળ પુસ્તકે સ્વયં સાંગોપાંગ જેવાની અગર તે જોઈએ તેટલી છૂટથી વિચારવાની તક ન મળી. નહિ તે તેમની ગુણગ્રાહક દષ્ટિ, સમન્વયશક્તિ એ બધાં દર્શનેના તુલનાત્મક ચિંતનમાંથી તેમને હાથે એક નવું જ પ્રસ્થાન શરૂ કરાવતા. એમ ન થયું હતું પણ તેમને વેદાંતના માયાવાદ કે સાંખ્ય–ગના અસંગ અને પ્રકૃતિવાદમાં જે ઊણપ દેખાઈ છે, તે ઊણપ તે રીતે તે ન જ દેખાત અને ન જ દર્શાવાત. શાસ્ત્રજ્ઞાન અને સાહિત્યાવલોકન
શ્રીમદનો સ્વભાવ જ ચિંતન અને મનનશીલ હતા. એમનું એ ચિંતન પણ આત્મલક્ષી જ હતું. તેથી બાહ્યલક્ષી સાહિત્ય, જેવું કે વાર્તા, નવલકથા, નાટક, કાવ્ય, પ્રવાસવર્ણન આદિ, તરફ તેમની રસવૃત્તિ સ્વાભાવિક રીતે જ રહેલી લાગતી નથી. એમણે એવું સાહિત્ય વાંચવામાં મનોવેગ આપ્યો હોય કે સમય ગાળ્યો હોય એમ તેમનાં લખાણ જોતાં લાગતું નથી. છતાં તેમના હાથમાં છૂટું છવાયું એવું કાંઈ સાહિત્ય પડી ગયું હશે, તે પણ એનો ઉપયોગ એમણે તો પિતાની તત્વચિંતક દ્રષ્ટિએ જ કરેલો હોવો જોઈએ. એમની જિજ્ઞાસા અને નવું નવું જાણી તે પર વિચાર કરવાની સહજ વૃત્તિ બેહદ હતી. એ વૃત્તિ અન્ય સાહિત્ય તરફ ન વળતાં માત્ર શાસ્ત્ર તરફ જ વળેલી લાગે છે.
- વિદુરનીતિ, વૈરાગ્યશતક, ભાગવત, પ્રવીણસાગર, પંચીકરણ, દાસબોધ, શિક્ષાપત્રી, પ્રબોધશતક, મેહમુદ્ગર, મણિરત્નમાલા, વિચારસાગર, ગવાસિષ્ઠ,
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org