________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૪૩૯ અહીંનું સંભાળીએ અને બધાના કામની સિદ્ધિ માટે તમે ત્યાં જાઓ. અંદર અંદર ભળી સહાયક થઈશું તે વૃત્તિ જરૂર પાછી મેળવીશું. એ નિશ્ચય પ્રમાણે પેલા વિદ્યો રામેશ્વર ગયા, અને ચાતુર્વિધો ત્યાં જ રહ્યા. વિદ્યોના ઉત્કટ તપથી રામે ઉદ્વિગ્ન થઈ હનુમાનને કહ્યું, તું જલદી જા. એ બધા ધર્મારણ્યવાસી બ્રાહ્મણે હેરાન થાય છે. એ બ્રાહ્મણને દુઃખ આપનારને ઠેકાણે લાવે જોઈએ. એ સાંભળી બ્રાહ્મણરૂપ ધરી, હનુમાને પ્રકટ થઈ આવેલા બ્રાહ્મણની પરીક્ષા કરી અને પૂછ્યું કે શા માટે આવ્યા છે ? તેઓએ કહ્યું કે સૃષ્ટિના આરંભમાં બ્રહ્મા આદિ દેએ ત્રિમૂર્તિ માટે અમને રાખ્યા હતા અને પછી રામે જીર્ણોદ્ધાર કરતી વખતે ફરી અમને સ્થાપ્યા, અને હનુમાને ૪૪૪ ગામો વેતનરૂપે આપ્યાં. સીતાપુર સહિત ૧૩ ગામ પૂજા માટે આપ્યાં. ગભુજ નામના ૩૬ હજાર વાણિયાઓ બ્રાહ્મણનું પાલન કરવા નિયુક્ત થયા. તેમાંથી સવા લાખ દ્રો થયા, જેના ત્રણ ભાગ ગભુજ, અડાલજ અને માંડલિય થયા. હમણાં દુષ્ટ આમરાજા રામનું શાસન નથી માનતે. તેને જમાઈ કુમારપાલ દુષ્ટ છે. કારણ તે પાંખડીઓથી–ખાસ કરી બૌદ્ધધર્મી, જેના દ્રસૂરિથી પ્રેરિત થઈ અત્યારે રામનું શાસન માનતા નથી, અને લેપે છે. કેટલાક વાણિયાઓ પણ તેના જેવા દુર્બદ્ધિ થઈ રામ અને હનુમાનનું શાસન લેપે છે. હવે અમે હનુમાન પાસે જઈએ છીએ. જે તે અમારું ઇષ્ટ સિદ્ધ નહિ કરે તો અનાહાર વ્રત લઈ મરીશું. બ્રાહ્મણ રૂપધારી હનુમાને કહ્યું, હે દિ! કળિયુગમાં દેવ ક્યાં છે, પાછા જાઓ. પણ બ્રાહ્મણેએ તેને કહ્યું કે તું કોણ છે? ખરું રૂપ પ્રગટ કર. રામ છે કે હનુમાન?
વ્યાસ–હનુમાને પિતાની ઓળખાણ આપી. હનુમાનનું દર્શન કરી બધા પ્રસન્ન થયા. હનુમાને કહ્યુંઆ કળિયુગમાં રામેશ્વર સેતુબંધ મૂકી ક્યાયે જતો નથી. હું નિશાની આપું છું તે એ રાજાને બતાવજે. તેથી એ જરૂર સાચું માનશે. એમ કહી તેણે પિતાના બે બાજુ ઉઠાવી ભુજાના વાળ એકત્ર કરી ભાજપત્રમાં બે પડી બાંધી આપી અને એ બ્રાહ્મણની કક્ષાઓમાં મૂકી: પિતાની ડાબી કાખના વાળની પડીકી બ્રાહ્મણની ડાબી કાખમાં અને જમણી કાખના વાળની પડીકી જમણું કાખમાં મૂકી, આ પડીકી રામભક્તને સુખદ અને અન્ય માટે ક્ષયકારિણે હતી. હનુમાને કહ્યું, જ્યારે રાજા નિશાની માગે ત્યારે વામ બાજીની પડીકી આપવી, અથવા એ રાજાના દ્વારમાં નાખવી એટલે તેનું સૈન્ય, ખજાનો, સ્ત્રીપુત્રાદિ સઘળું સળગી ઊઠશે. જ્યારે એ રાજા શ્રીરામે પ્રથમ બાંધી આપેલી વૃત્તિ અને ફરમાન ફરી પૂર્વવત્ કરી આપે અને હાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org