________________
૧૧૪ ]
દર્શન અને ચિંતનજેડી નમી પડે ત્યારે જમણ પડીકી નાખજે, તેથી સૈન્ય ખજાને, વગેરે બધું બળી ગયેલું પાછું 'પ્રથમની જેમ હતું તેવું જ થઈ જશે. હનુમાનનું એ વચન સાંભળી બ્રાહ્મણો ખૂશ થયા, ને જયધ્વનિ કર્યો. પાછા જવા ઉત્સુક થયેલા બ્રાહ્મણને હનુમાને એક મોટી વિશાલ શિલા ઉપર સૂવા કહ્યું. એ સૂતા અને ઊંધી ગયા એટલે હનુમાનની પ્રેરણાથી તેના પિતા વાયુએ તે શિલા છ માસમાં કાપી શકાય તેટલા લાંબા માર્ગને માત્ર ત્રણ મુહૂર્તમાં કાપી, ધમરણ્ય તીર્થમાં પહોંચાડી દીધી. આ ચમત્કાર જોઈ એ બ્રાહ્મણો અને ગામના બધા લોકો બહુ જ વિસ્મિત થયા. ત્યાર બાદ એ બધા બ્રાહ્મણે નગરમાં પહોંચ્યા. જ્યારે ત્યાં રાજાને માલૂમ પડ્યું ત્યારે તેણે એ બ્રાહ્મણોને બોલાવી કહ્યું કે શું રામ અને હનુમાન પાસે જઈ આવ્યા ? એમ કહી રાજાએ મોન પકડયું એટલે ઉપસ્થિત થયેલા બધા બ્રાહ્મણે અનુક્રમે બેસી ગયા અને કુટુંબ તથા સંપત્તિ સૈન્ય વિશે કુશળ સમાચાર તેઓએ પૂછળ્યા. રાજાએ કહ્યું, અરિહંત પ્રસાદથી બધું કુશળ છે. ખરી જીભ એ જ છે જે જિનેશ્વરની
સ્તુતિ કરે છે, હાથ તેજ કે જેનાથી જિનપૂજા થાય, દષ્ટિ તે જ જે જિનદર્શનમાં લીન થાય, મન તે જ જે જિનેંદ્રમાં રત હોય. સર્વત્ર દયા કરવી ઘટે. ઉપાશ્રયમાં જવું અને ગુરુવંદન કરવું જોઈએ. નમસ્કાર મંત્રને જપ અને ૫ભૂષણ પર્વ કરવું જોઈએ, અને શ્રમણ (મુનિઓ)ને દાન દેવું જોઈએ. રાજાનું એ કથન સાંભળી બધા બ્રાહ્મણેએ દાંત પીસ્યા, અને છેવટે રાજાને કહ્યું કે રામે અને હનુમાને કહેવરાવ્યું છે કે તું બ્રાહ્મણની વૃત્તિ પાછી પૂર્વ ની જેમ કરી આપ. હે રાજન! રામના એ કથનને પાળ અને સુખી થા. રાજાએ જવાબમાં કહ્યું: જ્યાં રામ અને હનુમાન હોય ત્યાં જાવ. ગામ કે વૃત્તિ જે જોઈએ તે તેઓ પાસેથી મેળવો. હું તે તમને એક પણ કેડી દેનાર નથી. એ વચન સાંભળી બ્રાહ્મણે ગુસ્સે થયા અને હનુમાને આપેલી ડાબી પડીકી રાજદ્વારમાં ફેંકી ચાલ્યા ગયા. એ પડીકીને લીધે બધું સળગી ઊઠયું, હાહાકાર મચ્યું. તે વખતે નગ્નક્ષપણા હાથમાં પાતરાંઓ લઈ, દાંડાઓ પકડી, લાલ કાંબળો ઉઠાવી, કાપતા કાંપતા ઉઘાડે પગે જ દશે દિશામાં ભાગ્યા. હે વીતરાગ ! હે વીતરાગ! એમ બેલતા તેઓ એવી રીતે નાઠા કે કોઈનાં પાતરાં ભાગ્યાં, કેઈના દાંડા, અને કોઈનાં કપડાં ખસી ગયા. આ જોઈ રાજા ગભરાયો અને રડતો રડતો બ્રાહ્મણોનું શરણુ શોધવા લાગે. બ્રાહ્મણોને પગે પડી ભૂમિ પર આળેટી રામનામ લેતે તે બોલ્યો કે રામનું નામ એ જ સાચું છે. રામ સિવાય બીજા દેવોને જે માને છે તેને અગ્નિ બાળી નાખે છે. વિપ્ર, ભાગીરથી અને હરિ એ જ સારે છે. તે વિ! રામને અને તમારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org