SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬૪ ] દર્શન અને ચિંતન ભરતે ઉપાસકાધ્યયન નામના સાતમા અંગ શાસ્ત્રમાંથી તે વ્રતીઓને ઈજ્યા (પૂજા), વાર્તા, દત્તિ, સ્વાધ્યાય, સંયમ અને તપને સવિસ્તાર ઉપદેશ આપે. એમાં તેણે અનેક જાતના જૈન યજ્ઞ, દાનના પ્રકારે વગેરે સમજાવ્યા અને છેવટે જણાવ્યું કે જે જાતિ (જન્મ) થી દિજ હોય, પણ તપ અને મૃતના સંસ્કાર ન મેળવે તે તે નામને જ દિજ કહેવાય. તપ અને શ્રતના સંસ્કાર મેળવનાર જાતિદિજ એ જ ખરે દ્વિજ બને છે. એ દિન સંસ્કાર દઢ કરવા ભરતે શ્રાવકાધ્યાયસંગ્રહમાંથી ત્રણ પ્રકારની ક્રિયાઓ ઉપદેશી ગર્ભન્વય, દીક્ષાન્વય અને કáન્વય. એ ત્રણમાં પહેલીના પ૩, બીજના ૪૮ અને ત્રીજીના ૭ પ્રકારે ભરતે બહુ વિસ્તારથી કહી સંભળાવ્યા. એ ૧. દાન આપતાં એક વાર એક સાથે જેટલું આપવામાં આવે તે એક દત્તિ, એમ બીજી વાર જેટલું એક જ સાથે અપાય તે બીજી દક્તિ. ૨. ગર્ભાધાનથી માંડી મોક્ષપ્રાપ્તિ સુધી પ૩ સંસ્કાર કરવામાં આવે છે. તે બધા ગર્ભવધ ક્રિયામાં ગણાય છે. આવી જાતના સોળ સંસ્કારો અને તેથી વધારે પણ સંસ્કારે બ્રાહ્મણ શાસ્ત્રમાં વર્ણવાયેલા છે. વ્રતના સ્વીકારથી માંડી મોક્ષપ્રાપ્તિ સુધી આચરવાની વિભાગવાર ક્રિયાઓ દીક્ષાવય ક્રિયા કહેવાય છે, જે અડતાલીસ છે. એ રીતે સાત કર્યંન્વય ક્રિયાઓ પણ છે, જેને મોક્ષમાર્ગને આરાધક સેવે છે. આ બધી ક્રિયાઓનું વિસ્તૃત વર્ણન ખાસ જોવા જેવું છે. તેમાં સમગ્ર બ્રાહ્મણીય વર્ણાશ્રમ વ્યવસ્થાની છાપ છે. (જુઓ આદિપુરાણ, પર્વ ૩૮-૩૯-૪૦.) ક્રિયામાં દઢ થયેલા પિતાના સ્થાપેલા દ્વિજે (શ્રાવકે)ને જોઈ ભરત પ્રસન્ન થયે. દુઃસ્વપ્નનું ફળ : બ્રાહ્મણપૂજા— એકવાર ભરતને કેટલાક દુઃસ્વપ્ન આવ્યાં. તેનું અનિષ્ટ સામાન્ય રીતે તેણે જાણ્યું, છતાં વધારે ખુલાસા માટે ભગવાન ઋષભદેવ પાસે જઈ એ સ્વપ્ન તેણે કહી સંભળાવ્યાં. એ વિલક્ષણ સ્વપ્નમાં એક સ્વપ્ન એવું હતું કે નૈવેદ્ય ખાતા શ્વાનની લેકે પૂજા કરે છે. આ સ્વપ્નનું ફળ જણાવતાં ભગવાને કહ્યું કે જે આવતી બ્રાહ્મણ હશે તેઓ ગુણી અને વ્રતીની પેઠે સત્કાર પામશે. આ ફળશ્રુતિ કહ્યા પહેલાં ભગવાને ભરતને તેણે સ્થાપેલ બ્રાહ્મણ વર્ણ વિશે માર્મિક વિચાર સંભળાવ્યા. તેઓએ કહ્યું, “હે વત્સ! તેં ધર્માત્મા આ દિmોની સાધુઓની પિઠે જે પૂજા કરી તે બહુ જ સારું કર્યું, પણ તેમાં જે ચેડે દોષ છે તે સાંભળ. તે જે ગૃહસ્થની રચના કરી છે તે, સત્યયુગ હશે ત્યાંસુધી તે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy