________________
૧૧૦ ]
દશન અને ચિંતન
બુદ્ધિથી જ કરાય તે કર્મ એ વ્યાખ્યા સારરૂપ છે. વળી ચિત્તશુદ્ધિ અને તે માટેના યમ-નિયમ, ભાવના આદિ દ્વારા જીવન માં લક્ષ્ય હેય તે આત્મસાક્ષાત્કાર વગેરે હશે તે આપોઆપ સિદ્ધ થઈ જશે; અન્યથા સ્વરૂપનિષ્ઠા તો થશે જ. ૯. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ
બ્રહ્મચર્ય પાળતે પણ પરિગ્રહી દેખાય છે. મર્યાદિત બ્રહ્મચર્ય હોય છતાં અપરિગ્રહી હોઈ શકે; બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વચ્ચે કારણ-કાર્યભાવ નથી. પણ અપરિગ્રહની દષ્ટિએ બ્રહ્મચર્ય સ્વીકાર્યું હોય તે તે પિષક જરૂર બને. મર્યાદિત બ્રહ્મચર્યથી સંતતિ થાય તેય તે અમુક પ્રમાણમાં અપરિગ્રહનું પોષક બને છે. કેટલીક વાર અપરિગ્રહની શુદ્ધ ભાવનામાંથી બ્રહ્મચર્ય સાચી રીતે આવે છે. કેટલીક વાર શુદ્ધ બ્રહ્મચર્યની દષ્ટિ હોય તે અપરિગ્રહ આપોઆપ પિવાય છે. મૂળ વાત સાચી સમજણ અને વિવેકની છે. ૧૫. કમજોર સાત્વિક્તા ' ધર્મ અને સાધનયોગ વિષે અનેક ભ્રમે પ્રવર્તે છે. તે બ્રમે મનમાં પડયા હોવા છતાં જ્ઞાનથી મેક્ષ છે કે ચારિત્રથી મોક્ષ છે–એ સૂત્રને અવલંબી જ્ઞાન કે ચારિત્રસિદ્ધિને પ્રયત્ન થાય છે. તેથી સાચું જ્ઞાન તે મળતું નથી અને માત્ર ચાલુ વ્રતમાં જ ચારિત્રની ઈતિશ્રી સમજાય છે. તેથી જ્ઞાન, મોક્ષ, ચારિત્ર ઈત્યાદિ વિષે સાચા જ્ઞાનની જરૂર છે, અને ભ્રમ નિવારવાની પણ જરૂર છે. જ્ઞાન જેટલી જ બ૯ તેથીયે વધારે સિદ્ધાંતને વળગી રહેવાની વૃત્તિ આવશ્યક છે. જન્મ-મરણના કાલ્પનિક ભયે એ ભ્રમ છે. જપ-તપ કે વ્રતનાં સ્થૂળ રૂપે, જે એમાં સમ વિવેક, ધૈર્ય અને પુરુષાર્થ ન હોય તે, દ્રવ્યરૂપ બની જાય છે. આવા દ્રવ્યધર્મથી બચવાનું દરેક સાચા ધર્માત્માએ કહ્યું છે. જેનામાં ભાવધર્મ જાગતે હેય તેને બધે વ્યવહાર ધર્મરૂપ જ બની જાય છે. ભાવધર્મ એટલે સૂક્ષ્મ વિવેક, તેને વધારવા અને શોધવાની ખંત, સતત જાગૃતિ અને પિપર્યનું ભાન. વિશાળ આદર્શ પ્રમાણે જીવન જીવ્યા વિના અસંતોષને સમાવેશ થાય છે. ૧૬. કર્મક્ષય અને પ્રવૃત્તિ
આ લેખમાં દરેક મુક્તિવાંછુ સમ્પ્રદાયને સંતોષે એ નિવૃત્તિ-પ્રવૃત્તિ, વૃત્તિ અને પરાવતિનો ખુલાસે છે. જે કર્મ જ્ઞાન અને ચારિત્રને ઉત્તરોત્તર વિસાવે, તેના ઉપર માઠી અસર ન કરે, તે કર્મ નિવૃત્તિ ટિમાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org